Home /News /national-international /

War Effect : યુક્રેનના બંકરોમાં સડતા રશિયન સૈનિકોના મૃતદેહો, પક્ષીઓ સૈનિકોની આંખો ખાઇ રહ્યા છે

War Effect : યુક્રેનના બંકરોમાં સડતા રશિયન સૈનિકોના મૃતદેહો, પક્ષીઓ સૈનિકોની આંખો ખાઇ રહ્યા છે

યુક્રેનમાં બંકરોમાં રશિયન સૈનિકોના મૃતદેહ સડી રહ્યા છે

Russia-Ukraine War: ખાર્કિવની બહાર ભીષણ યુદ્ધ પછી નરસંહારના ભયાનક દ્રશ્ય વિશે જણાવવામાં આવ્યુ છે. રિપોર્ટ અનુસાર ત્રણ દિવસની લડાઈ બાદ માલા રોહનને યુક્રેન પોતાના કબજામાં લેવામાં આવ્યુ છે. અહીં ખાડામાં પડેલા મૃતદેહો જોઈ શકાય છે.

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને (Russia-Ukraine War) 50 દિવસ થઈ ગયા છે. હજુ સુધી આ લડાઈ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. રશિયન સેનાના નવા કમાન્ડર મળ્યા બાદ હવે પૂર્વી યુક્રેનમાં વધુ ગંભીર હુમલા થવાની ભીતિ છે. યુક્રેનના કેટલાક વિસ્તારોમાંથી રશિયન સૈનિકો હટી રહ્યા છે અને યુક્રેનિયન સૈનિકો તેમની પોઝીશન પર પાછા ફરી રહ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની લાશો બંકરોમાં સડી રહી છે.

    'ધ સન' ખાર્કિવની બહાર ભયાનક યુદ્ધ પછી હત્યાકાંડના ભયાનક દ્રશ્ય વિશે અહેવાલ આપે છે. રિપોર્ટ અનુસાર ત્રણ દિવસની લડાઈ બાદ માલા રોહનને યુક્રેને પોતાના કબજામાં લઇ લીધુ છે. અહીં ખાડામાં પડેલા મૃતદેહો જોઈ શકાય છે. ડઝનેક રશિયન સૈનિકો અહીં T-22 ટેન્કમાં આવ્યા અને ખાર્કિવથી બે માઈલ દૂર બીજા યુક્રેનિયન શહેર પર બોમ્બમારો કર્યો.

    'ધ સન'ને આ જગ્યાએથી સૈનિકો દ્વારા છોડવામાં આવેલી દારૂની બોટલો મળી આવી હતી. લગભગ એક માઈલ સુધી, યુદ્ધના અવશેષો વિખેરાયેલા જોવા મળ્યા જેમાં રશિયન ગણવેશ, ખાલી રોકેટ ટ્યુબ અને ફાયરિંગ ગ્રેનેડનો સમાવેશ થાય છે. યુક્રેનિયનો કહે છે કે કોઈ પણ રશિયન યુદ્ધમાં બચી શક્યા નથી, અને વિખરાયેવ કાટમાળ આ વાતનું સાક્ષી છે કે તેઓ કેવી રીતે મૃત્યુ પામ્યા. અન્ય મોટા બંકરો, જે કદાચ કમાન્ડ પોસ્ટ્સ હતા, રેતીની થેલીઓની દિવાલોથી ઢંકાયેલા મળ્યા હતા.

    આ પણ વાંચો - Corona ને કારણે મોતનો દર નબળો પડી રહ્યો છે! WHOએ આપ્યા રાહતના સમાચાર, પણ કર્યા એલર્ટ

    પ્રાણીઓને ગોળી મારી દીધી


    રશિયન સૈનિકોએ 26 ફેબ્રુઆરીએ માલા રોહનને પોતાના કબજામાં લીધું. તેઓ લગભગ એક મહિના સુધી અહીં રહ્યા અને યુક્રેનના જોરદાર વળતા હુમલા બાદ પીછેહઠ કરવી પડી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ નજીકની ફર્નિચર ફેક્ટરીમાં લૂંટ ચલાવી હતી અને કાર્પેટમાંથી તેમના બંકરો બનાવ્યા હતા. ખેડૂત ઝ્લોબિના લુબોવે (62) જણાવ્યું હતું કે સૈનિકોએ તેમનો ખોરાક ચોરી લીધો અને તેમના સેંકડો પ્રાણીઓને ગોળી મારી દીધી.

    આ પણ વાંચો - JNU Violence Incident: ટુકડે-ટુકડે ગેંગના નિવેદન પર, JNU ના VCએ કહી આ મોટી વાત...

    વિસ્ફોટ પછી મોટાભાગની છતને નુકસાન થયું હતું, કેટલાક મૃત રશિયન સૈનિકો તેની નીચે દટાયેલા હતા. એક સૈનિકનો મૃતદેહ જોવા મળ્યો જેનો ફક્ત ચહેરો જ દેખાઇ રહ્યો હતો. તેની આંખોને પક્ષીઓ ખાઇ ગયા હતા.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Russia and Ukraine War, Ukraine crisis

    આગામી સમાચાર