પત્રકારે રાહુલ ગાંધીને પુછ્યું કે, કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ભાજપે કહ્યું કે, આપે ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે ભાજપ દેશભરમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી રહી છે. આપે ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે.
નવી દિલ્હી: માનહાનિના કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે. સદસ્યતા ખતમ થયા બાદ રાહુલ ગાંધી મીડિયા સામે આવ્યા હતા. રાહુલે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કેન્દ્ર પર ટાર્ગેટ કર્યો હતો. આ તમામની વચ્ચે જ્યારે એક પત્રકારે ઓબીસીનું અપમાન કરવાનો સવાલ પુછ્યો તો, રાહુલ ગાંધી પત્રકાર પર ભડકી ગયા હતા. રાહુલ ગાંધીએ પત્રકારને કહ્યું કે, જો આપ ભાજપ માટે કામ કરતા હોવ તો, ભાજપનો બૈઝ પહેરીને આવો. એટલું જ નહીં રાહુલ ગાંધીએ પત્રકારને એવું પણ કહ્યું કે, શું હવા નીકળી ગઈ? તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | "Don’t pretend to be a pressman...Kyun hawa nikal gayi?", says Congress leader Rahul Gandhi to a journalist questioning him on his conviction in 'Modi surname' case pic.twitter.com/SdaaUeraoy
પત્રકારે રાહુલ ગાંધીને પુછ્યું કે, કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ભાજપે કહ્યું કે, આપે ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે ભાજપ દેશભરમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી રહી છે. આપે ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે.
આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાઈ જુઓ, આપનો પહેલો પ્રયાસ ત્યાંથી આવ્યો, આપનો બીજો પ્રયાસ અહીંથી આવ્યો, અને હવે આપનો ત્રીજો પ્રયાસ આ બાજૂથી આવ્યો, આપ ડાયરેક્ટ ભાજપ માટે આટલા કામ કેમ કરી રહ્યા છો? પુછો. ભાજપ માટે કામ કરો, ભાજપનો બિલ્લો લગાવીને ફરો, તોયે હું જવાબ આપીશ. પ્રેસના માણસો ન બનો. શું હવા નીકળી ગઈ?
આપને જણાવી દઈએ કે, લોકસભા સચિવાલયે 24 માર્ચે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાની નોટિફિકેશન જાહેર કરી હતી. ગુજરાતની સૂરત કોર્ટ દ્વારા 2019ના માનહાનિ કેસમાં સજા સંભળાવ્ય બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર