પુત્રીએ માતા-પિતાને ઉકાળામાં ઊંઘની ગોળીઓ પીવડાવી, રાતમાં પ્રેમી સાથે મળીને કર્યું એવું કામ કે ઉડી ગયા હોશ

પ્રતિકાત્મક તસવીર

પરિવાર દ્વારા કરાતા દુર્વ્યવહારથી પરેશાન પુત્રીએ પોતાના પ્રેમી વિનયને પોતાના ઘરમાં રાખ્યેલા રૂપિયા અને જ્વેલરી અંગે જાણકારી આપી હતી.

 • Share this:
  લખનૌઃ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાંથી (luckonw) એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં પુત્રીએ પોતાના માતા પિતાને ઉકાળામાં નશીલી દવા પીવડાવી હતી. ત્યારબાદ તેણે પોતાના દોસ્તો સાથે મળીને લાખો રૂપિયાની લૂંટ (loots) ચલાવી હતી. આ મામલાની જાણ થઈ તો તે જેલના સળિયા પાછળ પહોંચી ગઈ હતી.

  મળતી માહિતી પ્રમાણે આ મામલો ઉત્તર પ્રદેશના લખનૌના ગૌસાઈગંજ પોલીસ સ્ટેશનનો છે. અહીં રસૂલપુર ગામમાં રહેતા મનોજ કુમારે પોલીસને જાણ કરી હતી. કે તેના ઘરમાં 13 લાખ રૂપિયા રોકડા અને ત્રણ લાખ રૂપિયાના આભૂષણ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

  પોલીસે તપાસ દરમિયાન આરોપી પુત્રી અને તેના પ્રેમી સહિત બે અન્ય લોકોની અટકાયત કરી હતી. અને તેમની સાથે ચોરી કરેલી રકમ અને જ્વેલરી મળી હતી. આખી ઘટનામાં પોલીસે ખુલાસો કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

  આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સાસરીમાં જઈને જમાઈએ બધાની સામે એવું કહ્યું કે પરિણીતા સહિત આખો પરિવાર ચોંકી ગયો

  આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ

  પરિવાર દ્વારા કરાતા દુર્વ્યવહારથી પરેશાન પુત્રીએ પોતાના પ્રેમી વિનયને પોતાના ઘરમાં રાખ્યેલા રૂપિયા અને જ્વેલરી અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ વિનય શુભમ અને રંજીતની સાથે મળીને ઊંઘની ગોળીઓ પ્રેમીકા એવી પુત્રીને આપી હતી. તેમણે ચાર ચાર ટેબલેટ રાત્રે માતા-પિતાને આપવાની છે.  પુત્રીએ એવું જ કર્યું અને ઉકાળામાં ઉંઘની ગોળીઓ આપી દીધી હતી. ત્યારબાદ ભર નિદ્રામાં પોઢેલા માતા પિતાનો ફાયદો ઉપાડી ઘરમાં રાખેલા આશરે 13 લાખ રોકડા અને જ્વેલરી લઇને બંને ફરાર થઈ ગયા હતા. પોલીસે તમામની ધરપકડ કરી હતી.
  Published by:ankit patel
  First published: