Home /News /national-international /Death Anniversary Sanjay Gandhi : શું ખરેખર સંજય ગાંધીએ ઇન્દિરા ગાંધીને લાફો માર્યો હતો? શું છે હકીકત?
Death Anniversary Sanjay Gandhi : શું ખરેખર સંજય ગાંધીએ ઇન્દિરા ગાંધીને લાફો માર્યો હતો? શું છે હકીકત?
સંજય ગાંધી (ફાઇલ ફોટો)
નેહરુ-ગાંધી પરિવારના બહુચર્ચિત સદસ્ય અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીની આજે પુણ્યતિથિ છે. 23 જૂન 1980ના રોજ તેઓ દિલ્હીમાં એક નાનું ટ્રેનિંગ વિમાન ઉડાડી રહ્યાં હતા, ત્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં સંજય ગાંધીનું નિધન થયું હતું. આ બાબતે આજે પણ ચર્ચા થાય છે
નેહરુ-ગાંધી પરિવારના બહુચર્ચિત સદસ્ય અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીની આજે પુણ્યતિથિ છે. 23 જૂન 1980ના રોજ તેઓ દિલ્હીમાં એક નાનું ટ્રેનિંગ વિમાન ઉડાડી રહ્યાં હતા, ત્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં સંજય ગાંધીનું નિધન થયું હતું. આ બાબતે આજે પણ ચર્ચા થાય છે. સિત્તેરના દાયકામાં દેશમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી, ત્યારે તેઓ સૌથી પાવરફુલ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા હતા. તે સમયે રાજ્યોના કોંગ્રેસના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ તેમના ઈશારે બદલાઈ જતા હતા તેવું કહેવાય છે.
જેટલા પાવરફુલ તેટલા વિવાદાસ્પદ
તેમનો જન્મ 14 ડિસેમ્બર, 1946ના રોજ દિલ્હી ખાતે થયો હતો. તેમને દેશના ભવિષ્યના વડાપ્રધાન માનવામાં આવતા હતા. ઇન્દિરા ગાંધી તેમને ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા હતા. અલબત્ત 1980થી 90ના દાયકામાં માતા સાથે તેમના વર્તનને લઈને અનેક પ્રકારની અટકળો ચાલતી હતી. કટોકટીના કાળ દરમિયાન સંજય ગાંધીએ ડીનર પાર્ટીમાં તેમની માતાને લાફા માર્યા હોવાની અટકળો ખૂબ ઝડપથી ફેલાઈ હતી. વોશિંગ્ટન પોસ્ટ નામના વિદેશી અખબારે આ બાબતે અહેવાલો પ્રકાશિત કર્યા હતા. અલબત્ત ભારતમાં કોઈ પણ મીડિયાએ તેને સ્થાન આપ્યું નહોતું.
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર લેવીસ એમ. સાઇમન્સે તે સમયે દિલ્હીમાં વૉશિંગ્ટન પોસ્ટના પત્રકાર હતા. કટોકટી લાદવામાં આવી હતી. તેમણે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે, સંજયે દિલ્હીમાં ખાનગી ડિનર પાર્ટી દરમિયાન માતા ઈન્દીરા ગાંધીને થપ્પડ મારી હતી. સ્ક્રોલ્સ વેબસાઇટે આ બાબતે ઇમેઇલ પર સાઇમન્સ સાથે વાત કરી હતી. પછી સાઇમન્સે આ સમાચાર કયા આધારે પ્રકાશિત કર્યા અને તેના વિશે કેવી રીતે ખબર પડી? તે અંગે ફોડ પડ્યો હતો.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટરનો જવાબ
જ્યારે સ્ક્રોલ્સ વેબસાઇટે તેમને ઇમેઇલના માધ્યમથી પૂછ્યું કે, તમે ઇન્દિરાને થપ્પડ મારવાની વાત અંગે વૉશિંગ્ટન પોસ્ટના સોર્સનું નામ ન આપ્યું. આ ઘટના ક્યારે બની? સંજયે આવું કેમ કર્યું? જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ ઘટના કટોકટી લાગુ થઈ તે પહેલા ખાનગી પાર્ટીમાં બની હતી. મેં આ બાબતને તુરંત લખી નહોતી. પછી લખીશ તેવું વિચાર્યું હતું. સંજય કેમ નારાજ થયા હતા? તે બાબત મને યાદ નથી. આ ઘટનાને તો લાંબો સમય વીતી ગયો છે.
કટોકટી લાગુ કરી તે સમયની ઘટના
અન્ય સવાલમાં તેમને પૂછ્યું કે, શું આ જાણકારી સોર્સે સામેથી આપી હતી કે, વાતચીત દરમિયાન અનાયાસે સામે આવી હતી. આ પ્રશ્ન જવાબ સાયમન્સે લખ્યું કે, આ બાબતના બે સોર્સ હતા. બંને એકબીજાને જાણતા હતા અને પાર્ટીમાં હાજર હતા. તેમાંથી એક વ્યક્તિએ આ વાત મારી પત્ની ઘરે આવી ત્યારે જણાવી હતી. આ વાત કટોકટી જાહેરાત થઈ તેની એક સાંજ પહેલાની હતી. બીજા સોર્સે આ વાતને કન્ફર્મ કરી હતી.
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર લેવીસ એમ. સાઇમન્સ. જેમણે આ ખબર લખી હતી
ભારતીય પત્રકારે આ સ્ટોરી પર સવાલ ઉઠાવ્યા હતા
વરિષ્ઠ પત્રકાર કુમિ કપૂરે તેમના પુસ્તક "ધ ઇમરજન્સી - એ પર્સનલ હિસ્ટ્રી"માં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, આ વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ હતી. જો કે સેન્સરશિપને કારણે કોઈ અખબારે તેને પ્રકાશિત કરી નહોતી. પરંતુ તમને શું ખ્યાલ છે કે તમે જે બાબત પ્રકાશિત કરી રહ્યા છો તેની અસર શું થશે? તેના જવાબમાં વોશિંગ્ટન પોસ્ટના પત્રકારે કહ્યું, મને ખ્યાલ છે કે, ભારતીય લોકોને ગપશપ કેટલી પસંદ છે. જોકે વિદેશી માધ્યમોએ આ સ્ટોરીને સારી રીતે કવર લીધી છે. ન્યૂયોર્કર મેગેઝિનમાં વેદ મહેતા જેવા ગંભીર લેખકએ આ અંગે લેખ લખ્યો હતો.
કુમિ કપૂરે વાર્તાની વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરી
પ્રશ્ન - કપૂરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે સ્ટોરીની વિશ્વસનીયતા શંકાસ્પદ છે. તે સોર્સ કોણ હતા તે આજ સુધી જાણી શકાયું નથી. ન તો તેનું નામ જાહેર થયું છે. ન જાહેરમાં ક્યારેય કોઈ બહાર આવ્યું હતું. શું તમે ક્યારેય આ વાર્તા પર અફસોસ કર્યો છે?
જવાબ- મારા તે સોર્સની વિશ્વસનીયતા આજે પણ અખંડ છે. હું તેના પર ક્યારેય શંકા કરી શકું નહીં. મેં તે પાર્ટીમાં ઉપસ્થિત અન્ય મહેમાનોનો ઇન્ટરવ્યૂ લીધા નહોતા. મને આ સ્ટોરી લખવાનો કોઈ અફસોસ નથી. આ સ્ટોરીના કારણે માતા અને પુત્ર વચ્ચે કેટલો વિચિત્ર સંબંધ છે, તે બાબત સામે આવી હતી.
સવાલ- શું તમે તે સોર્સને ભારત કે ભારત બહાર મળ્યા હતા?
હા, અમે કટોકટી પહેલા અને બાદમાં ઘણી વખત મળ્યા હતા.
સવાલ- શું તમે તે સોર્સની ઓળખ જાહેર કરશો? શું આવું ક્યારેય બનશે?
ના, આવું કરવાનો મારો કોઈ હેતુ નથી. આવું ન થાય તેટલે મેં તેને વચન આપ્યું છે. મેં આવા અનેક રિપોર્ટ કર્યા છે. હું વચનનો પાકો છું. વિશ્વસનીય પત્રકાર અને વ્યક્તિ તરીકે આ કરવું જરૂરી છે.
સવાલ- શું તમે આજે પણ સૂત્રના સંપર્કમાં છો? જવાબ- હાં
પ્રશ્ન - આ સ્ટોરી વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત કરી ત્યારે તમને દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. શું તમને આવું થશે તેવી અપેક્ષા હતી?
જવાબ- મને 5 કલાકની નોટિસ પર આવું કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ બાબતને મારી તે સ્ટોરી સાથે કોઈ લેવા દેવા નહોતી. મેં તો તે તે સમયે લખ્યું પણ નહોતું. આવું મારી અન્ય સ્ટોરીના કારણે થયું હતું. જેમાં મેં ઘણા સૈન્ય અધિકારીઓને ટાંકીને લખ્યું હતું કે, તેઓ ઈન્દિરા ગાંધીના કટોકટી લાદવાના નિર્ણયથી ખુશ નથી. નોટિસ વિના જ મારી ધરપકડ કરવામાં આવી હતી. 5 કલાક પછી મને યુએસ એમ્બેસીના અધિકારીઓ એરપોર્ટ પર લઈ ગયા હતા. ઇમિગ્રેશન અધિકારીએ મારી નોટબોક્સ જપ્ત કરી લીધી હતી. જે મહિનાઓ બાદ પરત કરી હતી. મને બેન્કોક જતા પ્લેનમાં બેસાડી દેવાયો હતો. ત્યાં હું હોટલના રૂમમાં રોકાયો હતો. જ્યાં મેં લાફાની ઘટનાની સ્ટોરી લખી હતી.
સવાલ- ત્યારબાદ તમારી ઇન્દિરા કે તેના પરિવાર સાથે મુલાકાત થઈ?
જવાબ- કટોકટી બાદ મોરારજી દેસાઇએ વડા પ્રધાન બનતાંની સાથે જ મને અને બ્રિટીશ પત્રકારને પાછા બોલાવ્યા હતા. હું તે સમયે ઇન્દિરા ગાંધીને પણ મળ્યો હતો. પરંતુ મેં તેમને કહ્યું નહીં કે મેં તે સ્ટોરી લખી હતી. પરંતુ અન્ય એક પાર્ટીમાં રાજીવ ગાંધી અને તેમની પત્ની સોનિયા આવ્યા હતા. જ્યાં તે સ્ટોરી મેં લખી હોવાની વાત બધાની વચ્ચે કહેવામાં આવી હતી. તે સમયે રાજીવ મારી તરફ જોઈ હસવા લાગ્યા હતા. તેમણે કંઈ કહ્યું નહોતું. સોનિયા નારાજ દેખાઈ રહી હતી. પરંતુ તેમણે પણ મને કંઈ નહોતું કહ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર