હવસખોર પોલીસે અનેક મહિલાઓ સાથે આચર્યું દુષ્કર્મ, કારમાં લઈ જઇ બનાવી વાસનાનો શિકાર
london police rapist
London Police: લંડન મેટ્રોપોલિટન પોલીસ (મેટ) તરીકે કામ કરતાં 48 વર્ષીય ડેવિડ કેરિકે 18 વર્ષમાં 12 મહિલાઓ વિરુદ્ધ 49 ગુના કર્યાની કબૂલાત કરી છે કે તેણે દુષ્કર્મ કર્યા છે.
ડેવિડ કેરિક નામનો નરાધમ અત્યારે હાલ લંડનમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે સ્ત્રીઓને વાસનાનો શિકાર બનાવી છે. લંડન મેટ્રોપોલિટન પોલીસ (મેટ) તરીકે કામ કરતાં 48 વર્ષીય ડેવિડ કેરિકે 18 વર્ષમાં 12 મહિલાઓ વિરુદ્ધ 49 ગુના કર્યાની કબૂલાત કરી છે. તેણે બળાત્કાર કર્યા છે. કેરિકનો ભાંડો ઓક્ટોબર 2021માં ફૂટ્યો હતો. તેનો શિકાર બનેલી એક યુવતીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ એક પછી એક તેના ઘણા ગુના સામે આવ્યા હતા.
કેરિકના ગુના સામે લાવનાર મહિલા તેને ડેટિંગ એપ્લિકેશન ટિન્ડર પર મળી હતી. તે સમયે કેરિકે તેને પોલીસ વોરંટ કાર્ડ બતાવ્યું હતું અને વડા પ્રધાન સહિત પ્રખ્યાત લોકોને મળ્યો હોવાનો દાવો કર્યો હતો. મુલાકાતમાં તેણે પોતાના પાલતુ સાપનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેણે તે મહિલાને હોટેલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો.
આ ઘટનામાં ફરિયાદ બાદ તેને સસ્પેન્ડ કરાયો હતો. થોડા સમય પછી ઘણી પીડિત મહિલાઓ સામે આવી હતી અને કોર્ટને ડેવિડની ક્રૂરતા વિશે જણાવ્યું હતું. તેણે ઘણી મહિલાઓને બળજબરીથી કારમાં બંધ પૂરી દીધી હતી અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. વિરોધ કરનારને ઢોર માર માર્યો હતો. પોલીસ તરીકે તે પોતાના પાવરનો અમાનવીય ઉપયોગ કરતો હતો.
મહિલાઓને ઢોરની જેમ રાખતો હતો
તેણે શ્રેણીબદ્ધ મહિલાઓ પર બળાત્કાર, જાતીય હુમલો અને દુર્વ્યવહાર કર્યો હતો. તે પીડિતાઓને પોતાની વેશ્યાઓ ગણાવતો હતો. શું પહેરવું, ક્યાં સૂવું અને શું ખાવું તે પણ નક્કી કરતો હતો. કેટલીકવાર કઈ ખાવા દેતો નહોતો. તેણે પીડિતાઓ પર બીજા પુરુષો સાથે અથવા તો તેમના પોતાના બાળકો સાથે પણ વાત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
પોલીસ ઇન્ટરવ્યુમાં તે રિલેક્સ દેખાતો હતો, તેણે દાવો કર્યો હતો કે, જાતીય સંબંધો સહમતીથી બંધાયા હતા. થોડા મહિનાઓ સુધી એવું લાગતું હતું કે, પીડિતોએ કોર્ટની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે, કારણ કે કેરિકે આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે, અચાનક જ ડિસેમ્બર 2022માં તેણે મોટાભાગના ગુનાઓને સ્વીકારી લીધા હતા.
તેની સામે પહેલા પણ હુમલો, સતામણી અને ઘરેલુ દુર્વ્યવહારના કેટલાક કેસ હતા. પરંતુ તેની સામે કાર્યવાહી થઈ નહોતી. તે હર્ટફોર્ડશાયર, હેમ્પશાયર અને થેમ્સ વેલીમાં પોલીસના રડાર પર હતો. 2009, 2017 અને 2021માં તેના પર ઘણા ગુના નોંધાયા હતા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર