Home /News /national-international /

Coronavirus vaccine: કોરોના સામેની લડાઇમાં વધુ એક હથિયાર, દેશમાં લાગશે સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીન

Coronavirus vaccine: કોરોના સામેની લડાઇમાં વધુ એક હથિયાર, દેશમાં લાગશે સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વિટ કરીને જાણકારી આપી કે DGCI તરફથી ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે સ્પૂતનિક લાઇટ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી દીધી (પ્રતિકાત્મક તસવીર)

Single dose Sputnik Light Covid vaccine - ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીનને (Sputnik Light COVID-19 vaccine)ઉપયોગની મંજૂરી આપી

    નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)સામે ચાલી રહેલી લડાઇમાં ઝડપથી વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દેશને એક નવું હથિયાર મળ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીનને (Sputnik Light COVID-19 vaccine)ઉપયોગની મંજૂરી આપી દીધી છે. DGCI તરફથી સ્પૂતનિક લાઇટને (Sputnik Light Single Dose vaccine) મંજૂરી મળ્યા પછી હવે ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મેળવનાર વેક્સીનની સંખ્યા નવ પર પહોંચી ગઈ છે.

    સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વિટ કરીને જાણકારી આપી

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વિટ કરીને જાણકારી આપી કે DGCI તરફથી ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે સ્પૂતનિક લાઇટ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે દેશમાં નવમી કોવિડ-19 વેક્સીન છે અને તેનાથી મહામારી સામે ચાલી રહેલી લડાઇને વધારે મજબૂતી મળશે.

    અત્યાર સુધી દેશમાં ઉપયોગ થઇ રહેલી બધી વેક્સીન ડબલ ડોઝ વાળી છે

    તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના સબ્જેક્ટ એક્સપર્ટે સિંગલ ડોઝ વાળી વેક્સીનની દેશમાં ઉપયોગ માટે ભલામણ કરી હતી. આ વેક્સીનની સૌથી ખાસ વાત એ છે કે તેનો એક ડોઝ લગાવ્યા પછી બીજા ડોઝની જરૂરિયાત રહેશે નહીં. અત્યાર સુધી દેશમાં ઉપયોગ થઇ રહેલી બધી વેક્સીન ડબલ ડોઝ વાળી છે.

    આ પણ વાંચો - Punjab Assembly Election: પંજાબમાં કોંગ્રેસના CM ઉમેદવાર તરીકે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી, રાહુલ ગાંધીએ જાહેરાત કરી

    તમને જણાવી દઈએ કે લાઇટ સિંગલ ડોઝ વાળી વેક્સીન પહેલા દેશમાં કોવિશીલ્ડ, કોવેક્સીન, કોવોવૈક્સની સાથે કોબેવૈક્સ, મોર્ડના, જોન્સન એન્ડ જોન્સન અને જી-કોવ-ડી વેક્સીનને મંજૂરી મળી ચૂકી છે. જોકે હજુ સુધી ફક્ત કોવેક્સીન, કોવિશીલ્ડ અને રશિયાની સ્પૂતનિક V નો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    90 ટકાથી વધારે લોકોને અત્યાર સુધી Covishield લગાવવામાં આવી છે

    એક રિપોર્ટ પ્રમાણે દેશમાં લગભગ 90 ટકાથી વધારે લોકોને અત્યાર સુધી Covishield લગાવવામાં આવી છે. આ પછી બીજા નંબર પર સૌથી વધારે ઉપયોગ થનારી ભારત બાયોટેકની કોવેક્સીન છે જ્યારે ત્રીજા નંબરે રશિયાની સ્પૂતનિક વી છે. કોવિન પ્લેટફોર્મના મતે 19 જાન્યુઆરી સુધી કુલ 137 કરોડ 21 લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Covid vaccine

    આગામી સમાચાર