પિતાને અન્ય મહિલા સાથે જોઈને પુત્રીઓને આવ્યો ગુસ્સો, જાહેરમાં કરી મહિલાની પીટાઇ

યુવતીઓએ મહિલાની કરી પીટાઇ

યુવતીઓનો દાવો હતો કે કારમાં તેના પિતા છે અને તેની સાથે જે મહિલા છે તે તેમની પ્રેમિકા છે. ઘણા મહિનાથી મહિલા અને તેના પિતાનું અફેર ચાલી રહ્યું છે. જેના કારણે ઘરમાં અશાંતિનો માહોલ થઇ ગયો છે

 • Share this:
  ભીલવાડા : રાજસ્થાનના (Rajasthan)ભીલવાડા જિલ્લાના જહાજપુર ઉપખંડ ક્ષેત્રમાં રસ્તા વચ્ચે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બે યુવતીઓએ પિતાને કોઇ અન્ય મહિલા સાથે કારમાં જતા જોઈ લીધા હતા. જેથી તેઓ કાર પાસે પહોંચી ગયા હતા અને રસ્તા પર હંગામો શરૂ થઇ ગયો હતો. ગુસ્સેથી લાલ થયેલી બે પુત્રીઓએ પિતાની કથિત મહિલા મિત્રની ઘણી પીટાઇ કરી હતી. આ દરમિયાન રસ્તા પર ચક્કાજામની સ્થિતિ બની ગઈ હતી. હાઇ વોલ્ટેજ ડ્રામા પછી બંને પક્ષો સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આખી ઘટનાનો વીડિયો વાયરલ (Video viral)થઇ રહ્યો છે. વીડિયોમાં પિતા એક પુત્રીને કારથી કચડવાનો પ્રયત્ન પણ કરતા જોવા મળી રહ્યા છે.

  જાણકારી પ્રમાણે કુચલવાડા રોડ પર બે યુવતીઓ દોડીને અચાનક એક કાર સામે આવીને ઉભી રહી ગઈ હતી. આ દરમિયાન પિતા કાર રોકી રહ્યા ન હતા. કારની સ્પીડ ઘટાડી દીધી હતી. નહીંતર કોઇ મોટી દુર્ઘટના ઘટી હોત. બે પુત્રી અને લોકોએ કારને આગળ જવાથી અટકાવી દીધી હતી. યુવતીઓનો દાવો હતો કે કારમાં તેના પિતા છે અને તેની સાથે જે મહિલા છે તે તેમની પ્રેમિકા છે. ઘણા મહિનાથી મહિલા અને તેના પિતાનું અફેર ચાલી રહ્યું છે. જેના કારણે ઘરમાં અશાંતિનો માહોલ થઇ ગયો છે. આ દરમિયાન બે યુવતીઓએ કારમાંથી પોતાના પિતાને બહાર કાઢી ખરી-ખોટી સંભળાવી હતી. ઘટના ગુરુવાર સાંજની બતાવવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - યુવકમાંથી યુવતી બનવા માંગતો હતો, સેક્સ ચેન્જ કરાવવાની સર્જરી માટે પૈસા ન હતા તો કરી આત્મહત્યા

  યુવતીઓએ મહિલાની કરી પીટાઇ

  યુવતીઓએ પિતા સાથે કારમાં રહેલી મહિલાને બહાર કાઢી તેની જોરદાર પીટાઇ કરી હતી. આ દરમિયાન લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. લાગ જોઈને આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઇ ગઈ હતી. ઘટના દરમિયાન યુવતીઓએ પોતાના પિતા અને તેમની મહિલા મિત્રને ઘણા આકરા વેણ કહ્યા હતા.

  આ પણ વાંચો - સસરાએ વહુનો પકડી લીધો હાથ, પુત્રએ કુલ્હાડીના ઘા મારીને પિતાની કરી નાખી હત્યા

  સરકારી ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફીલ સજાવી

  હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)પાલમપુરમાં (Palampur Viral Video)કર્મચારીઓએ એક સરકારી કાર્યાલયમાં જોરશોરથી દારૂ પાર્ટી કરી હતી. આ કર્મચારીઓએ ટેબલ ખખડાવીને ગીત-સંગીતનો પણ ઘણો આંનદ લીધો હતો. કાર્યાલયમાં કર્મચારીઓની આ મહેફીલનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media Viral Video)ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કર્મચારીઓ દારૂ સાથે ગીત-સંગીતની મજા લેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા પછી એસડીએમ પાલમપુરે મામલાની તપાસ શરૂ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: