લગ્ન દરેક મહિલા માટે એક એવું સપનું હોય છે જે બાળપણથી જોવે છે. જીવનસાથી જો સારો મળી જાય તો માણસની લાઇફ સેટ થઇ જાય છે. ઘણી વખથ લોકો ખરાબ નિર્ણય લઇ લેશે. આ ચક્કરમાં ક્યારેક જીવ પણ વાત આવી જાય છે. આવી જ એક ઘટના બ્રિટનમાં સામે આવી છે. અહીં રહેતી 52 વર્ષની એક મહિલા ડોન વોકરે (Dawn Walker) ઘણી આશાથી ઉંમરના આ પડાવમાં લગ્ન કર્યા હતા. જોકે તેને અંદાજ ન હતો કે તેનો અંજામ મોત હશે. ડોનની લાશ સૂટકેસમાંથી મળી આવી હતી.
દૂલ્હનની લાશ આવી રીતે સૂટકેશમાં મળી આવતા હડકંપ મચી ગયો છે. ડોન વોકરે ગત બુધવારે 45 વર્ષના થોમસ નટ (Thomas Nutt)સાથે લગ્ન કર્યા હતા. ડોન વોકરની લાશ લગ્નન ચાર દિવસ પછી જ વેસ્ટ યોર્ક, હેલિફૈક્સના એક વિસ્તારની ઝાડીઓમાં મળી આવી હતી. જે વોકરના ઘરની પાસે જ છે. હત્યાનો આરોપ તેના પતિ થોમસ (Dawn Walker Murder)પર લાગ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસને આ મામલે હજુ વધારે માહિતી મળી નથી. હાલ પોલીસ થોમસની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. લાશની જાણકારી અજાણી વ્યક્તિએ પોલીસને ફોન કરીને આપી હતી.
વોકરની આ રીતે હત્યા થવાની સંબંધીઓ અને મિત્ર પણ ચકિત છે. તેના મતે ઘણા વર્ષોથી વોકર અને થોમસ રિલેશનમાં હતા અને જાન્યુઆરી 2020માં બંનેની સગાઇ થઇ હતી. બંને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા મહિનાથી પ્લાનિંગ કરી હતી. આખરે ગત બુધવારે રજિસ્ટ્રી ઓફિસમાં બંનેએ લગ્ન કર્યા હતા. આવામાં મિત્રો અને સંબંધીઓને સમજણ નથી પડતી કે અવું તો શું થયું કે જોકરની હત્યા થઇ.
લગ્નમાં આવેલા એક મહેમાને કહ્યું કે બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા. વોકરની એક મિત્રનું કહેવું છે કે તે સૌથી સારી હતી. જેને તમે મળી શકતા હતા. તે મિલનસાર અને ઉદાર હતી. વોકરની બહેન 49 વર્ષવી લિસા વોકર પણ અસમંજસમાં છે. લિસાએ કહ્યું કે મારી સુંદર બહેન. આમ કેમ? મારું દિલ તુટી ગયું છે. ડોન વોકરને પ્રથમ પત્નીથી 2 બાળક છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર