Home /News /national-international /દાવોસ સમિટ: ટ્રમ્પ, જિનપીંગ અને પુતિનને બરફમાં યોગ શીખવશે ભારત!

દાવોસ સમિટ: ટ્રમ્પ, જિનપીંગ અને પુતિનને બરફમાં યોગ શીખવશે ભારત!

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમનું ડેલિગેશન દાવોસ સમિટમાં બરફમાં યોગના ક્લાસ લેશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમનું ડેલિગેશન દાવોસ સમિટમાં બરફમાં યોગના ક્લાસ લેશે.

સ્વિત્ઝરલૅન્ડના શહેર દાવોસમાં 23 થી 27 જાન્યુઆરી સુધી "વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF)" સમિટનું આયોજન થવાનું છે. જેમાં ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થશે. દાવોસ સમિટમાં પીએમ મોદી યોગને પણ પ્રોમોટ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમનું ડેલિગેશન દાવોસ સમિટમાં બરફમાં યોગના ક્લાસ લેશે.

શુક્રવારે વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. "વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF)" માં ભારત આ વખતે સબળ ભૂમિકા રજુ કરવા ઈચ્છે છે. સમિટમાં દુનિયાભરમાંથી આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષો અને દુનિયાની સર્વોચ્ચ કંપનીઓના સીઈઓને "યોગ"ની તાલીમ આપવા માટે પીએમ મોદીના ડેલિગેશન સાથે 2 યોગ ટીચર પણ જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોદીના નેતૃત્વમાં યોગથી ભારતને આંતરરાષ્ટ્રીયસ્તરે નવી ઓળખ મળી હતી.

"ઈન્ડસ્ટ્રીલ પોલિસી એન્ડ પ્રોમોશન ડીપાર્ટમેન્ટ"ના વડા રમેશ અભિષેકે જણાવ્યું હતું કે, 'આ વખતની સમિટમાં અમે અમારી ઉપલબ્ધીઓને પ્રદર્શિત કરીશું. ભારતથી બે યોગ ટીચર પણ દાવોસ જઈ રહ્યા છે. અમે ત્યાં "બરફમાં યોગ" કરવાની શક્યતાઓને શોધી રહ્યા છીએ" તેમના મતે, "આ સમિટમાં ભારતીય વાનગીઓ અને ભારતીય સંસ્કૃતિનું પણ પ્રદર્શન કરવામાં આવશે."

સમિટમાં ટ્રમ્પને મળશે મોદી

દાવોસ સમિટમાં પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પણ મુલાકાત થશે. મોદી એન્ડ ટ્રમ્પ પાછલા બે વર્ષમાં સાત વખત મળી ચુક્યા છે. બંનેની પહેલી મુલાકાત વોશિંગ્ટન ડીસીમાં, બીજી મુલાકાત ‘આસિયાન’બેઠક દરમિયાન થઇ હતી. દાવોસ સમિટમાં થનારી મુલાકાત દરમિયાન બંને દેશો તેમના પરસ્પરના આર્થિક સંબંધોને મજબૂત કરવાની ઉપર ચર્ચા કરી શકે છે.

20 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ કરશે દાવોસની મુલાકાત

છેલ્લી વખત 1997માં દાવોસ સંમેલનમાં તત્કાલીન પીએમ એચ.ડી.દેવેગૌડા સામેલ થયા હતા. તેમના પછી કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં ભાગ લીધો નથી. 20 વર્ષ બાદ મોદી એવા પ્રધામંત્રી હશે જે આ સંમેલનમાં શામેલ થવા જઈ રહ્યા છે. મોદી આ સમિટમાં એક સેશન પણ સંબોધિત કરશે.

લગભગ 3000 લોકો લેશે મુલાકાત

"વર્લ્ડ ઇકોનોમિક ફોરમ"ની આ સમિટમાં લગભગ 3000 લોકો 22 થી 27 જાન્યુઆરી દરમિયાન ભાગ લેશે. આ વખતનો વિષય છે : "વિભાજિત દુનિયામાં સંયુક્ત ભવિષ્યનું સર્જન". આ વખતે દાવોસ સમિટની ચેરપરસનશિપ સાત મહિલાઓને સોંપવામાં આવી છે. જેમાં ભારતની એન્ત્રોપ્રોનિયોર અને કર્મશીલ ચેતના સિન્હા પણ શામેલ છે. વર્લ્ડ બેંક અને આઈએમએફના પધધિકારીઓ પણ તેમાં શામેલ થશે.

કોણ હશે ભારત તરફથી?

આ સંમેલનમાં ભારત તરફથી રિલાયન્સ ગ્રૂપના માલિક મુકેશ અંબાણી, ચંદા કોચર, ઉદય કોટક સહીત સંખ્યાબંધ કંપનીઓના સીઈઓ જશે. આ ઉપરાંત, નાણાં મંત્રી અરુણ જેટલી, વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ, રેલમંત્રી પિયુષ ગોયલ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્ત પણ હાજર રહે તેવી સંભાવના છે. જયારે બોલિવૂડ તરફથી શાહરુખ ખાન અને ડિરેક્ટર કરણ જૌહર પણ ભાગ લઇ શકે છે.

રઘુરામ રાજન પણ ભાગ લેશે

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને ‘ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ’ના ચીફ ક્રિસ્ટિન લાગ્રેડ પણ આ સમિટમાં ભાગ લે તેવી શક્યતાઓ છે. દુનિયાના લગભગ 40 દેશોના વડાની હાજરી પણ આ સંમેલનમાં હોઈ શકે છે.
First published:

Tags: Donald trump, Narenda Modi, Putin, ભારત, યોગ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો