કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશે રવિવારે પક્ષપલટા કાયદા હેઠળ 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા. કર્ણાટકમાં સોમવારે વિશ્વાસ મત પરીક્ષણ થવાનું છે.
રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડવાના બે દિવસ બાદ ગુરુવારે સ્પીકરે ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કરાર કર્યા હતા.
સ્પીકર રમેશ કુમારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે તેમની પોસ્ટના કારણે જે રીતે તેમના સહયોગી તેમની પર દબાણ કરી રહ્યા હતા જેનાથી તેઓ ડિપ્રેશનમાં આવી ગયા. રમેશ કુમારે કહ્યું કે, મેં વાયદો કર્યો હતો કે હું થોડાક દિવસમાં નિર્ણય લઈ લઈશ. હું સમયસીમાનું સન્માન કરી રહ્યો હતો. આ ડ્રામા કે હેરફેર નથી, હું સજ્જનની જેમ વ્યવહાર કરી રહ્યો છું.
#UPDATE Karnataka Speaker also disqualifies another rebel Congress MLA Shrimant Patil. Total of 14 MLAs including Roshan Baig, Anand Singh, H Vishwanath, ST Somashekhar disqualified https://t.co/pLyZJkOMiw
શું ભાજપ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહી છે, તે સવાલના જવાબમાં રમેશ કુમારે કહ્યું કે, તેમને કરવા દો. મને ચિંતા કેમ કરવી જોઈએ? પાર્ટી સૂત્રોએ શનિવારે જણાવ્યું કે જો રમેશ કુમાર સ્વેચ્છાથી સ્પીકરનું પદ ખાલી નહીં કરે તો ભાજપ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.
રમેશ કુમારને સ્પીકરનું પદ ખાલી કરવાનો સંદેશ
સૂત્રોએ જણાવ્યું કે રમેશ કુમારને બીએસ યેદિયુરપ્પાના સોમવારના વિશ્વાસ મત પુરવાર કરતાં પહેલા સ્પીકરનું પદ ખાલી કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ભાજપના એક સીનિયર નેતાએ કહ્યું કે, જો સ્પીકર જાતે રાજીનામું નહીં આપે તો અમે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. અમારો પહેલો એજન્ડા વિશ્વાસ મત જીતવો અને ફાઇનાન્સ બિલને પાસ કરાવવાનો છે. અમે સ્પીકરના જાતે રાજીનામા આપવાની રાહ જોઈશું.
નોંધનીય છે કે, બુધવાર એટલે કે 24 જુલાઈએ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ વિશ્વાસ મત પુરવાર કરશે, તેના 24 કલાકની અંદર જ સ્પીકર રમેશ કુમારે 3 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. રવિવારે તેઓએ વધુ 12 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર