Home /News /national-international /પુત્રી ગર્ભવતી થઈ શકે તેમ નહોતી, મા પોતે જ બની સરોગેટ મધર અને આપ્યો બાળકીને જન્મ

પુત્રી ગર્ભવતી થઈ શકે તેમ નહોતી, મા પોતે જ બની સરોગેટ મધર અને આપ્યો બાળકીને જન્મ

પુત્રી માતે માતા બની ગર્ભવતી

કૈલિસ પહેલેથી જ આઠ બાળકોની માતા છે. ભૂતકાળમાં કૈલિસની પુત્રી કેટલીને પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી ડૉક્ટરોએ તેને કહ્યું કે, તેના માટે ફરીથી ગર્ભવતી થવું ખૂબ જ ખતરનાક છે.

મેડિકલ સાયન્સ (medical science) લોકો માટે આશીર્વાદ છે. અત્યારે મોતની અણીએ પહોંચી ગયેલા વ્યક્તિને જીવનદાન આપવા મેડીકલ સાયન્સ (medical science) સક્ષમ છે. આ સાથે સંતાન પ્રાપ્તિ માટે ઝંખતા દંપતીઓ માટે પણ મેડિકલ સાયન્સ ભગવાન બરાબર છે. વર્ષો પહેલા બાળક ન થાય એટલે લોકો પાસે બાળક દત્તક લેવાનો જ વિકલ્પ હતો. પણ આજે સ્થિતિ બદલાઈ છે. આજના સમયમાં સરોગસીથી લઈ આઇવીએફનો વિકલ્પ પણ છે. ઉટાહમાં રહેતી 50 વર્ષીય કૈલિસ સ્મિથની 25 વર્ષીય દીકરીને ખબર પડી કે હવે તે પ્રેગ્નન્ટ થઈ શકે તેમ નથી એટલે તે અંદરથી તૂટી ગઈ હતી. પોતાની દીકરીના દુઃખને દૂર કરવા માટે કૈલિસ દીકરીની સરોગેટ મધર (surrogate mother) બનવાનું નક્કી કર્યું હતું

કૈલિસ પહેલેથી જ આઠ બાળકોની માતા છે. ભૂતકાળમાં કૈલિસની પુત્રી કેટલીને પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી ડૉક્ટરોએ તેને કહ્યું કે, તેના માટે ફરીથી ગર્ભવતી થવું ખૂબ જ ખતરનાક છે. ટેક્સાસમાં રહેતી કેટલિન ફરીથી માતા બનવા માંગતી હતી. પરંતુ તબીબી સ્થિતિના કારણે તે આજીવન તેમ કરી શકે તેમ નહોતી. આ કારણોસર કૈલિસ તેની પુત્રીના બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.

ઉંમર પણ ન બની અડચણરૂપ

પોતાની પ્રેગ્નન્સી વિશે કૈલિસે જણાવ્યું કે, તે પચાસ વર્ષની છે. આ કારણે ઘણા લોકોએ તેમના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આઠ બાળકોને જન્મ આપવાને કારણે તેનું શરીર નબળું પડી ગયું હતું. તેને પણ ઘણી સમસ્યાઓ હતી. પરંતુ પુત્રીનો ઉદાસ ચહેરો જોઈને તે પોતાની જાતને સરોગસીથી રોકી શકી નહીં. જો કે આ નિર્ણય સાચો સાબિત થયો. બાળકને જન્મ આપ્યા બાદ તેણે કહ્યું કે આ તેની અત્યાર સુધીની સૌથી સરળ ગર્ભાવસ્થા હતી.

આ પણ વાંચોWest Bengal: ગુજરાતી શાહ દંપતીની હત્યા, ત્રણ શખ્સોની ધરપકડ, ખુલાસો - કયા કારણે થઈ હતી હત્યા


જમાઈએ આપ્યો પૂરતો સાથ

કૈલિસના કહેવા પ્રમાણે તે શરૂઆતથી જ જાણતી હતી કે આ તેનું બાળક નથી. આ તેમણે તેમની પુત્રીને આપેલી ભેટ છે. 17 મેના રોજ કૈલિસે બાળકને જન્મ આપ્યો હતો. કૈલિસની પુત્રી અને જમાઈ બંને લેબર રૂમમાં હતા. ડિલિવરીના થોડા સમય બાદ મા-દીકરીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. કેટલીને તેની માતાને ભગવાન સમાન ગણાવી છે. ત્રણેય તેમના નવા જીવનમાં ઘણા ખુશ છે.
First published:

Tags: Ajab Gajab, Ajab gajab news, World news, World News in gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો