હૃદયદ્રાવક ઘટના! માતાના મૃત્યુના થોડા કલાકોમાં પુત્રીનું મોત, પત્નીના અંતિમ સંસ્કાર કરતી વખતે પતિને આવ્યો દુખદ ફોન

હૃદયદ્રાવક ઘટના! માતાના મૃત્યુના થોડા કલાકોમાં પુત્રીનું મોત, પત્નીના અંતિમ સંસ્કાર કરતી વખતે પતિને આવ્યો દુખદ ફોન
માતા-પુત્રીની તસવીર

વેંકટેશ્વરની પત્ની રમના પોતાની પુત્રી સરાણી સાથે ગાલયગુડેમાં એક તહેવારમાં જમવા માટે ગઈ હતી. વેંકટેશ્વરની પત્ની રમના પોતાની પુત્રી સરાણી સાથે ગાલયગુડેમાં એક તહેવારમાં જમવા માટે ગઈ હતી.

 • Share this:
  ગોદાવરીઃ આંધ્ર પ્રદેશના (Andhra pradesh) પશ્વિમ ગોદાવરી (west godavari) જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં પતિ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર (wife funeral) કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર ફોન આવ્યો હતો. આ ફોન ઉપાડતા જે સમાચાર મળ્યા તેનાથી તેના પગલ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેના ઉપર આભ તૂટી પડ્યું હતું. ફોનમાં મેળલા મેસેજ બાદ તે ફટાફટ જગ્યા ઉપર પહોંચે છે. જ્યાં તેની પુત્રી મૃત હાલતમાં હતી. પત્નીના કલાકો બાદ પુત્રીનું (daughter death) પણ મોત થતાં પતિ ઉપર દુઃખ તૂટી પડ્યું હતું. માતા-પુત્રીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં પણ સનસની ફેલાઈ હતી.

  પશ્વિમ ગોદાવરી જિલ્લના પેદાવેગી મંડળના લક્ષ્મીપુરા ગામમાં બુબાથુલા વેંકટેશ્વર રાવ પોતાના પરિવાર સાથે રહે છે. મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વેંકટેશ્વરની પત્ની રમના પોતાની પુત્રી સરાણી સાથે ગાલયગુડેમાં એક તહેવારમાં જમવા માટે ગઈ હતી.  જોકે, જમનીને ઘરે પરત ફર્યા બાદ માતા-પુત્રીની તબિયત લથડી હતી. જેના કારણે પહેલા તેમને સારવાર માટે ઇલુરુ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, બંનેની તબિયતની સ્થિતિને જોતા બંનેને ગુંટુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

  આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

  સારવાર દરમિયાન સોમવારે માતા રમનાનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રમનાનું કમળો અને કિડનીને લગતી બીમારીના કારણે મોત થયું છે. ત્યારબાદ વેંકટેશ્વર પત્ની રમનાનો મૃતદેહ ઘરે લાવે છે. અને પત્નીના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા લાગે છે.

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

  સોમવારે સાંજે પત્ની રમનાને અંતિમ સંસ્કાર કરવા માટે કબ્રસ્તાન લઈ જવાઈ હતી. અને ત્યાં અંતિમ તૈયારીઓ ચાલતી હતી. ત્યાં ગુંટુર હોસ્પિટલમાંથી વેંક્ટેશ્વર રાવના સંબંધીએ તેને ફોન કર્યો હતો. અને ફોનમાં પુત્રીના મોતના પણ સમાચાર આપ્યા હતા.  પહેલા પત્નીનું મોત અને પછી પુત્રીના મોતના સમાચાર સાંભળીને વેક્ટેશ્વર રાવ એકદમ ભાંગી ગયો હતો. અને શોકાતુર બન્યો હતો. સંબંધીઓએ તેને આશ્વાસન આપ્યું હતું. સોમવારે સાંજે પત્ની રમનાના અંતિમ સંસ્કાર કર્યા હતા. અને પછી મંગળવારે 13 વર્ષીય નવમાં ધોરણમાં ભણતી પુત્રી સરાણીના અંતિમ સંસ્કાર કર્યા હતા.
  Published by:ankit patel
  First published:March 03, 2021, 16:03 pm