Home /News /national-international /

triple murder: બિહારમાં ધોળેદિવસે પુત્રી અને પૂર્વ પત્નીની ગોળી મારી હત્યા, બાદમાં પોતાને પણ મારી ગોળી

triple murder: બિહારમાં ધોળેદિવસે પુત્રી અને પૂર્વ પત્નીની ગોળી મારી હત્યા, બાદમાં પોતાને પણ મારી ગોળી

ઘટના સ્થળની તસવીર

Bihar Crime News: આ વ્યક્તિએ પહેલા ધોળે દિવસે પુત્રી અને સાળીને રસ્તા પર ગોળી મારીને હત્યા (murder) કરી હતી. આ પછી પોતાને પણ ગોળી મારી હતી.

    પટનાઃ બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna)થી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહી ધોળે દિવસે ટ્રિપલ મર્ડર (Tripal Murder in Patna) ની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પહેલા ધોળે દિવસે પુત્રી અને સાળીને રસ્તા પર ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી પોતાને પણ ગોળી મારી હતી. ટ્રિપલ મર્ડરથી સમગ્ર વિસ્તારમાં હાલ ચકચાર મચી ગઈ હતી. આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. આ ચોંકાવનારી ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

    પટના પોલીસ લાઈનમાં ધોળે દિવસે ટ્રિપલ મર્ડરની ઘટનાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થળનું નિરીક્ષણ કર્યું છે. મળતી માહિતી મુજબ મૃતક મહિલા પટના સચિવાલયમાં નોકરી કરતી હતી. આ હત્યાને રોડની વચ્ચોવચ અંજામ આપવામાં આપતાં આજુબાજુમાં ભયનો માહોલ છે. પોલીસ હાલ સ્થળ સીલ કરીને પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. પટના એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને કહ્યું કે, તેમને પોલીસ કોલોનીમાં 12:40 વાગ્યે ટ્રિપલ મર્ડરની ઘટનાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આ મામલે પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.

    પારિવારિક અણબનાવને કારણે થયો હત્યાકાંડ
    એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું કે ટ્રિપલ મર્ડરની આ ઘટના પારિવારિક વિવાદમાં થઈ છે. તેણે જણાવ્યું કે રાજીવ કુમાર નામના વ્યક્તિએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. મૃતકોની ઓળખ સંસ્કૃતિ (આરોપીની પુત્રી) અને શશીપ્રભા (રાજીવની સાળી અને પૂર્વ પત્ની) તરીકે થઈ છે. એસએસપીએ કહ્યું કે રાજીવ કુમારની પહેલી પત્નીનું કુદરતી કારણોસર મૃત્યુ થયું હતું. તેમને તેમની પ્રથમ પત્નીથી એક પુત્રી હતી.

    આ પણ વાંચોઃ-Crime News: પૂર્વ DIGની BJP નેતાની પુત્રવધૂએ ઘરમાં કરી આત્મહત્યા, પતિ લાપતા

    આ પછી રાજીવે તેની પત્નીની બહેન (શશિપ્રભા) (સાળી) સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન પરસ્પર અણબનાવને કારણે રાજીવ અને શશીપ્રભાના છૂટાછેડા થઈ ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પછી શશીપ્રભાએ બીજા લગ્ન કર્યા હતા.

    આ પણ વાંચોઃ-વ્યાજખોરોનો આતંક! સુરતમાં અમૃત રબારીની ટોળકીએ ખેડૂત ઉપર પાઈપ વડે કર્યો હુમલો, હાડકાં ભાગી નાંખ્યા

    બેગૂસરાયથી કરી રહ્યો હતો પીછો
    પોલીસે જણાવ્યું કે, રાજીવ પુત્રીને પોતાની સાથે રાખવા માંગતો હતો, પરંતુ તે તેની સાથે રહેવા માંગતી નહોતી. આ બાબતે રાજીવ શશીપ્રભા સાથે ઝઘડો કરતો હતો. આ દરમિયાન બંનેના છૂટાછેડા થઈ ગયા અને શશીપ્રભાએ ફરીથી લગ્ન કરી લીધા હતા.

    માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું કે, રાજીવ આનાથી ખૂબ જ પરેશાન રહેતો હતો. તેમણે જણાવ્યું કે ગુરુવારે આ લોકો બેગુસરાયથી આવી રહ્યા હતા. રાજીવ કુમાર તેનો પીછો કરી રહ્યો હતો. રાજીવ કુમારે સંસ્કૃતિ અને શશિપ્રભાની ગોળી મારીને હત્યા કરી અને પોતાને પણ ગોળી મારી દીધી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Bihar News, Crime news, Murder case

    આગામી સમાચાર