હલ્દીરામના ખાવામાંથી મળી મરેલી ગરોળી, FDAએ બંધ કર્યું આઉટલેટ

પ્રતીકાત્મક તસવીર

દંપતીએ ગરોળી અંગે ફરિયાદ કરી તો આઉટલેટના સુપરવાઇઝરે ફેંકી દીધું ખાવાનું

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : બહાર ખાતાં પહેલા આપણે સૌથી પહેલા એક સારી રેસ્ટોરાંની શોધ કરીએ છીએ. તેનું કારણ હોય છે સ્વાસ્થ્યપ્રદ અને સારું ખાવાનું પરંતુ તે જ ખાવામાં ગરોળી મળે તો શું થાય. વર્ધાના એક દંપતીની સાથે કંઈક આવું જ થયું. તેઓ હલ્દીરામના આઉટલેટમાં ખાવા માટે પહોંચ્યા અને આ દરમિયાન તેઓએ વડા સાંભર ઓર્ડર કર્યો. તેમના ખાવામાં મરેલી ગરોળી જોવા મળી. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ જ્યારે તેની ફરિયાદ દંપતીએ રેસ્ટોરાંના સુપરવાઇઝરને કરી. તેણે દંપતીની મદદ કરવાને બદલે તે ખાવાનું ફેંકી દીધું. આ વાતની જાણકારી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને બુધવારે આપી.

  દંપતી હોસ્પિટલમાં દાખલ થયા

  હલ્દીરામમાં ભોજન લીધા બાદ દંપતીની તબિયત પણ થોડીક ખરાબ થઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. જરૂરી રિપોર્ટ અને તપાસ બાદ તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. જોકે, બંનેએ આ સંબંધમાં કોઈ ફરિયાદ નથી નોંધાવી અને મીડિયા સાથે આ બાબતે કોઈ વાત પણ નથી કરી.

  FDAએ બંદ કર્યું આઉટલેટ

  FDAએ તેના વિશે માહિતી મળતા હલ્દીરામના આઉટલેટ પર દરોડો પાડ્યો. FDA નાગપુરના સહાયક કમિશ્નર મિલિન્દ દેશપાંડેએ જણાવ્યું કે આ દરમિયાન અમને રેસ્ટોરાંના કિચનમાં અનેક ખામીઓ જોવા મળી, ત્યાંની બારીઓમાં જાળીઓ નહોતી. ત્યારબાદ અમે રેસ્ટોરાં અકો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યૂલેશન 2011 હેઠળ આઉટલેટને બંધ કરી દીધું છે. રેસ્ટોરાં તરફથી એક રિપોર્ટ પણ અમને આપવામાં આવ્યો છે. બીજી તરફ, હલ્દીરામના એક અધિકારીએ જણાવ્યું કે અમે દંપતીને નજીકના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાં તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા અને તેમને રજા આપવામાં આવી છે. ત્યારબાદ એક રિપોર્ટ પણ FDAને રજૂ કરવામાં આવ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: