રેલેવે ક્રોસિંગ પાસેથી મળી પત્રકારની લાશ, મહિલા પોલીસ અધિકારી સામે હત્યાની FIR

મૃતક સુરજ પાંડેની ફાઇલ તસવીર

મૃતક પત્રકારનું નામ સુરજ છે, માતાએ મહિલા અધિકારી સામે આક્ષેપ કરતા કલ્પાંત કર્યો, 'મારા દીકરાને મારી નાંખ્યો'

 • Share this:
  અનુજ ગુપ્તા, ઉન્નાવ : દિવાળી પર્વના (Diwali) ટાણે જ એક પત્રકારની (Journalist) હત્યાનો મામલો (Murder) સામે આવી રહ્યો છે. હજુ તો પત્રકાર અરણબના જેલવાસના કારણે સર્જાયેલા વિવાદની શાહી સૂકાઈ નથી ત્યાં દેશમાં વધુ એક પત્રકાર સામે અત્યાચારની ઘટના સામે આવી છે. મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવનો (Unnao) છે જ્યાં ખાખી પર ગંભીર આરોપ લાગ્યો છે. અહીંયા કોતવાલી વિસ્તારમાં આવેલા એક રેલવે ક્રોસિંગ પાસેથી પત્રકાર સુરજ પાંડેની (Dead Body of Suraj Pandey) લાશ મળી આવી છે. શંકાસ્પદ સ્થિતિમાં મળી આવેલી લાશ બાદ પરિવારે મહિલા અધિકારી સુનિતા ચૌરસિયા, સિપાહીં અમરસિંહ સહિત અજાણ્યા લોકો પર સૂરજને ધાક ધમકી આપવાનો અને તેના વિરુદ્ધ ષડયંત્ર રચાયાનો આરોપ મૂક્યો છે.

  પોલીસે માતાની ફરિયાદના પગલે મહિલા અધિકારી અને કૉન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી લીધી છે. જોકે, ઉત્તર પ્રદેશમાં આ ઘટનાના કારણે એક પરિવારે પોતાનો વ્હાલસોયો ગુમાવ્યો છે. માતાએ કલ્પાંત કરતા કહ્યું હતું કે મારા દીકરાને મારી નાખ્યો છે.

  આ પણ વાંચો :  બોટાદ : મોટાભાઈએ લાકડાના ફટકા મારી નાનાભાઈની કરી હત્યા, માતાનું ધાવણ લાજ્યું!

  આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે વાઘબારશના દિવસે ગુરુવારને શંકાસ્પદ સંજોગોમાં રેલ્વે ક્રોસિંગ નજીક પત્રકારની ડેડબોડી મળી આવી હતી.. સૂરજ પાંડેની માતા લક્ષ્મી દેવીએ એફઆઈઆર નોંધાવી છે. તેમાં મહિલા નિરીક્ષક સુનિતા ચૌરસીયા, કોન્સ્ટેબલ અમરસિંહ અને અજાણ્યા સામે ગુંડાગીરી અને હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સદર કોતવાલી પોલીસે આ શખ્સો સામે એફઆઈઆર નોંધી છે. આ કેસમાં મહિલા નિરીક્ષક સુનિતા ચોરસીયા, સૈનિક અમરસિંહ અને અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, કાવતરા, ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. આજે દિવંગત પત્રકાર સૂરજ પાંડેનું અંતિમ સંસ્કાર ગંગાઘાટમાં કરવામાં આવશે.

  દારૂની ભઠ્ઠી પાછળથી લાશ મળી

  જણાવી દઈએ કે ગુરુવારે બપોરે પત્રકાર સૂરજ પાંડેની લાશ કાનપુર-લખનઉ રેલ્વે લાઇન પર ઉન્નાવ સદર કોટવાલી વિસ્તારની દારૂની ભઠ્ઠીની
  પાછળ મળી હતી. પત્રકારના શંકાસ્પદ મોતની બાતમી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને લાશનો કબજો લઈ મૃત સ્થળની તપાસ કરી હતી. મોડી રાત્રે શબપરીક્ષણ કરાયું હતું.

  આ પણ વાંચો :  મેલેનિયા Donald Trump સાથે છુટાછેડા લેશે તો તેને કેટલી સંપતિ મળશે? જાણીને ચોંકી જશો

  પોલીસ પત્રકારના શંકાસ્પદ મોતની તપાસ કરી રહી છે, પરંતુ તેમાં પોલીસ વિભાગના કર્મીઓ ખુદ આરોપી છે. આટલા મોટા સવાલમાં શું પત્રકારના મોતની નિષ્પક્ષ તપાસ શક્ય છે? બીજી તરફ સીઓ સીટી ગૌરવ ત્રિપાઠીનું કહેવું છે કે એસઆઈ સુનિતા ચોરસીયા અને કોન્સ્ટેબલ અમરસિંહ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
  Published by:Jay Mishra
  First published: