Home /News /national-international /

સ્વાતિ માલીવાલે કર્યા પારણા, પીએમ મોદીને આપ્યો હતો મોટો પડકાર

સ્વાતિ માલીવાલે કર્યા પારણા, પીએમ મોદીને આપ્યો હતો મોટો પડકાર

    બાળકીઓ પર બળાત્કારની સજાની માગ પર ઉપવાસ પર બેઠેલા દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ રવિવારે બપોરે બે વાગે પારણા કર્યા હતાં .

    તેમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે બધી માગો કેન્દ્ર સરકારે માની લીધી છે. તેમણે કેબિનેટની પહેલ પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    સ્વાતી માલીવાલે કહ્યું કે, "મને કેન્દ્ર સરકારે જે કાયદો પાસ કર્યો છે તેની કોપી મળી છે. નાની બાળકીઓના બળાત્કારીઓને ફાંસી આપવામાં આવશે. હું પીએમની આભારી છું કે તેમણે આ જીદ્દી છોકરીની વાત માની લીધી છે. તેમણે દેશ હિતમાં આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કદાચ જ કોઇ આંદોલનને આટલા ઓછા સમયમાં જીત મળી હશે, આ આખા દેશની જીત છે. જે નિર્ણય લેવાયો છે તે ત્રણ મહિનામાં પુરો નહીં થાય તો આનાથી મોટું આંદોલન કરીશું."



    સ્વાતિ માલીવાલ અંગેની 10 વાતો
    1. આર્મી ઓફિસરની દીકરી સ્વાતિએ HCLની કોર્પોરેટ જોબ છોડીને સામાજિક કાર્યમાં રસ દાખવ્યો છે.
    2. 8 મહિનાની બાળકી પર થયેલા બળાત્કારની ઘટના પછી તેમણે એકલે હાથે જાન્યુઆરી 2018મા #RapeRoko અભિયાન શરુ કર્યું હતું.
    3. સ્વાતિ હાલમાં અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર હતા. તેની માગ હતી કે વડાપ્રધાન બળાત્કાર ભોગ બનેલી પીડિતાને ન્યાય આપે. આરોપીઓને જલદી સજા થાય.


    4. #RapeRoko ઝુંબેશ માટે સંસદ પાસે જ્યારે તેમણે રેલી કાઢી હતી ત્યારે પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી જેમાં ઈજા પણ થઇ હતી.
    5. તે દિલ્હી મહિલા આયોગના સૌથી યુવા અધ્યક્ષ છે.
    6. સ્વાતિ અધ્યક્ષ બન્યા પછી તેમણે મહિલાઓની કલ્યાણ માટે 12,000 કેસ કર્યા છે.
    7. શરૂઆતના દિવસોમાં સ્વાતિના મોટા પડકારોમાંનું એક તેમણે જી.બી. રોડના વેશ્યાગૃહને બંધ કરાવ્યું હતું.
    8. સ્વાતીએ જન લોકપાલ બિલ પાસ કરાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે વિવિધ RTI ઝુંબેશોનું નેતૃત્વ કર્યું હતું
    9. સ્વાતિ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન કોર કમિટીના સૌથી યુવા સભ્યોમાંથી એક હતા, આ ગ્રુપમાંથી AAP પાર્ટી બની હતી.
    10. તેમના ઉપવાસ કરવાનો અને આ પ્રકારના અભિયાન ચલાવવાનો મુખ્ય અને એકમાત્ર હેતુ મહિલાઓ માટે હકારાત્મક પરિવર્તન છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor rape, બળાત્કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन