Home /News /national-international /Russia-Ukraine war: ઘાતક મિસાઈલ Kinzhal થી યુક્રેનના ઓઈલ સ્ટોરેજને નષ્ટ કરવાનો દાવો

Russia-Ukraine war: ઘાતક મિસાઈલ Kinzhal થી યુક્રેનના ઓઈલ સ્ટોરેજને નષ્ટ કરવાનો દાવો

હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ કિંજલની ઝડપ અવાજ કરતા 10 ગણી વધુ છે. (પ્રતિકાત્મક ફોટો-ફાઈલ ફોટો)

રશિયાની 'કિંજલ' હાઈપરસોનિક મિસાઈલ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા શહેર પર ફેંકવામાં આવેલા ફેટ મેન બોમ્બ (Fat Man Bomb) કરતા 33 ગણા વધુ ન્યુક્લિયર પેલોડ લઈ જઈ શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war)નો આજે 25મો દિવસ છે અને યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવી સ્થિતિમાં રશિયાએ યુક્રેન પર હુમલો તેજ કરી દીધો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના દક્ષિણમાં તેલના ભંડારને નષ્ટ કરીને તેની સૌથી ખતરનાક મિસાઈલ કિંજલ (Kinzhal)થી ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે. રશિયાના આ દાવાથી દુનિયામાં ચિંતા વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે કિંજલ મિસાઈલ દુનિયાની સૌથી ખતરનાક મિસાઈલ છે, જે અવાજની ઝડપ કરતા 10 ગણી વધુ ઝડપથી દોડીને દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરી દે છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેણે ફરી એકવાર યુક્રેન પર નવી હાઇપરસોનિક મિસાઇલ કિંજલથી હુમલો કર્યો છે અને યુક્રેનના દક્ષિણમાં તેલના ભંડારનો નાશ કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલે યુક્રેનના સૈન્ય ઇંધણ અને લુબ્રિકન્ટ સ્ટોરેજને મોટા પ્રમાણમાં નષ્ટ કરી દીધું છે.

અવાજતી 10 ગણી વધુ ગતિ

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કિંજલ મિસાઈલને માયકોલાઈવ ક્ષેત્રના કોસ્ટ્યાન્તિનિવકામાં મોટા પ્રમાણમાં તેલના ભંડારને નષ્ટ કરવા માટે છોડવામાં આવી હતી. રશિયાએ સતત બીજા દિવસે કિંજલ મિસાઈલથી હુમલો કરવાનો દાવો કર્યો છે. કિંજલ મિસાઈલની રેન્જ 2000 કિમી છે અને તેની ઝડપ અવાજ કરતા 10 ગણી વધુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માર્ચ 2018માં કિંજલને સાર્વજનિક કરી હતી અને તેને એક આદર્શ હથિયાર ગણાવ્યું હતું.

આ પણ વાંચો- Pakistan Blast : પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝ પર સિરિયલ બ્લાસ્ટ, બેકાબૂ મિસાઈલના કારણે થયો અકસ્માત?

હાયપરસોનિક મિસાઈલ 'કિંજલ' (Kinzhal Hypersonic Missiles) અવાજની ગતિ કરતા 10 ગણી વધુ ઝડપે કોઈપણ હવાઈ સંરક્ષણ પ્રણાલીને હરાવવા સક્ષમ છે, જેનો ઉપયોગ પ્રથમ વખત યુક્રેન સામે રશિયાના યુદ્ધ (Ukraine-Russia War)માં કરવામાં આવ્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે પશ્ચિમ યુક્રેનમાં હથિયારોના ભંડારને નષ્ટ કરવા માટે મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો- રશિયાની Kinzhal Hypersonic Missiles હિરોશિમા પર પડેલા પરમાણુ બોમ્બ કરતા 33 ગણી વધુ શક્તિશાળી

તમને જણાવી દઈએ કે રશિયાની 'કિંજલ' હાઈપરસોનિક મિસાઈલ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા શહેર પર ફેંકવામાં આવેલા ફેટ મેન બોમ્બ (Fat Man Bomb) કરતા 33 ગણા વધુ ન્યુક્લિયર પેલોડ લઈ જઈ શકે છે. રશિયા જ્યારે કિંજલ મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું હતું ત્યારે તેને ગેમ ચેન્જર હોવાનું કહેવાયું હતું.
First published:

Tags: Missile, Missile Technology, Russia, Russia and Ukraine War, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia-Ukraine Conflict, Ukraine Russia War

विज्ञापन