મધ્યપ્રદેશ સરકારના મંત્રી ઇન્દર સિંહ પરમારની પુત્રવધૂ શાજાપુર સ્થિત તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
મધ્યપ્રદેશ સરકારના મંત્રી ઇન્દર સિંહ પરમારની પુત્રવધૂ શાજાપુર સ્થિત તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
મધ્યપ્રદેશના (Madhya Pradesh) શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારના (Inder Singh Parmar) ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશના શાળા શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારની પુત્રવધૂ સવિતા પરમારે (Savita Parmar Suicide) ગળેફાંસો ખાઈ લીધો છે. 22 વર્ષીય સવિતા પરમારનો મૃતદેહ નીચે ઉતારવામાં આવે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થયું હતું,
આ ઘટના કાલાપીપલ તહસીલના પોંચનેર ગામમાં સાંજે 7 વાગ્યે બની હતી. જોકે, મૃતક સવિતાના સંબંધીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ મામલે મંત્રીના પરિવારમાંથી કોઈ પણ બોલવાનું ટાળી રહ્યું છે, હાલ તો મંત્રી ઈન્દરસિંહ પરમારનો ફોન પણ બંધ હોવાનું કહેવાય છે, આ ઘટના બાદ પોંચાનેર ગામમાં શાંતિ છવાઈ ગઈ છે.
मध्य प्रदेश सरकार में मंत्री इंदर सिंह परमार की बहू शाजापुर स्थित उनके आवास पर फंदे से लटकी पाई गई। शव को पोस्टमार्टम के लिए भेजा जा रहा है। अधिक जानकारी की प्रतीक्षा है।
મૃતક સવિતા પરમારની ઉંમર 22 વર્ષની આસપાસ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા સવિતાના લગ્ન મધ્યપ્રદેશ સરકારના મંત્રી ઈન્દરસિંહ પરમારના પુત્ર દેવરાજ પરમાર સાથે થયા હતા. હાલ, મૃતદેહને સવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. શિક્ષણ મંત્રીની પુત્રવધૂના મોતના આ મામલામાં પોલીસ અધિકારીઓ પણ કંઈ કહેવાનું ટાળી રહ્યા છે, મામલો હાઈપ્રોફાઈલ પરિવારનો હોવાને કારણે વહીવટીતંત્ર કંઈ પણ બોલતા શરમાઈ રહ્યું છે. શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર શુજલપુરના ધારાસભ્ય છે. જો કે આ ઘટના પાછળ પારિવારિક વિવાદ લાંબા સમયથી જણાવવામાં આવી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર