UP: રહસ્યમય તાવથી 40ના મોતનો દાવો, યોગી સરકારે મલેરિયા અધિકારીને કર્યા સસ્પેન્ડ

દર્દીઓ સાથે હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોની હાલત પણ ખતરનાક છે. જીલ્લા હોસ્પિટલ, જેમાં 350 બેડ છે, જે સંપૂર્ણ ભરાઈ ગયા છે

દર્દીઓ સાથે હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોની હાલત પણ ખતરનાક છે. જીલ્લા હોસ્પિટલ, જેમાં 350 બેડ છે, જે સંપૂર્ણ ભરાઈ ગયા છે

 • Share this:
  ઉત્તરપ્રદેશના બરેલી અને તેની આસપાસના જીલ્લામાં રહસ્યમય તાવના પ્રકોપથી 40 લોકોના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે વાસ્તવિક આંકડો 200ને પાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  રિપોર્ટ અનુસાર, એકલા બરેલી જીલ્લામાં 100થી વધારે લોકોના રહસ્યમયી તાવની ચપેટમાં થયાનું અનુમાન છે. જોકે, સ્વાસ્થ્ય વિભાગે જીલ્લામાં માત્ર 19 લોકોના મોત થયાની વાત સ્વીકારી હતી. સ્વાસ્થ્ય વિભાગ ગામોમાં કેમ્પ લગાવી દર્દીઓને સારવાર આપવાનો દાવો કરી રહી છે. વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉ અને દિલ્હીથી ડોક્ટરોની ચાર ટીમ બરેલી અને બદાયૂમાં રવાના કરી દીધી છે.

  વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યૂએચઓ) અનુસાર, પીએફ મેલેરિયાના રોગમાં સૌથી ઘાતક માનવામાં આવે છે, જે આ મેલેરિયાના લક્ષણનું 24 કલાકમાં નિદાન ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. આ બિમારીમાં માથાનો દુખાવો, ખુબ તાવ આવવો, ઠીડી લાગવી, અને પેટમાં દુખાવો થવાના લક્ષણ સામેલ છે.

  આ પણ વાંચો

  UP તંત્રનું ફરમાન - પત્રકારે હવે Whatsapp ગ્રુપની કરાવવી પડશે નોંધણી

  UP: NH-28 પર ફ્લાયઓવર ધરાશાયી, ચાર ઘાયલ, બે લોકો દટાયાની આશંકા

  સ્વાસ્થ્ય મંત્રીએ જીલ્લા મેલેરિયા અધિકારી ડો. પીકે જૈનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો છે. કહેવાય છે કે, પખવાડા વિસ્તારમાં સૌથી વધારે 40થી વધારે લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, અધિકારીની જવાબદારીમાં કેટલીક લાપરવાહી જોવા મળી છે, તેને ધ્યાનમાં લઈ આ પગલું ભરવામાં આવ્યું છે.

  દર્દીઓ સાથે હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોની હાલત પણ ખતરનાક છે. જીલ્લા હોસ્પિટલ, જેમાં 350 બેડ છે, જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. જેના કારણે દર્દીઓને ક્યાં સારવાર આપવી તે મુશ્કેલી ઉભી થઈ છે. જેથી આવા દર્દીઓને મહિલા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી રહ્યા છે.

  જીલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આશા વર્કર બહેનો દ્વારા ગામોમાં ઘરે-ઘરે જઈ આ રીતના રોગથી પીડાતા દર્દીઓનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પ્રભાવિત વિસ્તારમાં દવાના વિતરણની સુવિધા માટે સ્વાસ્થ્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  Published by:kiran mehta
  First published: