Home /News /national-international /આશિકની સાથે રૂમમાં રંગરેલિયા કરતા ઝડપાઈ ગઈ પુત્રવધુ, સસરાએ બનાવ્યો વીડિયો અને યુવકને બરાબર મેથીપાક આપ્યો
આશિકની સાથે રૂમમાં રંગરેલિયા કરતા ઝડપાઈ ગઈ પુત્રવધુ, સસરાએ બનાવ્યો વીડિયો અને યુવકને બરાબર મેથીપાક આપ્યો
આશિક સાથે રંગરેલિયા કરતા ઝડપાઈ ગઈ પુત્રવધુ
Relationship:ઘરની વહુને પરિવારના લોકોએ પાડોશીની સાથે અનૈતિક સંબંધ બનાવતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે મહિલા તેના રૂમમાં તેના પ્રેમી સાથે સંબંધ બનાવી રહી હતી. આ દરમિયાન અવાજ સાંભળીને સસરા ત્યાં પહોંચ્યા અને તેમને પકડી પાડ્યા. આ ઘટના મંગળવારે મધરાતે બની હતી. સસરાએ પુત્રવધૂના રૂમમાં ઘુસીને પુત્રવધુના કારસ્તાનનો વીડિયો પણ બનાવ્યો હતો
બિહારના કટિહારમાં ઘરની વહુને પરિવારના લોકોએ પાડોશીની સાથે અનૈતિક સંબંધ બનાવતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે મહિલા તેના રૂમમાં તેના પ્રેમી સાથે સંબંધ બનાવી રહી હતી. આ દરમિયાન અવાજ સાંભળીને સસરા ત્યાં પહોંચ્યા અને તેમને પકડી પાડ્યા. આ ઘટના મંગળવારે મધરાતે બની હતી. સસરાએ પુત્રવધૂના રૂમમાં ઘુસીને પુત્રવધુના કારસ્તાનનો વીડિયો પણ બનાવ્યો હતો. જે બાદ ભારે હોબાળો થયો હતો. મહિલાનો પતિ બહાર કામ કરે છે. તે તેના સાસરિયાં સાથે રહે છે. મામલો મણિહારી પોલીસ સ્ટેશન વિસ્તારના બલદિયાબારીનો છે.
પતિની ગેરહાજરીમાં વહુ પોતાના આશિક સાથે ઝડપાઈ
મહિલાનો પતિ બહારગામ રહેતા મજૂરી કામ કરે છે. તેની ગેરહાજરીમાં તે તેના પ્રેમી સાથે સંબંધ બનાવતી વખતે પકડાઈ હતી. આ મામલે વિવાદ ઘણો વધી ગયો હતો. મહિલા સાથે ઝડપાયેલા યુવકને પણ હાથ-પગ બાંધીને બંધક બનાવ્યો હતો. આ પછી નિર્ણય માટે ગામના વડાને બોલાવવામાં આવ્યા હતા. પંચાયત બેસાડ્યા બાદ મામલો હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. યુવક દિલખુશને છોડાવવા તેના મિત્રો અને પરિવારજનો મહિલાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેને પુત્રવધુ સાથે બાંધીને રાખવામાં આવ્યો હતો. યુવકના સ્થળેથી 20 જેટલા પહોંચેલા ટોળાએ પુત્રવધુના સસરા અને વહુના સસરા અને દિયરની મારપીટ કરી ઈજા પહોંચાડી હતી. તેના પછી બંધક બનેલ યુવક દિલખુશને બાઈક પર બેસાડીને પોતાની સાથે લઈ ગયા.
અહીં ઘાયલ સસરા અને દીયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સસરાએ કહ્યું કે, ઘરની મોટી વહુ જ્યારે આ કરતૂત કરતા પકડાઈ ગઈ તો પાડોસી યુવક દિલખુશને છોડાવવા પહોંચેલા તેના પરિવાર અને મિત્રે હુમલો કર્યો હતો. આઠ લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. યુવકને ત્યાંથી છોડાવીને લઈ ગયા. આ મામલાની ફરિયાદ પર, મણિહારી પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર મનોજ કુમારની સૂચના પર, પાડોશી યુવક, તેના સંબંધીઓ, મિત્રો સહિત 8 લોકો વિરુદ્ધ બળાત્કાર સહિતની ગંભીર કલમો સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીની શોધખોળ ચાલુ છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર