Home /News /national-international /પુત્રી રોહિણી લાલુને દાન કરશે કિડની, RJD વડા નવેમ્બરના આખરી સપ્તાહમાં સિંગાપોરની લેશે મુલાકાત

પુત્રી રોહિણી લાલુને દાન કરશે કિડની, RJD વડા નવેમ્બરના આખરી સપ્તાહમાં સિંગાપોરની લેશે મુલાકાત

RJDના વડા લાલુ પ્રસાદ યાદવ છેલ્લા ઘણા વર્ષોથી કિડનીની બિમારીઓ અને અન્ય બીમારીઓથી પીડિત છે.

RJDના વડા લાલુ પ્રસાદ યાદવ છેલ્લા ઘણા વર્ષોથી કિડનીની બિમારીઓ અને અન્ય બીમારીઓથી પીડિત છે. મીડિયા અહેવાલો અનુસાર, પિતાનો જીવ બચાવવા માટે તેમની સિંગાપોર સ્થિત પુત્રી રોહિણી આચાર્યએ તેમની એક કિડની દાન કરવાનો નિર્ણય છે. જે પછી હવે તેમને નવી જીંદગીની આશા મળી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ RJDના વડા લાલુ પ્રસાદ યાદવ છેલ્લા ઘણા વર્ષોથી કિડનીની બિમારીઓ અને અન્ય બીમારીઓથી પીડિત છે. મીડિયા અહેવાલો અનુસાર, પિતાનો જીવ બચાવવા માટે તેમની સિંગાપોર સ્થિત પુત્રી રોહિણી આચાર્યએ તેમની એક કિડની દાન કરવાનો નિર્ણય છે. જે પછી હવે તેમને નવી જીંદગીની આશા મળી છે.

    અહેવાલો અનુસાર, ઓક્ટોબરમાં સિંગાપોરની મુલાકાત દરમિયાન RJDના વડાને સિંગાપોરના ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપ્યા બાદ રોહિણીએ તેમની એક કિડની તેના પિતાને દાન કરવાની ઓફર કરી હતી.

    એવું જાણવામાં આવી રહ્યું છે કે લાલુ પ્રસાદ શરૂઆતમાં જીવ બચાવવા માટે તેની કિડની દાન કરવાની રોહિણીના નિર્ણયની તરફેણમાં ન હતા, પરંતુ તેના ઘણા દબાણ પછી અને પરિવારના સભ્યની કિડની લેવાથી વધતો સફળતાનો દર જાણ્યા પછી તેઓએ જીદ છોડી હતી.

    લાલુ 20-24 નવેમ્બર વચ્ચે ફરી સિંગાપોરની મુલાકાત લે તેવી શક્યતા છે જે દરમિયાન તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન કરાવે તેવી શક્યતા છે.

    લાલુની બીજી પુત્રી રોહિણી સિંગાપોરમાં રહે છે, તે તેના પિતાની કિડનીની બિમારીઓને લઈને ખૂબ જ ચિંતિત હતી અને તેમણે જ લાલુને સિંગાપોરની મુલાકાત લેવા માટે ડોકટરોની ટીમની સલાહ લીધી હતી, જેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સલાહ આપી હતી.

    લાલુ તેમની કિડનીની સમસ્યા માટે છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી AIIMSમાં સારવાર લઈ રહ્યા હતા, તેમને એઈમ્સના ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી ન હતી, પરંતુ તેમની સિંગાપોરની મુલાકાત દરમિયાન ત્યાંના ડૉક્ટરોએ તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. જેના પગલે આ મહિને તેઓનું સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન શક્ય છે.

    રોહિણી સિંગાપોરમાં રહે છે, બિહારમાં રાજકીય ઘટનાઓ પર સતત નજર રાખે છે અને તેના રાજકીય અભિપ્રાયને લોકો સુધી પહોંચાડવા અને વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય હોય છે.

    હવે તે પિતાનો જીવ બચાવવા માટે પોતાની એક કિડની દાન કરવા માટે પણ તૈયાર થઇ ગઈ છે. લાલુ યાદવ સક્રિય રાજકારણમાં લાંબા સમય સુધી પ્રભાવશાળી રહ્યાં બાદ હવે તેમના પુત્ર અખિલેશ યાદવ આરજેડીની કમાન સંભાળી રહ્યા છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन