Home /News /national-international /Weather Update: દિલ્હીમાં ભારે વાવાઝોડા સાથે જોરદાર વરસાદ, વૃક્ષો પડવાને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ
Weather Update: દિલ્હીમાં ભારે વાવાઝોડા સાથે જોરદાર વરસાદ, વૃક્ષો પડવાને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ
દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
Weather Update: દિલ્હી (Delhi News)માં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ (Rain in Delhi) પણ શરૂ થયો. જેના કારણે વાતાવરણ ઠંડુ બનતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. સાથે જ વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક સર્જાયો હતો.
Weather Update: દેશની રાજધાની દિલ્હી (Delhi News)માં રવિવારની જેમ સોમવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. તે પછી જોરદાર વાવાઝોડાની સાથે ભારે વરસાદ (Rain in Delhi) શરૂ થયો. જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. સાથે જ વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
જેના કારણે રસ્તાઓ જામ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, વિજય ચોક, દિલશાદ ગાર્ડ, માલવિયા નગર, લોધી રોડ અને દિલશાદ કોલોની સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ ફિરોઝશાહ રોડ પર પણ અનેક વૃક્ષો પડી ગયા છે. ભારે ટ્રાફિક જામ છે. વાહનવ્યવહાર આગળ વધી રહ્યો નથી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હકીકતમાં, થોડા સમય પહેલા દિલ્હીના પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્ર (RWFC) એ કહ્યું હતું કે દિલ્હી સહિત તેની આસપાસના રાજ્યોમાં આગામી 2 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. તે મુજબ, આગામી 2 કલાક દરમિયાન પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન ગાજવીજ સાથે જોરદાર પવન પણ ફૂંકાશે.
વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે છે આ ઉપરાંત હરિયાણાના રોહતક, ભિવાની, ચરખી, દાદરી, માતનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, સોહાના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હોડલ અને સિકંદર રાવમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર પ્રદેશના હાથરસમાં પણ વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે.
લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જણાવી દઈએ કે ગઈકાલે સવારે સમાચાર આવ્યા હતા કે કેરળમાં ચોમાસાની શરૂઆત વચ્ચે દિલ્હીનું હવામાન પણ ખુશનુમા રહેવાનું છે. ભલે દિલ્હીમાં અત્યારે ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ પણ પડી શકે છે.
રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આકાશ સ્વચ્છ હતું, જ્યારે શનિવારે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એક દિવસ અગાઉ નોંધાયેલા તાપમાન કરતાં લગભગ એક ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર