Home /News /national-international /પીએમ મોદી પાછા ફરતા જ નવાજે પોતાના ઘરમાં કર્યું હતું દાઉદ ઇબ્રાહિમનું સ્વાગત!

પીએમ મોદી પાછા ફરતા જ નવાજે પોતાના ઘરમાં કર્યું હતું દાઉદ ઇબ્રાહિમનું સ્વાગત!

મુંબઇઃ ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. ગયા મહિને પાકિસ્તાને પીએમ નવાજ શરીફની પૌત્રીના લગ્નમાં દાઉદના આવવાનો દાવો કરાયો છે. આ દાવો એક પત્રકારે કર્યો છે. ખાસ વાત એ છે કે ઠીક એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેમાનગતિ કરી હતી. આ લગ્નમાં દાઉદની ઉપસ્થિતીથી એ સાફ થઇ ગયું છે કે નવાજ શરીફ ભારત સાથે દગો કરી રહ્યા છે.

મુંબઇઃ ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. ગયા મહિને પાકિસ્તાને પીએમ નવાજ શરીફની પૌત્રીના લગ્નમાં દાઉદના આવવાનો દાવો કરાયો છે. આ દાવો એક પત્રકારે કર્યો છે. ખાસ વાત એ છે કે ઠીક એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેમાનગતિ કરી હતી. આ લગ્નમાં દાઉદની ઉપસ્થિતીથી એ સાફ થઇ ગયું છે કે નવાજ શરીફ ભારત સાથે દગો કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મુંબઇઃ ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ મામલે સનસનીખેજ ખુલાસો
થયો છે. ગયા મહિને પાકિસ્તાને પીએમ નવાજ શરીફની પૌત્રીના
લગ્નમાં દાઉદના આવવાનો દાવો કરાયો છે. આ દાવો એક પત્રકારે કર્યો
છે. ખાસ વાત એ છે કે ઠીક એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
મહેમાનગતિ કરી હતી. આ લગ્નમાં દાઉદની ઉપસ્થિતીથી એ સાફ થઇ ગયું
છે કે નવાજ શરીફ ભારત સાથે દગો કરી રહ્યા છે.

nawaj-3

એક બાજુ ભારત સાથે સંબંધ સુધારવાની વાતો, ગરમ મુલાકાતો અને બીજી બાજુ ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મને આમંત્રણ, પાકિસ્તાનનું આ બેવડુ સ્વરૂપ બતાવે છે. અફઘાનિસ્તાનથી પાછા ફરતી વખતે અચાનક મોદીએ દોસ્તી નિભાવી હતી. અને પાકિસ્તાન ઉતર્યા હતા અને નવાજ શરીફની ખુશીઓમાં સામેલ થયા હતા. નતિની મેહરુન્નિસા ઉર્ફે માહનૂર સફદરને આર્શીવાદ આપ્યા
હતા. ગિફ્ટો પણ આપી અને ભારત પાછા ભર્યા હતા.

મુંબઇના વરિષ્ઠ પત્રકાર બલજીત પરમારનો દાવો છે કે 26 ડિસેમ્બરે
દાયકાઓથી ભારતના કાનુન સાથે મજાક કરી રહેલો અંડરવર્લ્ડ ડોન દાઉદ
ઇબ્રાહિમ લાહોર શહેરમાં હતો. અને તોનું સ્વાગત રાઇવિંડ પૈલેસમાં પણ
થયું. પરમારનો દાવો છે કે,નતિનીના લગ્નમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ
તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો. આ પાર્ટીમાં હિન્દુસ્તાનના એક
મોટા ઉદ્યોગપતિ અને મુંબઇથી પણ ઘણા લોકો પહોચ્યા હતા. આ એજ
પત્રકાર છે જે 80ના દશકામાં દુબઇમાં દાઉદને બે માર મળી ચુક્યાનો દાવો
કરે છે. દાવાને સાચો માનીએ તો નવાજ શરીફની ઇમાનદારીનો ઢોગ
ખોટો સાબિત થશે.

ઉલ્લેખનીય એ છે કે, ભારતીય ગુપ્તચર એજન્સીઓને દાઉદ ઇબ્રાહિમના ખાસ માણસ છોટા શકીલની ટેલિફોનીક વાત ટેપ કરી હતી. આ વાતથી લાગતુ હતું કે દાઉદ બહુ મોટા જલસામાં જવાનો છે. આ સમયે એવું લાગતુ હતું કે કદાચ દાઉદની જ જન્મ દિવસની પાર્ટી હશે.26 ડિસેમ્બરે જ દાઉદનો જન્મ દિવસ હતો. ગુપ્તચર એજન્સીઓને લાગ્યુ કે દાઉદની પાર્ટી માટે લોકોને આમંત્રણ અપાઇ રહ્યું છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, ક્રાઇમ, દાઉદ ઇબ્રાહિમ, દેશ વિદેશ, નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત, રાજકારણ, વિવાદ

विज्ञापन
विज्ञापन