Home /News /national-international /દારુની બંધ બોટલમાંથી દેડકો નીકળ્યો, ગ્રાહક જોઇને જ ડરી ગયો, સેલ્સમેને કહ્યું...

દારુની બંધ બોટલમાંથી દેડકો નીકળ્યો, ગ્રાહક જોઇને જ ડરી ગયો, સેલ્સમેને કહ્યું...

દારુની બંધ બોટલમાં દેડકો

Liquor Bottle: કોરબા જિલ્લામાં દારૂની બોટલમાંથી મૃત દેડકો મળી આવ્યો છે. તેનો વીડિયો પણ જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. એક ગ્રાહકે સ્થાનિક બજારમાં ચાલતી દેશી દારૂની દુકાનમાંથી દારૂ ખરીદ્યો હતો. બોટલમાં મરેલા દેડકાને જોયા બાદ ગ્રાહકે દુકાનના સેલ્સમેનને ફરિયાદ કરી, ત્યારપછી તેને બીજી નવી દારૂની બોટલ આપવામાં આવી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Chhattisgarh, India
    છત્તીસગઢના કોરબા જિલ્લામાં દારૂની બોટલમાંથી મૃત દેડકો મળી આવ્યો છે. તેનો વીડિયો પણ જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. એક ગ્રાહકે સ્થાનિક બજારમાં ચાલતી દેશી દારૂની દુકાનમાંથી દારૂ ખરીદ્યો હતો. બોટલમાં મરેલા દેડકાને જોયા બાદ ગ્રાહકે દુકાનના સેલ્સમેનને ફરિયાદ કરી, ત્યારપછી તેને બીજી નવી દારૂની બોટલ આપવામાં આવી હતી.

    જેવો વ્યક્તિ દેડકાની બોટલ સાથે દારૂની દુકાને પહોંચ્યો કે તરત જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતી. દારૂની દુકાનના સેલ્સમેન અમિત રાઠોડે જણાવ્યું હતું કે ગ્રાહકે દેશી દારૂ ખરીદ્યો હતો અને પોતાના ઘરે લઈ ગયો હતો. આ પછી તેને ગ્રાહક પાસેથી બોટલમાં મૃત દેડકા મળી આવ્યો હોવાની વાત મળી હતી.

    આ પણ વાંચોઃ ગુજરાતની ચૂંટણીની સાથે બીજા 2 રાજ્યોમાં આદિવાસી મતદારો પર ભાજપની નજર, જાણો PM મોદીની રણનીતિ

    ગ્રાહક હોશ ખોઈ બેઠો


    દારુની બોટલ ખરીદનાર વ્યક્તિ ઉતાવળમાં દુકાનમાંથી દારૂની બોટલ લઈ ગયો હતો. બાદમાં તેણે જ્યારે બોટલ જોઈ તો તેના પણ હોશ ઉડી ગયા હતા. બોટલમાં એક મૃત દેડકો હતો. ગ્રાહક અન્ય કેટલાક લોકો સાથે દારૂની દુકાને પહોંચ્યા અને દારૂની બોટલમાં દેડકો હોવાની જાણ કરી હતી.

    વેરહાઉસથી આવે છે દારુની બોટલો


    સેલ્સમેને જણાવ્ચું હતું કે દારુની બોટલો વેરહાઉસથી આવે છે.જેને સ્કેન કર્યા પછી જ ગ્રાહકોને આપવામાં આવે છે. સેલ્સમેન અમિક રાઠાડે કહ્યું હતું કે આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે. હવે સવાલ એ છે કે દારુની બંધ બોટલમાં આ દેડકો આવ્યો ક્યાંથી?

    હાલ તો દારુના ગ્રાહકીની માગ છે કે આ ઘટનાની તપાસ સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા વિભાગે કરવી જોઈએ. જો બેદરકારી હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ જેથી આવી ઘટના ફરી ના થાય.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Liquor Bottle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन