Home /News /national-international /સરકારી નોકરીવાળા વરરાજા સાથે કર્યા લગ્ન, પણ બીજે જ દિવસે બેરોજગાર થઈ ગયો, આખો મામલો જાણીને કહેશો - સારું જ થયું!

સરકારી નોકરીવાળા વરરાજા સાથે કર્યા લગ્ન, પણ બીજે જ દિવસે બેરોજગાર થઈ ગયો, આખો મામલો જાણીને કહેશો - સારું જ થયું!

આજે લગ્ન અને બીજે જ દિવસે બેરોજગાર

પશ્ચિમ બંગાળમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ સરકારી નોકરીવાળા વર સાથે લગ્ન કર્યા હતા. પુત્રવધૂ ખુશીથી ઘરે આવી, પણ બીજા દિવસે છોકરો બેકાર થઈ ગયો હતો. આ ઘટનાને કારણે ચર્ચા જામી છે. ત્યારે આવો ચાલો જાણીએ કે, શા માટે આ છોકરાના લગ્નના બીજા જ દિવસે તેની નોકરી ચાલી ગઈ...

વધુ જુઓ ...
પશ્ચિમ બંગાળ: દરેક માતા પિતા ઈચ્છે છે કે, તેમની દીકરીના લગ્ન સારા ઘરમાં થાય અને છોકરો સરકારી નોકરીવાળો મળે તો તો વધુ સારું. પશ્ચિમ બંગાળના કૂચ વિહારના એક પરિવારની પણ આવી જ ઈચ્છા હતી. તેણે પોતાની દીકરીના લગ્ન એક સરકારી શિક્ષક સાથે નક્કી કર્યા હતા. પરિવારની દીકરીના લગ્ન સરકારી કર્મચારી સાથે થવાના છે. સ્વાભાવિક રીતે જ આ ઘટનાથી યુવતીના ઘરના દરેક લોકો ખૂબ જ ખુશ હતા. તેથી જ લગ્નની તૈયારીઓમાં જોરશોરથી કરવામાં આવી રહી હતી. પરંતુ એ ખુશી છોકરીના ઘરમાં લાંબો સમય ટકી ન શકી. લગ્નના બીજા દિવસે સરકારી કર્મચારીએ નોકરી ગુમાવી દીધી હતી.

લગ્ન કરનાર છોકરાનું નામ પ્રણવ રોય છે. તે જલપાઈગુડીની રાજદંગા કેન્ડા મોહમ્મદ હાઈસ્કૂલમાં 2017થી કામ કરતો હતો. આ જોઈને યુવતીના પરિવારજનોએ દીકરીના લગ્ન નક્કી કર્યા હતા. બંને પરિવારો ખૂબ ખુશ હતા. બંનેએ ગયા ગુરુવારે ધામધૂમથી લગ્ન કર્યા હતા. પ્રણવ શુક્રવારે પત્ની સાથે ઘરે પરત ફર્યા હતા, પરંતુ તે જ દિવસે કોર્ટે મોટો નિર્ણય આપીને 842 શિક્ષકોની નિમણૂકને ગેરકાયદેસર ગણાવીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે લિસ્ટ જાહેર થયું ત્યારે પ્રણવ રોયનું નામ પણ હતું. નોકરી છૂટવાના સમાચાર મળતા જ ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.'

આ પણ વાંચો: PHOTOS: આ યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા; 24 કલાકમાં તો કંટાળી ગઈ,

લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વહેવા લાગી

તો પણ ઠીક હતું, થોડી જ વારમાં પ્રણવના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી હતી. લોકો વિવિધ કોમેન્ટ કરવા લાગ્યા હતા. કોઈએ લખ્યું કે, ગુરુવારે લગ્ન થયા, શુક્રવારે નોકરી ગઈ અને શનિવારે લગ્ન તૂટી ગયા. આ ઘટના ઈતિહાસના પાનામાં લખાઈ જશે. જોકે, આ સમગ્ર ઘટના અંગે દુલ્હન કે વરરાજા બંને પક્ષમાંથી કોઈ પણ ટિપ્પણી કરવા તૈયાર નથી. નવદંપતીએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.


ત્રણ દિવસ પહેલા 842 નોકરીઓ જતી રહી

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં શિક્ષકની ભરતીમાં કૌભાંડ થયું હતું. પૈસા લઈને નોકરી અપાઈ હતી, જેના પુરાવા પણ મળ્યા હતા. આ પછી હાઈકોર્ટે તમામ નિમણૂકો રદ કરી દીધી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડના 57 અને 785 મળી કુલ 842 વ્યક્તિઓની નિમણૂંક રદ કરવા સૂચના આપવામાં આવી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, તેમાંથી કોઈ પણ શાળામાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ શાળામાં કોઈપણ વસ્તુને સ્પર્શ કરી શકશે નથી. આ કોર્ટ તેના પગારના રિફંડ મુદ્દે પછીથી નિર્ણય લેશે. કોર્ટે પૂછ્યું કે, ગ્રુપ સીના કેસમાં ભલામણ કરાયેલ કેટલા લોકોએ OMR સાથે ચેડા કર્યા છે. માત્ર પ્રણવ રોય જ નહીં, એવા ઘણા કિસ્સા છે જેમાં લગ્નના થોડા દિવસોમાં જ નોકરી જતી રહી હતી.
First published:

Tags: Job, Marriage, OMG story, Viral news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો