Home /News /national-international /સ્વાતિ માલીવાલને કાર ડ્રાઈવરે ઢસેડવાનો વીડિયો ફેક સ્ટિંગ? DCW ચીફે કહ્યું- BJP મારા વિશે ગંદી વાત કરી રહી છે...
સ્વાતિ માલીવાલને કાર ડ્રાઈવરે ઢસેડવાનો વીડિયો ફેક સ્ટિંગ? DCW ચીફે કહ્યું- BJP મારા વિશે ગંદી વાત કરી રહી છે...
સ્વાતિ માલીવાલ
આ મામલાને લઈને બીજેપી નેતા શાઝિયા ઈલ્મીએ ટ્વીટ કર્યું હતું કે માલીવાલના 'ડ્રામા'નો પર્દાફાશ થઈ ગયો છે. તેણીએ પૂછ્યું હતું કે "આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસને બદનામ કરવા માટે નાટક કર્યું અને તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ના વડા સ્વાતિ માલીવાલના છેડતીના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને નાટક અને કાવતરું ગણાવ્યું હતું. હવે સ્વાતિ માલીવાલે આનો જોરદાર જવાબ આપ્યો છે અને આવા નિવેદન આપનારા નેતાઓને ઠપકો આપ્યો છે. વાસ્તવમાં, ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે, તેમણે જેના પર આરોપ લગાવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય છે.
સ્વાતિ માલીવાલે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'જે લોકો એવું વિચારે છે કે તેઓ મારા વિશે ખોટી અને ગંદી વાતો કરીને મને ડરાવી દેશે, હું તેમને કહી દઉં કે મેં આ નાની જીંદગીમાં મારા માથા પર કફન બાંધીને ઘણા મહાન કાર્યો કર્યા છે. મારા પર ઘણા હુમલા થયા પણ હું રોકાઈ નહીં. દરેક અત્યાચાર સાથે, મારી અંદરની આગ વધુ પ્રબળ થતી ગઈ. મારો અવાજ કોઈ દબાવી નહીં શકે, હું જીવતી રહીશ ત્યાં સુધી લડતી રહીશ."
વાસ્તવમાં, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે રાત્રે તપાસ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિએ તેમની છેડતી કરી અને તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની બહાર કારમાં 10-15 મીટર સુધી ઢસે઼ડ્યાં હતા. માલીવાલનો દાવો છે કે તેનો હાથ કારની બારીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ડ્રાઈવરે કારને આગળ ધકેલી હતી. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
ભાજપના નેતાએ સવાલો ઉઠાવ્યા હતા
આ મામલાને લઈને બીજેપી નેતા શાઝિયા ઈલ્મીએ ટ્વીટ કર્યું હતું કે માલીવાલના 'ડ્રામા'નો પર્દાફાશ થઈ ગયો છે. તેણીએ પૂછ્યું હતું કે "આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસને બદનામ કરવા માટે નાટક કર્યું અને તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. શું મહિલાઓની સુરક્ષાના ગંભીર મુદ્દા પર સસ્તી રાજનીતિ યોગ્ય છે?"
મનોજ તિવારીએ કહ્યું 'ફેક સ્ટિંગ'
બીજેપી સાંસદ મનોજ તિવારીએ પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં હરીશ ચંદ્ર સૂર્યવંશી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે પોઝ આપતા જોઈ શકાય છે. તેમણે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવા બદલ દિલ્હી પોલીસની પ્રશંસા કરી હતી પરંતુ આ કેસને 'ફેક સ્ટિંગ' ગણાવ્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર