પિતાએ 16 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, માતા ગર્ભનિરોધક ગોળી આપતી, નાની બહેન પર નજર બગાડી હતી

News18 Gujarati
Updated: August 20, 2019, 7:18 PM IST
પિતાએ 16 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, માતા ગર્ભનિરોધક ગોળી આપતી, નાની બહેન પર નજર બગાડી હતી
ન્યૂઝ18 ક્રિએટિવ

પિતાએ નાની બહેન પર પણ દાનત બગાડતા મોટી બહેને એનજીઓનો સંપર્ક કર્યો, માતા અને ભાઈઓ બધુ જાણવા છતાં ચૂપ રહ્યાં.

  • Share this:
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લોહીના સંબંધને ધબ્બો લગાડતો બનાવ સામે આવ્યો છે. લખનઉના ચીનહટ વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય યુવતીએ પોતાના પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આક્ષેપ છે કે તેના પિતા છેલ્લા 16 વર્ષથી તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યા છે. આ કામમાં તેની માતા પણ તેના પિતાની મદદ કરે છે. દીકરીને ગર્ભ ન રહી જાય તે માટે માતા તેને ગર્ભનિરોધક ગોળી આપી દેતી હતી. પોતાના ભાગ્યમાં આવું જ લખાયેલી હોવાનું જાણીને યુવતીએ આના વિશે કોઈને વાત કરી ન હતી. પિતાએ નાની બહેનનું પણ યૌન શોષણ કરવાની શરૂઆત કરતા યુવતીએ મોઢું ખોલ્યું હતું.

પોક્સો હેઠળ કેસ દાખલ

પીડિતાની ફરિયાદ બાદ પોલીસે 44 વર્ષીય વ્યક્તિ સામે તેની બે દીકરીઓ પર દુષ્કર્મ અને શારીરિક શોષણ કરવાના આરોપમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોન સેક્સુઅલ ઓફેન્સિઝ એક્ટ, (POCSO) 2012 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. હાલ આરોપી પિતા ફરાર છે. પોલીસે ગુનામાં મદદ કરવા બદલ યુવતીની માતાની ધરપકડ કરી છે. પોલીસે બંને પીડિતાઓનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લીધું છે.

આ પણ વાંચો : લોહીના સંબંધો તારતાર : ભાઇએ દુષ્કર્મ આચર્યું, માતાએ દેહવેપારમાં ધકેલી

નાની દીકરી પર દાનત બગાડી હતી

હકીકતમાં પીડિતાને જ્યારે માલુમ પડ્યું હતું હવે તેની નાની બહેન પર પણ તેના પિતાની દાનત બગડી છે ત્યારે તેણે એક એનજીઓનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં પોલીસ બંને પીડિતાની ઘરે પહોંચી હતી. હાલ પોલીસે મોટી દીકરી પુખ્ત હોવાથી તેને ઘરે મોકલી દીધી છે, જ્યારે નાની દીકરી સગીર હોવાથી તેને શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવી છે.છ વર્ષની ઉંમરમાં બનાવી દુષ્કર્મનો શિકાર

એનજીઓ આશા જ્યોતિ કેન્દ્રની પ્રભારી અર્ચના સિંહે જણાવ્યું કે, યુવતીનું કહેવું છે કે તેણી ફક્ત છ વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારથી લઈને આજ દિવસ સુધી તેના પિતા તેવું શારીરિક શોષણ કરતા રહ્યા હતા. માતાને બધી ખબર હોવા છતાં તેણે તેના પતિનો સાથ આપ્યો હતો. માતા દીકરીને ગર્ભ ન રહી જાય તે માટે ગર્ભનિરોધક ગોળી આપી દેતી હતી. પરંતુ જ્યારે યુવતીના પિતાએ તેની નાની બહેનનું પણ શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની હિંમત ખુલી હતી અને પિતાના કૃત્ય અંગે બધાને જણાવ્યું હતું. છોકરીને પોતાના પિતાની કરતૂતો પોતાના પ્રિન્સિપાલને જણાવી હતી, જે બાદમાં એક એનજીઓને સંપર્ક કરાયો હતો. પીડિતાને કહેવા પ્રમાણે તેના બે ભાઈઓ અને અમુક સંબંધીઓને પણ આ વાત ખબર હતી પરંતુ કોઈએ કંઈ કર્યું ન હતું.
First published: August 20, 2019, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading