નવી કારોમાં પેસેન્જર સીટ માટે અનિવાર્ય થઇ એરબેગ, આદેશ કરાયો જાહેર

નવી કારોમાં પેસેન્જર સીટ માટે અનિવાર્ય થઇ એરબેગ, આદેશ કરાયો જાહેર

કારનું ડેશબોર્ડ મજબૂત પ્લાસ્ટિક કે વુડન મટીરિયલનું બનેલું હોવાથી ગંભીર ઇજાઓ થઇ શકે છે. આવી સ્થિતિમાં આગળ બેઠેલા બંને વ્યક્તિઓ માટે એરબેગ હોવી જરૂરી બની જાય છે

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં અત્યાર સુધીમાં કાર નિર્માણ કરતી કંપનીઓ માટે માત્ર ડ્રાઇવર સીટ પર જ એરબેગ અનિવાર્ય હતી. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે હવે પોતાની નીતિઓમાં બદલાવ કર્યો છે. હવે કારમાં ફ્રન્ટ પેસેન્જર સીટ માટે પણ એરબેગ અનિવાર્ય કરવામાં આવી છે. આ નવો નિયમ લાગૂ કરવા માટે પહેલા સરકારે 1 એપ્રિલ, 2021ની તારીખ નક્કી કરી હતી. જેને વધારીને હવે 31 ડિસેમ્બર, 2021 કરવામાં આવી છે. એટલે કે 2022ની શરૂઆતમાં બધી કાર નિર્માતા કંપનીઓએ પોતાની નવી કારમાં હવે ફ્રન્ટ પેસેન્જર સીટ પર પણ એરબેગ આપવી પડશે.

સરકાર દ્વારા નવા નિયોમો બનાવ્યા બાદ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સે આ નવો નિયમ લાગૂ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે. આપને જણાવી દઇએ કે, સરકારને આ નવો નિયમ લાગૂ કરવાની આવશ્યકતા શા માટે પડી, જ્યારે પહેલાથી જ ડ્રાઇવર સીટ માટે એરબેગ તમામ કારોમાં અનિવાર્ય કરાયેલ છે.

આ પણ વાંચો - તમારી પાસે પણ ફાટેલી નોટ હોય તો ગભરાશો નહીં, સરળતાથી બદલી શકો છો, આવી છે રીત

વધુ સુરક્ષા

કાર ચલાવતી સમયે ડ્રાઇવરનો હાથ સ્ટેરીંગ પર હોય છે, જેથી ડ્રાઇવરની પકડ મજબૂત રહે. જ્યારે એક્સિડેન્ટ સમયે પેસેન્જર સીટ પર બેઠેલ વ્યક્તિની પાસે માત્ર સીટ બેલ્ટનો જ સહારો હોય છે. અકસ્માત થવા સમયે ડ્રાઇવરનો બચાવ તો એરબેગથી થઇ જાય છે, પરંતુ બાજુમાં બેઠેલ વ્યક્તિનું માથું વિંડ શીલ્ડ સાથે ટકરાઇ જાય છે. જેથી ગંભીર ઇજાઓ પણ થઇ શકે છે. એવામાં આગળ બેઠેલા પેસેન્જર માટે પણ એરબેગ અકસ્માતમાં કારગર સાબિત થઇ શકે છે.

માથાનો બચાવ

ગંભીર અકસ્માત સમયે પેસેન્જર સીટ પર બેઠેલ વ્યક્તિનું માથું જો ડેશબોર્ડ કે કોઇ અન્ય ભાગ સાથે ટકરાય તો, ગંભીર ઇજાઓ થવાથી મોત પણ થઇ શકે છે. કારનું ડેશબોર્ડ મજબૂત પ્લાસ્ટિક કે વુડન મટીરિયલનું બનેલું હોવાથી ગંભીર ઇજાઓ થઇ શકે છે. આવી સ્થિતિમાં આગળ બેઠેલા બંને વ્યક્તિઓ માટે એરબેગ હોવી જરૂરી બની જાય છે.
First published: