Home /News /national-international /પુત્રને જોઈતી હતી સંપત્તિ, પુત્રી કરવા માંગતી હતી પ્રેમી સાથે લગ્ન, બંનેએ પિતા સામે રચ્યું આવું ષડયંત્ર

પુત્રને જોઈતી હતી સંપત્તિ, પુત્રી કરવા માંગતી હતી પ્રેમી સાથે લગ્ન, બંનેએ પિતા સામે રચ્યું આવું ષડયંત્ર

પોલીસે હત્યામાં સામેલ મૃતકના પુત્ર અને પુત્રી સહિત ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે

મૃતક સુનીલ કુમાર સંપત્તિ વેચીને પોતાના શોખ પુરા કરી રહ્યો હતો. તેમના બાળકોને આ પસંદ ન હતું. થોડા સમય પહેલા જ 6 વીઘા જમીનનો 20 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના આગ્રામાં થયેલી એક હત્યાના મામલામાં ખુલાસો કરતા પોલીસે આરોપી પુત્ર અને પુત્રીની પિતાના હત્યાના મામલે ધરપકડ કરી છે. પુત્રને પિતાની સંપત્તિ જોઈતી હતી અને પુત્રી પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. જોકે પિતા તેમના રસ્તામાં વિધ્નરૂપ બની રહ્યા હતા. જેથી બંનેએ પોતાના સાથીઓ સાથે મળીને પિતાની હત્યા કરી નાખી હતી.

આ ઘટનાને અંજામ આપવા માટે પુત્રીના પ્રેમી અને પુત્રના મિત્રએ પણ સાથ આપ્યો હતો. ચાર લોકોએ સાથી મળીને સુનીલ કુમારની બેરહમીથી પિટાઇ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોતાને બચાવવા માટે પડોશીઓ સામે કેસ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો

પોલીસને તપાસમાં માહિતી સામે આવી કે મૃતક સુનીલ કુમાર સંપત્તિ વેચીને પોતાના શોખ પુરા કરી રહ્યો હતો. તેમના બાળકોને આ પસંદ ન હતું. થોડા સમય પહેલા જ 6 વીઘા જમીનનો 20 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. જેનો વિરોધ કરતા સુનીલ કુમારે પુત્ર અનુજ અને પુત્રી અલ્પના સાથે મારપીટ કરી હતી. આ પછી બંનેએ પિતાને રસ્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. પુત્રીના પ્રેમી સંજેશ અને તેના મિત્ર મદન યાદવે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના મતે મૃતકની પત્ની આશા દેવીના નિવેદન પછી તેમના પુત્ર-પુત્રી વારદાતમાં સામેલ હોવાની વાત સામે આવી હતી.
" isDesktop="true" id="1084601" >

પોલીસે હત્યામાં સામેલ મૃતકના પુત્ર અને પુત્રી સહિત ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે અને જેલમાં મોકલી દીધા છે.
First published:

Tags: Agra, ઉત્તર પ્રદેશ, હત્યા