Home /News /national-international /

ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની પર NIAની મોટી કાર્યવાહી, મુંબઈમાં 20થી વધુ જગ્યાએ દરોડા

ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની પર NIAની મોટી કાર્યવાહી, મુંબઈમાં 20થી વધુ જગ્યાએ દરોડા

આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મામલાઓની તપાસ NIAને સોંપી હતી.

Mumbai News: ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ દાઉદ સાથે જોડાયેલા હતા અને NIAએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો

    મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન (Pakistan) સ્થિત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના (Gangster Dawood Ibrahim) સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. NIAએ નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજાર અને અન્ય વિસ્તારોમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓના સ્થળો પર આ કાર્યવાહી કરી છે. ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ દાઉદ સાથે જોડાયેલા હતા અને NIAએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો. જે સંદર્ભે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી-કંપનીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. 2003માં, યુનાઈટેડ નેશન્સે 1993ના મુંબઈ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા અને તેના માથા પર 25 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે.

    NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે કેસમાં આ દરોડો પડ્યો છે, તે જ કેસમાં NCP નેતા અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે જેલમાં બંધ છે.

    આ પણ વાંચો - દહેરાદૂન-હરિદ્વાર સહિત 6 સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, રૂડકી સ્ટેશન માસ્ટરને પત્ર મળ્યો

    તમને જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મામલાઓની તપાસ NIAને સોંપી હતી.

    દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી-કંપની પર ભારતમાં ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સની દાણચોરી અને નકલી ચલણનો આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ અને ડી-કંપનીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે દોષી ઠેરવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને ડી-કંપની ઉપરાંત NIA છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી (મૃતક), દાઉદની બહેન હસીના પારકર (મૃત) સાથે સંબંધિત કેસોની પણ તપાસ કરશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dawood Ibrahim, Mumbai News

    આગામી સમાચાર