Home /News /national-international /

PGમાં રહેતી 29 વર્ષીય યુવતીની મળી લાશ, સુસાઇડ નોટ પર ઊભા થયા સવાલ

PGમાં રહેતી 29 વર્ષીય યુવતીની મળી લાશ, સુસાઇડ નોટ પર ઊભા થયા સવાલ

મૃતક યુવતીના શરીર પર ડૂચા ભરવા જેવા નિશાન, બોયફ્રેન્ડ સામે નોંધાયો હત્યાનો ગુનો

મૃતક યુવતીના શરીર પર ડૂચા ભરવા જેવા નિશાન, બોયફ્રેન્ડ સામે નોંધાયો હત્યાનો ગુનો

    ધર્મવીર શર્મા, ગુરુગ્રામઃ સાઇબર સિટીના પૉશ ડીએલએફ ફેઝ 3માં એમએનસી કંપનીમાં કામ કરનારી સેલ્ફ મેનેજરના સંદિગ્ધ મોત (Death)નો મામલો સામે આવ્યો છે. મૂળે, ગત 11 જુલાઈએ પોલીસ કન્ટ્રોલ રૂમને યુવતીની સાથે દુર્ઘટના થઈ હોવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ગુરુગ્રામ પોલીસ (Gurugram Police)એ જ્યારે તપાસ શરૂ કરી તો 29 વર્ષીય રિદા મંસૂર ચૌધરીની લાશ સાડીના ફંદામાં લપેટીને જમીન પર પડી હતી. પોલીસે મૃતકની બહેનની ફરિયાદ પર લાશને કબજામાં લઈ હત્યાનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

    આ મામલામાં એસીપી (ક્રાઇમ)નું માનીએ તો મૃતકાના સાથી હબીબની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૂળે પોલીસ મામલાની તપાસમાં લાગી છે. ઉત્તર પ્રદેશની રહેનારી 29 વર્ષીય રિદા મંસૂર ચૌધરી ડીએલએફ ફેઝ 3ના પીજીમાં રહેતી હતી અને ગોલ્ફ કોર્સ રોડ પર કોઈ એમએનસીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરી રહી હતી.

    આ પણ વાંચો, કેરળના પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું શું છે રહસ્ય? અત્યાર સુધી કેમ ખોલી નથી શકાયો?

    શરીર પર બાઇટના નિશાન

    પોલીસનું માનીએ તો મૃતકા નોકરીની શોધમાં હતી અને હાલ પીજીમાં રહેતી હતી. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, મૃતકાનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરનું માનીએ તો પ્રારંભિક રીતે મૃતકાના મોતનું કારણ શ્વાસ રુંધાવાના કારણે થયું છે. આ ઉપરાંત મૃતકાના શરીર પર ઈજા અને બાઇટ (ડૂચો ભરવા) જેવા નિશાન પણ મળી આવ્યા છે.

    આ પણ વાંચો, જમાઈના સ્વાગતમાં સાસુએ પીરસી 67 વ્યંજનોની થાળી, જોઈને ઊડી જશે હોશ


    બહેનની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધાયો : રિદાની બહેને આ સંબંધમાં હબીબ ઉર્ફ વિવાન નામના યુવક પર ખૂન કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે જે સુસાઇડ નોટની વાત કરવામાં આવી રહી છે, તે રિદાની રાઇટિંગમાં નથી. આ કેસમાં હબીબની વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Crime Report, આત્મહત્યા, પોલીસ, મોત, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन