15 ઓગસ્ટે મળ્યો 'બેસ્ટ કોન્સ્ટેબલ'નો એવોર્ડ, એક દિવસ બાદ લાંચ લેતા ઝડપાયો

News18 Gujarati
Updated: August 17, 2019, 9:37 PM IST
15 ઓગસ્ટે મળ્યો 'બેસ્ટ કોન્સ્ટેબલ'નો એવોર્ડ, એક દિવસ બાદ લાંચ લેતા ઝડપાયો
કોન્સ્ટેબલ તિરૂપતિ

એસીબીએ તેને એક રેત ટ્રેક્ટર માલિક રમેશ પાસેથી 17000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો

  • Share this:
સ્વતંત્રતા દિવસ પર બેસ્ટ કોન્સ્ટેબલનો પુરસ્કાર પ્રાપ્ત કર્યાના એક દિવસ બાદ જ એક કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયો છે. આ મામલો તેલંગણાના મહેબૂબ નગર જીલ્લાનો છે. આ કોન્સ્ટેબલને ભ્રષ્ટાચાર એન્ટી કરપ્શન બ્યૂરો(એસીબી)એ શુક્રવારે લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ કોન્સ્ટેબલનું નામ તિરૂપતિ રેડ્ડી છે. તિરૂપતિ મહેબૂબનગર વન-ટાઉન પોલિસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ છે. એસીબીએ તેને એક રેત ટ્રેક્ટર માલિક મુદવત રમેશ પાસેથી 17000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.

એસીબી ડીએસપી એસ કૃષ્ણ ગૌડે કહ્યું કે, રેત પરિવહનનું લાયસન્સ હોવા છતાં તિરૂપતિએ રમેશ પાસેથી 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. રમેશે એસીબી અધિકારીનો સંપર્ક કર્યો, ત્યારબાદ એસીબીએ તિરૂપતિને રંગે હાથ ઝડપી પાડવા જાળ પાથરી હતી. એસીબીએ કહ્યું કે, અમારા નિર્દેશ પર, રમેશે કોન્સ્ટેબલને 17000 રૂપિયા આપ્યા, ત્યારબાદ તિરૂપતિની ધરપકડ કરવામાં આવી. તિરૂપતિને ગુરૂવારે સર્વશ્રેષ્ઠ પોલિસનો પુરસ્કાર મળ્યો હતો.

કોન્સ્ટેબલે રમેશને ધમકી આપી હતી

કોન્સ્ટેબલ તિરૂપતિએ રમેશને ધમકી પણ આપી હતી કે, જો તેણે લાંચ ન આપી તો, તેને જૂઠા કેસમાં ફસાવી દેવાશે. આ ઘટના બાદ રમેશે એસીબીમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ જાળ પાથરી કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબીએ રેડ્ડીની ધરપકડ કરી લીધી, અને એક વિશેષ કોર્ટમાં રજૂ કર્યો હતો. એક દિવસ પહેલા જ રેડ્ડીને તેના સમર્પણ અને જબરદસ્ત મહેનત માટે બેસ્ટ કોન્સ્ટેબલનો પુરસ્કાર મળ્યો હતો. તેને આ પુરસ્કાર સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન આપવામાં આવ્યો હતો.

આ પહેલા પણ થઈ ચુક્યુ છે આવુ
ગત થોડા દિવસો પહેલા જ એસીબીના અધિકારીઓએ એક મહિલા રાજસ્વ અધિકારીના ઘરેથી 93.5 લાખ રોકડ અને 400 ગ્રામ સોનુ જપ્ત કર્યું હતું. આ પહેલા બે વર્ષ પહેલા પણ આવો મામલો સામે આવ્યો હતો. તેને બે વર્ષ પહેલા સર્વશ્રેષ્ઠ તાલુકા અધિકારીનો પુરસ્કાર મળ્યો હતો. આ ઘટનામાં એક ખેડૂતની જમીનના દસ્તાવેજને ઠીક કરવાના બદલે અધિકારીના જૂનિયરને ચાર લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
First published: August 17, 2019, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading