દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં (Dehradun) આજે સવારે એક મોટો માર્ગ (Road accident in Dehradun) અકસ્માત થયો છે. દેહરાદૂન નજીક વિકાસનગરમાં (Vikasnagar accident) બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે. તેમજ 4 લોકો ઘાયલ થયા છે. જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થાનિક લોકો તેમના સ્તરેથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા યુટિલિટી વ્હીકલમાં 25 લોકો સવાર હતા. પ્રશાસન, પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માત બાયલા-બુરૈલા લિંક મોટર રોડ પર થયો હતો.
એક જ ગામના 11 લોકોના મોત
આ અકસ્માત દેહરાદૂન જિલ્લાના ચકરાતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે. SDM ચકરાતા પોલીસ અને SDRF ઘટનાસ્થળે પહોંચવાના છે. આસપાસના ગ્રામજનો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અકસ્માતન બાબતે નજીકના ગામમાં સમાચાર મળતા જ ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
બસ ઓવરલોડ હતી
જોકે અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી રહ્યો છે. પોલીસે જણાવ્યુ હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોય શકે. મીની બસમાં 25 લોકો સવાર હતા. કહેવામા આવી રહ્યું છે કે, જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં 25 જેટલા લોકો સવાર થઈ રહ્યા હતા. હાલમાં નજીકના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર