Naba Das Died: ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ દાસનું નિધન, ASIએ ગોળી મારી હતી
નબ કિશોર દાસ - ફાઇલ તસવીર
Naba Das Died: ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ દાસનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, બ્રજરાજનગર નજીક એક ASIએ તેમને ગોળી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને એરલિફ્ટ કરી તાત્કાલિક સારવાર માટે ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેમણે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
ભુવનેશ્વરઃ ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ દાસનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, બ્રજરાજનગર નજીક એક ASIએ તેમને ગોળી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને એરલિફ્ટ કરી તાત્કાલિક સારવાર માટે ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેમણે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
ASIએ ગોળી મારતા ઇજાગ્રસ્ત થયા હતા
ઓડિશાના આરોગ્ય પ્રધાન નબ દાસને ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં બ્રજરાજનગર નજીક એક સહાયક પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ASI) દ્વારા ગોળી વાગી હતી, જેમાં તેઓ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે નબ દાસ બ્રજરાજનગરના ગાંધી ચોક ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારબાદ નબ દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. તેમના સમર્થકો તેમને હાર પહેરાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારે જ એક પોલીસ ASIએ ગોળીબાર કર્યો હતો. તેનું નામ ગોપાલચંદ્ર દાસ છે, જેમને બ્રિજરાજનગર એસડીપીઓએ ગોળી મારી હતી.
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ દાસને છાતીમાં ગોળી વાગતાં ઈજા થઈ હતી. જો કે, મંત્રી બચી ગયા હતા અને તેને ઝારસુગુડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઓડિશાના મંત્રી બ્રજરાજનગરમાં બીજુ જનતા દળ (બીજેડી)ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના હતા. રસ્તામાં તેઓ ગાંધીચોક વિસ્તારમાં કારમાંથી નીચે ઉતર્યા હતા અને નવી બનેલી પાર્ટી ઓફિસ જવા માટે ચાલતા હતા. તે સમયે જ ASIએ તેના પર ફાયરિંગ કર્યું હતું. મંત્રી નબ દાસને હવે ઝારસુગુડા એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા છે. ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ દાસની સુરક્ષામાં આટલી મોટી અને જીવલેણ ભૂલ કેવી રીતે થઈ તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
નવીન પટનાયકે સ્વાસ્થ્ય મંત્રી નબ દાસ પર થયેલા હુમલાની નિંદા કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ હતુ કે, હુમલાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું આઘાતમાં છું. હું આની સખત નિંદા કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. ક્રાઈમ બ્રાન્ચને તપાસનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે. ઓડિશા પોલીસના આઈજી ક્રાઈમને ઘટનાસ્થળે પહોંચવાનું કહેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એએસઆઈની ડ્યુટી બ્રજરાજનગરના ગાંધી ચોકની પોલીસ ચોકીમાં હતી. તેણે અચાનક પોતાની સર્વિસ રિવોલ્વરથી મંત્રી નબ દાસ પર ગોળીબાર કર્યો.
ઘટનાનું કારણ જાણી શકાયું નથી
આ ઘટના પાછળનું કારણ શું હતું? તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જ્યારે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં નબ દાસ મુખ્ય અતિથિ હતા. તે આવતાંની સાથે જ તેમના સ્વાગત માટે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યારે જ અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. અમે મંત્રીને નજીકથી ગોળી માર્યા બાદ એક પોલીસકર્મીને ભાગતો જોયો. તેમણે કહ્યું કે, મંત્રીને હવાઈ માર્ગે ભુવનેશ્વર લઈ જવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર