રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાઈટ હેન્ડ ગણવામાં આવતા એલેક્ઝાન્ડર ડુગિનની દીકરી ડારિયા ડુગિનની હત્યા કરી દેવામાં આવી છે. હકીકતમાં તે પોતાની લેન્ડ ક્રૂઝર કારથી જઈ રહી હતી. આ દરમિયાન તેની કારને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી આ ઘટના Odintsovsky જિલ્લામાં આવેલા Mozhayskoye હાઈવે પર બની હતી.
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાઈટ હેન્ડ કહેવાતા એલેક્ઝાન્ડર ડુગિની દીકરી ડારિયાની હત્યા કરી દેવામાં આવી છે. પ્રાત થઈ રહેલી જાણકારી મુજબ ડારિયા ડુગિન પોતાની લેન્ડ ક્રુઝર પ્રાડો કાર દ્વારા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેની કારને મોસ્કો પાસે બ્લાસ્ટ કરી દેવાઈ હતી. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સાથે સાથે ખુદ એલેક્ઝાન્ડર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રશિયન મીડિયા મુજબ આ ઘટના મોસ્કોના Odintsovsky જિલ્લામાં બની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કારમાં એલેક્ઝાન્ડર ડુગિની દીકરી સવાર હતી.
રશિયન મીડિયાના અહેવાલો મુજબ રોડ પર જઈ રહેલી લેન્ડ ક્રુઝર પ્રાડો કારમાં અચાનક જ જોરદાર ધમકો થયો અને કારના ફુરચે-ફુરચા ઉડી ગયા. ચારે તરફ આગની લપટ ઉઠવા લાગી. કારમાં બ્લાસ્ટ થયા બાદ રોડ પરનો ટ્રાફિક એકમદ જ અટકી ગયો. સ્થળ પર અફરાતફરી મચી ગઈ અને લોકો પોતાની કાર છોડીને ભાગવા લાગ્યા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કારના ટૂકડા દૂર સુધી વિખેરાઈ ગયા. જાણકારો અનુસાર ડારિયા ડુગિનને આ વર્ષે બ્રિટેન દ્વારા જે રશિયન વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવી હતી તેમાં સામેલ કરવામાં આવી હતી. 60 વર્ષીય એલેક્ઝાન્ડર ડુગિનની દીકરી ડારિયા લેખિકા હતા. તેને પોતાના પિતાના સલાહકાર રુપે પણ જોવામાં આવતી હતી.
જ્યારે ડારિયા ડુગિના પિતા એલેક્ઝાન્ડર ડુગિન જાણીતા રશિયન રાજકીય દાર્શનિક અને વિશ્લેષક છે. એલેક્ઝાન્ડર ડુગિન અંગે કહેવામાં આવે છે કે ક્રીમિયા અને યુક્રેન યુદ્ધ પાછળ તેમનું જ ભેજુ હતુ. સાથે જ અનેકવાર પશ્ચિમી દેશોના વિશ્લેષકો દ્વારા ડુગિનને પુતિનના બ્રેન કહેવામાં આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા 2015માં અમેરિકાએ એલેક્ઝાન્ડર ડુગિન પર બિઝનેસ રિલેશન અને સંપત્તિ ફ્રિઝ કરવા સહિતના પ્રતિબંધ લગાવી દીધા હતા. એલેક્ઝાન્ડર રશિયના મુખ્ય અતિ રાષ્ટ્રવાદી વિચારક છે. તેમના વિશે કહેવાય છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ખૂબ જ નજીકના છે. મીડિયા રિપોર્ટ મુજબ હજુ સુધી રશિયન અધિકારીઓ દ્વારા આ બ્લાસ્ટ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર