ધોલાપુરઃ રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં ચંબલ નદીમાં (chambal river) ડૂબી જવાથી ત્રણ સગા ભાઈઓના મોત થયા હતા. અકસ્માત (accident) બાદ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે ત્રણેય ભાઈઓના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. પોસ્ટમોર્ટમ (postmortm) બાદ તેમના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
ત્રણેય ભાઈઓ તેમના મામાના ઘરે આવ્યા હતા. જ્યાં આ અકસ્માત સર્જાયો હતો. ત્રણ સગા ભાઈઓના મોતથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અકસ્માત વિશે સાંભળનાર દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.
કોતવાલી થાનાપ્રભારી અધ્યાત્મા ગૌતમે જણાવ્યું હતું કે, રાજઘાટ ગામમાં રવિવારે આ અકસ્માત થયો હતો. બારપુરા ગામના રહેવાસી ખેમચંદના ત્રણ પુત્રો રોહિત (10), ચિરાગ (8) અને કાન્હા (6) રાજઘાટ ગામમાં આમંત્રણ આપવા માટે તેમના મામાના ઘરે ગયા હતા. ત્યાં ત્રણેય રવિવારે સવારે 11 વાગે ચંબલ નદીમાં ન્હાવા ગયા હતા. પરંતુ બપોર સુધી ત્રણેય બાળકો ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.
નદી કિનારે મળ્યા બાળકોના કપડાં
જ્યારે સંબંધીઓએ ચંબલ નદીએ જઈને જોયું તો ત્રણેય બાળકોના કિનારે કપડા પડેલા હતા. આ જોઈ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. બાળકો નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા સાથે તેમણે પોલીસને જાણ કરી હતી.
આ અંગે પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ધૌલપુર શહેરના નાયબ પોલીસ અધિક્ષક પ્રવેન્દ્ર માહેલા અને એસડીએમ ભારતી ભારદ્વાજ પણ આ કેસની ગંભીરતા જાણવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે એક પછી એક ત્રણ બાળકોના મૃતદેહ ચંબલ નદીમાંથી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને ધોલપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા.
પાંચ બહેનોના ત્રણ ભાઈ હતા
અકસ્માતના સ્થળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યું કે ખેમચંદને 8 બાળકો છે. જેમાંથી 5 મોટી દીકરીઓ છે. ત્રણેય પુત્રો સૌથી નાના હતા. પરંતુ આ ઘટનાને કારણે પરિવારના ત્રણેય દિપક એકસાથે બુઝાઈ ગયા છે.
અકસ્માત બાદ બાળકોના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. એકસાથે ત્રણેય બાળકોના મોતને કારણે બારપુરા અને રાજઘાટ બંને ગામમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અને સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર