મહિલાએ નાની ઉંમરના પુત્ર સાથે કર્યો આપત્તિજનક ડાન્સ, Viral Videoના પગલે મહિલા આયોગ હરકતમાં

દિલ્હી મહિલા આયોગે સગીર પુત્ર સાથે આપત્તિજનક વીડિયો બનાવવાના મુદ્દે મહિલા પર કાર્યવાહી કરવાની નોટિસ દિલ્હી પોલીસને આપી

Delhi Commission for Women: વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે મહિલા નાના બાળક સાથે આપત્તિજનક ડાન્સ કરી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social Media) પર લોકપ્રિયતા હાસલ કરવા માટે એક મહિલાએ (Woman) તમામ મર્યાદાઓ પાર કરી છે. મહિલાએ એક એવો વીડિયો બનાવીને અપલોડ કર્યો છે કે જેના કારણે મહિલા આયોગ હરકતમાં આવી ગયું છે. પોતાના જ નાની ઉંમરના (Mother Son) પુત્ર સાથે આપત્તજિનક ડાન્સ (Dance) કરનાર મહિલા સામે પગલાં ભરવાની નોટિસ મહિલા આયોગે મોકલી છે.

  હકિકતમાં ઇન્સ્ટાગ્રામમાં (Instagram) 1.60 લાખ ફૉલૉવર્સ ધરાવતી મહિલાએ નોટિસ મોકલી અને એફઆઈર નોંધવાનું કહ્યું છે. મહિલા આયોગનું કહેવું છે કે આ વીડિયોમાં એક મહિલા પોતાના નાની ઉંમરના બાળક સાથે આપત્તિજનક હાલતમાં ડાન્સ કરી રહી છે અને આ વીડિયો મહિલાઓના વસ્તુકરણનો સંદેશો આપી રહી છે.

  આ પ્રકારના વીડિયો તૈયાર કરી અને બાળકોને ખોટા પ્રકારની શિક્ષા મળે તેવું આ વીડિયો પરથી જોવા મળી રરહ્યું છે. આયોગનું કહેવું છે કે આગળ જઈને આ વીડિયો સમાજમાં દીકરીઓ પ્રતિ કેવી શીખ ઉભી કરશે તે સમજવું જરૂરી છે. આ વીડિયો આગળ જતા અપરાધિક માનસિકતા સર્જી શકે છે.  વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક નાનો દકીરો તેની માતા સાથે અશ્લીલ હરકત કરતા એક્ટિંગ કરી રહ્યો છે અને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયા બાદ આ વીડિયોને ડિલિટ કરી દેવામાં આવ્યો છે.

  આ મહિલાના ઇન્સ્ટાગ્રામ પર 1.60 લાખ ફોલોવર્સ છે. વીડિયોને અંગે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા બાદ મહિલાએ આ વીડિયો તો ડિલિટ કરી નાખ્યો છે પરંતુ આ પ્રકારની સોશિયલ ઈમેજના કારણે દિલ્હીનું મહિલા આયોગ નારાજ થયું છે.
  Published by:Jay Mishra
  First published: