Home /News /national-international /

પુણ્યતિથિ: માધુરી નહીં પરંતુ સૌથી પહેલા આ વિદેશી મેડમ પર ફિદા થયા હતા ફિદા હુસેન

પુણ્યતિથિ: માધુરી નહીં પરંતુ સૌથી પહેલા આ વિદેશી મેડમ પર ફિદા થયા હતા ફિદા હુસેન

મકબૂલ ફીદા હુસૈનની ફાઇલ તસવીર

આ પ્રેમને લઇને તેઓ એટલી હદે ડૂબી ગયા હતા કે તેની સાથે લગ્ન કરવાની પણ તૈયારીઓ પણ કરી લીધી હતી. એ તો છેલ્લી ઘડીએ તે છોકરીનું મન બદલી ગયું. નહીં તો હુસેનના જીવનની કહાનીમાં કંઇક અલગ જ વળાંક આવ્યો હોત.

  દેશના જાણીતા પેન્ટર મકબૂલ ફિદા હુસેન (M.F.Hussain) રોમાની રંગીલા મિજાજના વ્યક્તિ હતા. એક વખત તો તેઓ ચેકોસ્લોવાકિયામાં એક પોતાનાથી અડધી ઉંમરની વિદેશી છોકરીને દિલ આપી બેઠા હતા. પોતાના આ પ્રેમને લઇને તેઓ એટલી હદે ડૂબી ગયા હતા કે તેની સાથે લગ્ન કરવાની પણ તૈયારીઓ પણ કરી લીધી હતી. એ તો છેલ્લી ઘડીએ તે છોકરીનું મન બદલી ગયું. નહીં તો હુસેનના જીવનની કહાનીમાં કંઇક અલગ જ વળાંક આવ્યો હોત.


  એમ એફ હુસેન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું નિધન થઇ ચૂક્યુ છે. તેઓ 95 વર્ષ સુધી જીવ્યા અને 9 જૂન, 2011માં તેમનું લંડનમાં નિધન (M.F. Hussain Death) થયું હતું. સુંદર મહિલાઓની આસપાસ રહેવું તેમની કમજોરીમાં સામેલ હતું. સફેદ દાઢી અને રેશમી સફેદ વાળ વાળા મકબૂલ ફિદા હુસેનની વિદેશી યુવતીઓ સાથે પ્રેમ કહાની તો કંઇક એવી હતી કે તેમના પરીવારમાં તોફાન આવી ગયું હતું. કારણ કે તેમણે પોતાના પરીવારને પણ કહી દીધું હતું કે તે આ છોકરી સાથે જ લગ્ન કરવા જઇ રહ્યા છે.


  મકબૂલ 50ના દાયકા સુધીમાં ફેમસ થઇ ચૂક્યા હતા. સંઘર્ષ અને મુશ્કેલીઓ ભર્યા તેમના દિવસો લગભગ પૂરા થઇ ગયા હતા. તેઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઓળખાવા લાગ્યા હતા. યુરોપમાં તેમની પેઇન્ટિંગ્સ ઘણી વખાણાઇ રહી હતી.


  સાંજના સમયે સુંદર યુવતી પેઇન્ટિંગ્સ જોવા આવી


  1956માં તેઓ ચેકોસ્લોવાકિયામાં હતા. પ્રાગમાં તેમની 34 પેઇન્ટિંગ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. એક સાંજે જ્યારે ગેલેરી લગભગ ખાલી જ હતી. તેને બંધ કરવાનો સમય થઇ રહ્યો હતો. ત્યારે ત્યાં એક સુંદર યુવતી આવી. તે ધ્યાનથી બધી પેઇન્ટિંગ્સ મંત્રમુગ્ધ બનીને નિહાળી રહી હતી.


  બધી પેઇન્ટિંગ્સ તે છોકરીને ઉપહારમાં આપી દીધી


  મકબૂલે થોડી વાર તેને જોઇ. પછી તેની પાસે ગયા. તેને પૂછ્યું શું આ પેઇન્ટિંગ તેને પસંદ આવી. તો તે યુવતીએ હસીને હા પાડી. જવાબ આપ્યો કે- આ સાચે જ ખૂબ સુંદર છે. હુસૈને તરત જ પોતાની તમામ પેઇન્ટિંગ્સ તેને ભેટ સ્વરૂપે આપી દીધી. તે યુવતી આશ્ચર્ય ચકિત થઇ ગઇ. બીજા દિવસે તેણે ફરી તે જ સમયે આવવાનું વચન આપ્યું.


  તે મારિયા હતી, જેણે તેમના ગળા પર કર્યુ હતું ચુંબન


  તે મારિયા ઝોરાકોવા હતી. દિલકશ મારિયા. ઉર્જા, ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર. બીજી સાંજે ફરી આવી. મકબૂલે સ્યૂટ-ટાઇ પહેર્યા હતા. દાઢી સાફ કરાવી લીધી. મારીયા આવી, તેમને આલિંગનમાં લઇ ગાલો પર ચુંબન કર્યુ અને પછી તેમને જોઇને હસવા લાગી. પછી તેણે કહ્યું કે, તમે આમ કરીને કોઇનું પણ દિલ જીતી શકો છો. પરંતુ મને તો તમે દાઢીમાં જ પસંદ છો.


  8 વર્ષ બંને લિવ ઇનમાં રહ્યા


  ત્યાર બાદ મારિયા અને હુસૈન 6 વર્ષ સુધી ચેકોસ્લોવાકિયામાં મળતા રહ્યા. હુસૈને પોતાનો ભારત આવવાનો વિચાર ટાળી દીધો. તેઓ બંને લાંબા સમય સુધી ત્યાં જ રહ્યા. મારિયા તેમની સંગીની બની. બંને પ્રાગમાં એક ખુશ યુગલની જેમ હાથમાં હાથ નાખી ફરતા રહ્યા. તેમની કંપેનિયનશિપ 8 વર્ષ સુધી ચાલી. 1956થી 1964 સુધી. હુસૈન તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા.


  હુસૈને પોતાની આત્મકથા મકબૂલ ફિદા હુસૈનના લેખક વિક્રમ સિંહને કહ્યું કે, અમને એમ લાગ્યું કે અમે કોઇ સપનું જીવી રહ્યા છીએ. કરવા માટે ઘણી વાતો હતી. આ પ્રેમ ઝડપથી આવ્યો અને બંનેને શાનદાર રીતે ઝકડી લીધા. હુસૈને કહ્યું કે, તે 8 વર્ષ એમ વીત્યા જાણે 8 મિનિટ.


  બંનેએ ચર્ચમાં લગ્ન કરવાનું નક્કી કર્યુ


  આ પુસ્તકમાં કહેવાયું છે કે તે નક્કી થઇ ગયું હતું કે મારિયાની સાથે તેઓ પ્રાગમાં ચર્ચમાં લગ્ન કરી લેશે. તેમણે ભારતમાં પોતાની પત્ની ફાઝિલાને ફોન કરી અને આખી વાત કરી. તલાક આપવા માટે કહ્યું, જેથી તેઓ કૈથોલિક રીતે લગ્ન કરી શકે.


  ફાઝિલા બીબી સાથે તેમના લગ્ન 1941માં થયા હતા. તે લગ્ન તેમના પિતા અને માતાની પસંદથી થયા હતા. ફાઝિલા હુસૈનના 6 બાળકો હતા. હુસૈન મુસ્લિમ રીવાજ તરીકે 4 પત્નીઓ રાખી શકે છે પણ ફાઝિલા તલાક આપવા માટે રાજી થઇ ગઇ.


  હુસૈન લગ્નના કપડા ખરીદવા લંડન ગયા


  હુસૈન લગ્નના કપડાઓ ખરીદવા લંડન ગયા. ત્યાં તેમણે મારિયા માટે એક વોક્સ વેગન કાર બુક કરાવી. છેલ્લી ઘડીએ મારિયાનું મન બદલી ગયું. તેનું માનવું હતું કે આ લગ્ન નહીં ચાલી શકે કારણ કે બંનેના કલ્ચર અને પાયામાં ખૂબ તફાવત છે. તે ભારત આવવા પણ તૈયાર ન હતી. તેમ છતા પણ હુસૈન સાથે તેમના સંબંધો ચાલુ રહ્યા. જ્યારે મારિયાએ એક સાઇન્ટિસ્ટ જેન ડોટિયર સાથે લગ્ન કર્યા ત્યારે હુસૈન પણ તેમાં સામેલ થયા. ત્યાર બાદ જ્યારે તે ઓસ્ટ્રેલિયા જઇ રહી હતી તો હુસૈન પણ પ્રાગ ગયા જેથી કસ્ટમમાંથી તે પેઇન્ટિંગ્સને ક્લીયર કરી મોકલી શકે જે તેમણે મારિયાને ઉપહારમાં આપી હતી. તેમાં તે પેઇન્ટિંગ્સ પણ હતી જે તેમણે મારિયા સીરિઝથી પોતાના અને મારિયાના સંબંધો પર બનાવી હતી.


  તબ્બૂને લઇને પોતાની લવ સ્ટોરી પર બનાવી ફિલ્મ


  મારિયાને હુસૈન ક્યારેય ભૂલી ન શક્યા. તેમણે જ્યારે તબ્બૂને લઇને ફિલ્મ મીનાક્ષી- એ ટેલ ઓફ થ્રી સીટીઝ બનાવી તો તે પોતાની તે જ પ્રેમિકાને ધ્યાનમાં રાખીને બનાવી હતી. તેની લવસ્ટોરી તેમની પોતાની કહાની હતી. ફિલ્મ બન્યા બાદ તેમણે ઓસ્ટ્રેલિયામાં મારિયાની તપાસ કરાવી. આ આસાન તો ન હતું પરંતુ મેલબર્નમાં તે મળી ગઇ. તેઓ તેમની પાસે ગયા. ઓસ્ટ્રેલિયામાં હુસૈનની આગેવાની મારિયાની દીકરીએ કરી. બંનેએ 3 દિવસ મેલબર્નમાં સાથે વિતાવ્યા. જૂની યાદોને તાજી કરી. મારિયાએ હુસૈન માટે જમવાનું બનાવ્યું.


  પોતાની પ્રેમિકાને આપી ફિલ્મની ડીવીડી


  બંને 45 વર્ષ બાદ મળ્યા હતા. પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે કાલે જ મળ્યા છે. હુસૈને આત્મકથાના લેખકને કહ્યું કે, આ પ્લેટોનિક લવ હતો. હાં અમે સાથે હતા તેમાં નજદીકીયા પણ હતી. અમે સાથે સુતા પણ હતા. જ્યારે હુસૈન ઓસ્ટ્રેલિયાથી પરત આવી રહ્યા હતા તો મારિયાને ફિલ્મની ડીવીડી હાથમાં આપીને આવ્યા.


  મારિયાએ હુસૈનના નિધન બાદ આ અમાનત પરત કરી


  કતરે હુસૈનને નાગરિકતા આપી દીધી હતી. 2006માં તેમને દેશ છોડવો પડ્યો હતો. પરંતુ ત્યાર બાદ તેઓ ક્યારે પરત ન આવી શક્યા. 9 જૂન, 2011માં લંડનમાં તેમનું નિધન થઇ ગયું. આ સાથે ભારતના પિકાસોની કહાની ખતમ થઇ ગઇ.


  જોકે એક પેઇન્ટર તરીકે તેમની ઘણી કૃતિઓ વિશ્વભરમાં લોકોને મોહિત કરતી રહી છે. હુસૈનના નિધન બાદ મારિયાએ ફરી પોતાના દેશ ચેક રિપબ્લિક પરત ફરવાનો નિર્ણય લીધો. ત્યારે તેણે હુસૈન પાસેથી મળેલી બધી પેઇન્ટિંગ્સ તેના પરીવારને પરત કરી દીધી, જેની કિંમત કરોડોમાં હતી.


  મારિયા આરામથી તેને વહેંચીને કરોડો-અબજો રૂપિયા કમાઇ શકતી હતી. હુસૈને જેટલી પણ પેઇન્ટિંગ્સ બનાવી તે તમામના કેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિ, દેવી-દેવતા, દેશ, લોકો, પર્સનાલિટી, સરોકર, પૌરાણિક વાર્તાઓ હતી. તેમની એકમાત્ર પેઇન્ટિંગ સીરીઝ મારિયા જ હતી, જેમાં તેમણે વિદેશી કલ્ચરની ઝલક પોતાની પેઇન્ટિંગ્સમાં ઉતારી હોય.


  ઘણી બોલીવુડ એક્ટ્રેસ પણ બની પ્રેરણા


  હુસૈન રોમાની મિજાજ ધરાવતા વ્યક્તિ હતા. બાદમાં તેમનું નામ ઘણી સુંદર મહિલાઓ સાથે જોડાયું. તેમાં અમુક બોલીવુડની એ અભિનેત્રીઓ પણ હતી જેમના રૂપની દુનિયા દિવાની હતી. તેમાથી અમુકને લઇને તેમણે ફિલ્મો પણ બનાવી. જેમની તે નજીક રહ્યા તેમાં માધુરી દીક્ષીત, તબ્બૂ, અનુષ્કા, ઉર્મિલા માતોંડકર, અમૃતા રાવ અને વિદ્યા બાલન સામેલ હતી.


  67 વખત જોઇ માધુરીની ફિલ્મ


  માધુરીને લઇને તેઓ એટલા ફીદા થઇ ગયા કે તેમની ફિલ્મ હમ આપકે હૈ કોન તેમણે 67 વખત જોઇ. જ્યારે માધુરીઓ આજા નચલેથી બોલીવુડમાં ફરી એન્ટ્રી કરી તો તેમણે વર્ષ 2007માં આખું થિએટર બુક કરાવ્યું અને એકલા તે ફિલ્મ જોઇ. આ પહેલા તેઓ માધુરીને લઇને ગજગામીની પણ બનાવી ચૂક્યા હતા.


  સાથે જ ગજગામીની પર માધુરીની પેઇન્ટિંગ્સની સીરીઝ પણ બનાવી હતી. અમૃતા રાવની વિવાહ ફિલ્મ તેમણે 9 વખત જોઇ હતી. તેના પર પણ પેઇન્ટિંગ સીરિઝ બનાવી. ઇશ્કિયા જોયા બાદ તેઓ વિદ્યા બાલનના ઇશ્કમાં પડ્યા અને એક નવી ફિલ્મ બનાવવાની યોજના શરૂ કરી. જોકે મકબૂલ જેટલા રોમાની મિજાજના હતા એટલા જ વિવાદિત પણ રહ્યા હતા. બાદમાં હિંદૂ દેવી દેવતાઓ પર તેમની અમુક પેઇન્ટિંગ્સ પર એટલો વિવાદ થયો કે તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ક્યારેક સાઉદી અરબમાં રહ્યા તો ક્યારેક બ્રિટેનમાં રહ્યા.  First published:

  Tags: Love story, Maqbool Fida Hussain, માધુરી દિક્ષિત

  આગામી સમાચાર