Home /News /national-international /

સાવધાન! ભારતમાં આ વર્ષે પડશે ભયંકર જીવલેણ ગરમી, વૈજ્ઞાનિકોના સંશોધનમાં ડરાવે તેવો દાવો

સાવધાન! ભારતમાં આ વર્ષે પડશે ભયંકર જીવલેણ ગરમી, વૈજ્ઞાનિકોના સંશોધનમાં ડરાવે તેવો દાવો

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઈએ કે, 32 ડિગ્રી વેટ બલ્બનું તાપમાન કામદારો અને મજૂરો માટે અસુરક્ષિત માનવામાં આવે છે. જ્યારે તે 35 ડિગ્રી થઈ જાય છે, ત્યારે માનવ શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી

    નવી દિલ્હી : એક તરફ દેશમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે, તો બીજી તરફ આ વર્ષની ગરમી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, આ વર્ષે ભયંકર ગરમી પડશે અને દક્ષિણ એશિયાના દેશોમાં જીવલેણ લૂનો પ્રકોપ જોવા મળશે. અમેરિકા સ્થિત ઓક રિજ નેશનલ લેબોરેટરી સહિત વિવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે કે, આ વખતે કાળઝાળ ગરમીને કારણે ભારતમાં ખાધ પદાર્થ ઉત્પાદન કરતા મોટા ક્ષેત્રો પર પણ અસર પડશે. જોરદાર ગરમીને કારણે કામ કરવામાં મુશ્કેલીઓ આવશે. એટલું જ નહીં, આ વર્ષે વધુ ગરમીમાં કામ કરવું અસુરક્ષિત સાબિત થશે.

    સંશોધન મુજબ ગરમીના કારણે મહત્તમ કામ કરવામાં મુશ્કેલી પડશે તેવા સ્થળોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ સ્થાનોની સાથે, દરિયાકાંઠાના વિસ્તારોમાં કોલકાતા, મુંબઇ અને હૈદરાબાદ જેવા શહેરી વિસ્તારો પણ શામેલ છે, જ્યાં ગરમીને કારણે, કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જ્યોફિઝિક્સ રિસર્ચ લેટર જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાથી પરિસ્થિતિ વધારે ખરાબ રહેશે.

    આ પણ વાંચોમાતાની મમતા: એકના એક દીકરાએ આત્મહત્યા કરી હતી, ત્યાં જ માતાનો મૃતદેહ લટકતો મળ્યો

    આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, દર વર્ષે દક્ષિણ એશિયાના દેશોમાં સંકટ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે આ મોટા ખતરોથી બચવા માંગો છો, તો તાપમાનમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવાના પ્રયત્નો પર ભાર મૂકવો પડશે. તાપમાન નિયંત્રિત ન થાય ત્યાં સુધી આવા જોખમોથી બચી શકાશે નહીં. હાલની પરિસ્થિતિ જોતાં દક્ષિણ એશિયાના દેશોએ આજે ​​આ દિશામાં કાર્ય કરવાની જરૂર છે. આ કામમાં વિલંબ જોખમી સાબિત થઈ શકે છે.

    આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

    તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો જોખમી સાબિત થઈ શકે છે

    વૈજ્ઞાનિક સંશોધન મુજબ, આ સમયે જે પ્રકારનું તાપમાન જોવામાં આવી રહ્યું છે તે મુજબ, તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ આ વિસ્તારોમાં ગંભીર અસર પેદા કરશે, તેથી હાલના ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઝડપથી ઘટાડવાની જરૂર છે. વૈશ્વિક તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાથી દક્ષિણ એશિયામાં જીવલેણ લૂ ફૂંકાશે. તમને જણાવી દઈએ કે, 32 ડિગ્રી વેટ બલ્બનું તાપમાન કામદારો અને મજૂરો માટે અસુરક્ષિત માનવામાં આવે છે. જ્યારે તે 35 ડિગ્રી થઈ જાય છે, ત્યારે માનવ શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી અને તે ખતરનાક સાબિત થઈ જાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Heatwave, Summer, Temperature

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन