Home /News /national-international /

રેલી સામે ઝાંખી પડી CRPF ઈન્સ્પેક્ટરની શહાદત! ફુલ ચઢાવવા પણ ન પહોંચ્યા કોઈ નેતા

રેલી સામે ઝાંખી પડી CRPF ઈન્સ્પેક્ટરની શહાદત! ફુલ ચઢાવવા પણ ન પહોંચ્યા કોઈ નેતા

શહીદને સલામી આપતી પટનાની એસએસપી

બિહાર રાજ્યના સત્તાધારી પાર્ટીના કોઈ પણ નેતા શહીદને પુષ્પાંજલિ અર્પવા નહોતા પહોંચ્યા

    જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા સીઆરપીએફના ઇન્સ્પેક્ટર પિન્ટૂ સિંહના પાર્થિવદેહ રવિવારે પટના પહોંચ્યો. પટના એરપોર્ટ પર પિન્ટૂ સિંહનો પાર્થિવદેહ સવારે 8:15 વાગ્યે લાવવામાં આવ્યો પરંતુ આ દરમિયાન સત્તાધારી પાર્ટીના કોઈ પણ નેતા શહીદને પુષ્પાંજલિ અર્પવા નહોતા પહોંચ્યા.

    પટના એરપોર્ટ પર શહીદ પિન્ટૂ સિંહને એસએસપી ગરિમા મલિમ સહિત સીઆરપીએફના અન્ય મોટા અધિકારીઓએ શ્રદ્ધાંજલિ અર્પી, ત્યારબાદ તેમના પાર્થિવદેહને હેલિકોપ્ટરથી તેમના ગામ બેગૂસરાય મોકલવામાં આવ્યો. પટના એરપોર્ટ પર શહીદના પાર્થિવદેશને શ્રદ્ધાંજલિ આપવા માટે ન તો મુખ્યમંત્રી અને ન તો તેમની કેબિનેટના કોઈ સહયોગી હાજર રહ્યા. વિપક્ષના કેમ્પમાંથી પણ કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝાને છોડીને કોઈ અન્ય બીજા નેતા ત્યાં હાજર ન રહ્યા. શહીદ પિન્ટૂ સિંહના પાર્થિવદેહને લેવા તેમની બહેન અને ભાભી એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા.

    સીઆરપીએફના ઇન્સ્પેક્ટર પિન્ટૂ સિંહ શુક્રવારની સાંજે આતંકીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા. તેઓ મૂળે બેગૂસરાય સ્થિત બખરીના બગસર ધ્યાન ચક્કી ગામના રહેવાસી હતા. પટના એરપોર્ટથી શહીદ પિન્ટૂ કુમાર સિંહનો પાર્થિવદેહ તેમના ગામ બખરી પહોંચ્યો. બખરીમાં બેગૂસરાયના ડીએમ તથા એસપી પણ ઉપસ્થિત રહ્યા. પોતાના શહીદ સપૂતના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CRPF, Surgical strike, પુલવામા, પુલવામા એટેક, બિહાર

    આગામી સમાચાર