રાકેશ મારિયા ખોટું બોલે છે, D કંપનીને કસાબની સોપારી નહોતી મળી : છોટા શકીલ

News18 Gujarati
Updated: February 19, 2020, 12:52 PM IST
રાકેશ મારિયા ખોટું બોલે છે, D કંપનીને કસાબની સોપારી નહોતી મળી : છોટા શકીલ
છોટા શકીલે કહ્યું કે, રાકેશ મારિયા સાહેબ પોતાના પુસ્તકને પ્રમોટ કરીને વેચવા માટે જૂઠું બોલી રહ્યા છે

છોટા શકીલે કહ્યું કે, રાકેશ મારિયા સાહેબ પોતાના પુસ્તકને પ્રમોટ કરીને વેચવા માટે જૂઠું બોલી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ આઈપીએસ અધિકારી અને મુંબઈ પોલીસ કમિશ્નર રહી ચૂકેલા રાકેશ મારિયા (Rakesh Maria)એ પોતાના પુસ્તકમાં મુંબઈમાં થયેલા 26/11 આતંકી હુમલા (26/11 Mumbai Attack)માં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબ (Ajmal Kasab)ને લઈને મોટા ખુલાસા કર્યા છે. મારિયાએ કહ્યું છે કે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના ગેંગને અજમલ કસાબને કસ્ટડીમાં મારવાની સોપારી મળી હતી. પોલીસે તમામ પ્રયાસ કર્યા કે આતંકવાદીની વિગતો મીડિયામાં લીક ન થાય. જોકે, દાઉદના નિકટતમ છોટા શકીલ (Chhota Shakeel)એ મારિયાના આ દાવાઓનો પાયાથી છેદ ઉડાડી દીધો છે.

છોટા શકીલે રાકેશ મારિયાના પુસ્તક 'લેટ મી સે ઇટ નાઉ' (Let Me Say It Now)માં દાઉદ ઈબ્રાહિમથી જોડાયેલા દાવાઓને ખોટા ગણાવ્યા છે. News18 સાથેની વાતચીતમાં છોટા શકીલે જણાવ્યું કે પુસ્તકની પબ્લિસિટી માટે આવી વાતો ઉપજાવી કાઢવામાં આવી છે. રાકેશ મારિયાએ પોતાના પુસ્તકને પ્રમોટ કરવા અને વેચવા માટે જૂઠા તથ્ય રજૂ કર્યા છે. તેઓ દાઉદ ઈબ્રાહિમના નામનો ઉપયોગ કરી રહ્યા છે. સાચું તો એ છે કે ડી ગેંગનો અજમલ કસાબ સાથે કોઈ સંબંધ જ નહોતો. ડી ગેંગને કસાબની હત્યાની કોઈ સોપારી નહોતી મળી.

છોટા શકીલે કહ્યું કે, રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં કહ્યું છે કે કસાબને કસ્ટડીમાં મારવાની જવાબદારી દાઉદ ઈબ્રાહિમ ગેંગને આપવામાં આવી હીત. મારિયા સાહેબના આ જૂઠનો જવાબ તો મારી પાસે નથી. પરંતુ તેઓ ભાઈના નામનો ઉપયોગ કરી પોતાના પુસ્તકને પ્રમોટ કરવા માંગે છે, તો વાત અલગ છે. તેઓ પોતાના બાળકની કસમ ખાઈને બોલે કે આ વાત સાચી છે. પરંતુ જો તેઓ એવું કરે છે તો માનવા જેવી વાત છે. પરંતુ તેઓ એવું નહીં કરે. તેઓ ખોટા દાવાઓની સાથે માત્ર પુસ્તકને પ્રમોટ કરવા માંગે છે. તેનાથી આગળ મારે કંઈ કહેવું નથી.

'હિન્દુસ્તાનમાં સત્ય સૌને ખબર છે'

જ્યારે સંવાદદાતાએ સવાલ કર્યો કે રાકેશ મારિયાને અત્યારે જૂઠું બોલવાની શું જરૂર પડી? કારણ કે તેઓ તો એટલા મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. સમગ્ર કેસ તેમણે જે હેન્ડલ કર્યો હતો. કોઈ એવી ચીજ તો હશે જે કસાબે બોલી છે, જેના આધારે મારિયા આટલી મોટી વાત કહી રહ્યા છે. તેની પર છોટા શકીલે કહ્યું કે, આજે હિન્દુસ્તાનમાં કોણ જૂઠું બોલે છે, ઉપરથી લઈને નીચે સુધી...બધા જ જૂઠા છે. સત્ય સૌને ખબર છે. તમને બધું ખબર છે. તમે તો મીડિયાવાળા છો. હવે રાકેશ મારિયાએ જૂઠું બોલી દીધું તો તેમાં શું નવી વાત છે.

ડી કંપનીનો સબ્જેક્ટ નહોતો અજમલ કસાબ 

જ્યારે સંવાદદાતાએ પૂછ્યું કે તો શું તમે એવું કહેવા માંગો છો કે તમે કોઈ પણ રીતે કસાબ સાથે કનેક્ટેડ નહોતા? તેની પર છોટા શકીલે જવાબ આપ્યો કે, તે અમારો સબ્જેક્ટ જ નહોતો. તેથી અમારે આઈએસઆઈ કે કોઈ બીજું શું કામ ટાસ્ક આપે.

રાકેશ મારિયા (ડાબે), અજમલ કસાબ (વચ્ચે) અને દાઉદ ઈબ્રાહિમ (જમણે)ની ફાઇલ તસવીર

આ પણ વાંચો, રાકેશ મારિયાનો ખુલાસો : કસાબને હિન્દુ દર્શાવવા માંગતું હતું ISI, દાઉદની ગેંગને મળી હતી હત્યાની સોપારી
First published: February 19, 2020, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading