Home /News /national-international /પુત્રી અને નોકર વચ્ચે બંધાયા અનૈતિક સંબંધો, માલિકે પુત્ર સાથે મળી રચ્યું ખતરનાક ષડયંત્ર

પુત્રી અને નોકર વચ્ચે બંધાયા અનૈતિક સંબંધો, માલિકે પુત્ર સાથે મળી રચ્યું ખતરનાક ષડયંત્ર

પુત્રી અને નોકર વચ્ચે બંધાયા અનૈતિક સંબંધો

Muzaffarnagar News : 29 ઓગસ્ટના રોજ, જનસથ કોતવાલી વિસ્તારના તિસાંગ ગામમાં શેરડીના ખેતરમાંથી ગુમ થયેલા એક નોકરની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેમનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

    મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ (UttarPraesh) ના મુઝફ્ફરનગર જિલ્લામાં એક નોકરનાની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હવે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં મુઝફ્ફરનગર પોલીસે માલિક અને તેના પુત્રની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મૃતક નોકરને તેના માલિકની પુત્રી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જે માલિક અને તેના પુત્રને પરેશાન કરતું હતું. આવી સ્થિતિમાં માલિકે તેના પુત્ર સાથે મળીને શેરડીના ખેતરમાં નોકરનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

    તમને જણાવી દઈએ કે 29 ઓગસ્ટના રોજ જનસથ કોતવાલી વિસ્તારના તિસાંગ ગામમાં શેરડીના ખેતરમાંથી ગુમ થયેલા નોકરની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, બિહારનો રહેવાસી મૃતક નોકર જય પ્રકાશ ઉર્ફે ઈસ્લામ લગભગ 17-18 વર્ષથી કિલર માલિક ઈરફાન સાથે કામ કરતો હતો.

    દીકરીના પ્રેમી એવા નોકરનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી

    પરિવારને ઘણા સમયથી જાણતો હોવા છતા મૃતક નોકર જયપ્રકાશ તેના માલિક ઈરફાનની પુત્રી સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. જ્યારે માલિક ઈરફાનને આ વાતની ખબર પડી તો તે આ વાતથી ખૂબ ગુસ્સે થયો. માલિકનો ગુસ્સો એટલો વધી ગયો કે, પુત્ર દાનિશ સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું. 29 ઓગસ્ટના રોજ બંનેએ પહેલા નોકર જયપ્રકાશને દારૂ પીવડાવ્યો અને પછી શેરડીના ખેતરમાં તેનું ગળું કાપીને હત્યા કરી નાખી.

    ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મામલે પોલીસે ગામના ચોકીદારની ફરિયાદ પરથી અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી તો તમામ સત્ય બહાર આવ્યું. માલિક ઈરફાનને કડકાઈથી પૂછવામાં આવતા તેણે ગુનો સ્વીકારી લીધો હતો.

    શું ખુલાસો આ કેસમાં થયો હતો

    એસપી ગ્રામીણ અતુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે 29 ઓગસ્ટના રોજ શેરડીના ખેતરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ જયપ્રકાશ ઉર્ફે ઈસ્લામ તરીકે થઈ હતી. તેમનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ચોકીદારની અરજીના આધારે, આ કેસમાં તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક નોકરને તેના માલિકની પુત્રી સાથે સંબંધ હતો. આથી માલિક અને તેના પુત્રએ મળીને નોકરની હત્યા કરી હતી.

    આ પણ વાંચોરાજકોટમાં Big લૂંટ : આંગડીયા પેઢીના મેનેજરને હથિયાર બતાવી 19 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ

    ઘટનાસ્થળેથી દારૂના કેટલાક બારકોડ મળી આવ્યા હતા, જે ગામમાં આવેલી દારૂની દુકાનમાંથી આ દારૂ ખરીદવામાં આવતો હોવાની માહિતી મળી હતી. જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસના આધારે એક પછી એક કેસને લગતા પુરવા બહાર આવ્યા હતા. હત્યાના આરોપીના ઈશારે ઘટનામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું છે. આરોપીઓને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Muzaffarnagar, Uttarpradesh, UttarPradesh News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन