Home /News /national-international /અલ્લાહ અમારા પાપ માટે માફ કરે, જાણીતા પોપ સિંગરે ધર્મ પરીવર્તન કરીને લીધી મક્કાની મુલાકાત

અલ્લાહ અમારા પાપ માટે માફ કરે, જાણીતા પોપ સિંગરે ધર્મ પરીવર્તન કરીને લીધી મક્કાની મુલાકાત

Daud Kim performs Umrah

Daud Kim: દાઉદ કિમે એક યૂટ્યૂબ વિડીયોમાં ધર્મ પરિવર્તન અંગે જાહેરાત કરી હતી અને ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યા બાદ તેમણે મક્કા અને મદીનાની મુલાકાત લીધી હતી.

  ફેમસ સાઉથ કોરિયન પોપ સિંગર, યૂટ્યૂબર, દાઉદ કિમ (Daud Kim)એ સાઉદી અરબ (KSA)ના મક્કા (Makkah) માં ગ્રાન્ડ મસ્જિદમાં પવિત્ર કાબા સામે ઉમરાહ કરતા હોય તેવો ફોટો શેર કર્યો છે. દાઉદ કિમે શનિવારના રોજ ઈન્સ્ટાગ્રામ પર ઈહરામમાં ફોટોઝ શેર કર્યા છે. ઉમરાહ કરવા માટે પુરુષો જે કપડા પહેરે છે તેને ઈહરામ તરીકે ઓળખવામાં આવે છે.

  દાઉદ કિમ ખુદને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માની રહ્યા છે. તેઓ જણાવે છે કે, ઈસ્લામે તેમના તમામ સવાલના જવાબ આપ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે, ‘હું ફરી એકવાર મક્કા ગયો હતો. આ જગ્યા મારા માટે હોમટાઉન છે, જે એક ખૂબ જ પવિત્ર અને શાંત જગ્યા છે.’

  તેઓ પોસ્ટમાં વધુમાં જણાવે છે કે, ‘આપણો જન્મ શા માટે થયો?’, ‘ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અના આપણે આ દુનિયા પર શા માટે આવ્યા છીએ?’ આ તમામ સવાલોના કારણે મારું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. હું વિચારી રહ્યો હતો કે, હું સૌથી બદનસીબ વ્યક્તિ છું. આ કારણોસર હું સતત ભટકતો રહેતો હતો અને સવાલનો જવાબ શોધતો હતો. તે સમયે મને લાગ્યું કે, હું એકલો નથી. કોઈ મને રસ્તા પર લાવવાની કોશિશ કરી રહ્યું છે. તે સમયે મને અહેસાસ થયો કે, મારી સાથે અલ્લાહ છે.

  હું આ દુનિયામાં શા માટે આવ્યો છું? મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે? હવે હું ક્યા જઈશ? ઈસ્લામે મને આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. હું ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છું કે, અલ્લાહે મારી પસંદગી કરી છે.

  અલ્લાહે મને મારા તમામ સવાલોના જવાબ આપ્યા છે અને મને માર્ગદર્શન પણ આપે છે. મારું જીવન હજુ સુધી પરિપૂર્ણ થયું નથી. મારે અનેકવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. હું હજુ પણ ભૂલો કરુ છે અને તેમ છતાં હું એક મુસલમાન છું. હું અલ્લાહમાં વિશ્વાસ રાખું છું.

  તેમણે જણાવ્યું કે, આ સૌથી પવિત્ર શહેર છે અને પવિત્ર સ્થાનોમાં આ શહેરનો સમાવેશ થાય છે. મેં મારા પાપની ક્ષમા માંગી છે અને યોગ્ય માર્ગ પર આવવા માટે માર્ગદર્શન મળે તેવી પ્રાર્થના પણ કરી છે. મને આશા છે કે, જે લોકોને માર્ગદર્શનની જરૂર છે અલ્લાહ તેમને યોગ્ય માર્ગદર્શન આપશે. જ્યાં સુધી જન્નતમાં સ્થાન ના મળે ત્યાં સુધી અલ્લાહ તમામ મુસ્લિમને આશીર્વાદ આપે. આમીન.

  દાઉદ કિમ કોણ છે?

  દાઉદ કિમને ઔપચારિક રીતે કિમ ક્યૂન-વૂ (Kim Kyun-woo) તરીકે ઓળખવામાં આવે છે અને પ્રોફેશનલી જે કિમ (Jay Kim) ના નામે ઓળખવામાં આવે છે. દાઉદ કિમ એક કોરિયન સિંગર, એક્ટર અને યૂટ્યૂબર છે.

  સપ્ટેમ્બર 2019માં દાઉ કિમે એક યૂટ્યૂબ વિડીયોમાં ધર્મ પરિવર્તન અંગે જાહેરાત કરી હતી અને ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યા બાદ તેમણે મક્કા અને મદીના જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કુરાન વાચવાની શરૂ કરી હતી અને ઈસ્લામ વિશે જાણવા માટે પેયગંબર મોહમ્મદ વિશે સ્ટડી કરી હતી.

  વર્ષ 2019માં ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યા બાદ વર્ષ 2022માં રમઝાન સમયે ઉમરાહ કર્યું હતું. દાઉદ કિમે રમઝાનમાં ઉપવાસ કર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભાઈચારાની સુંદરતા વ્યક્ત કરી હતી અને મક્કા અલ-મુકર્રમામાં નમાઝ અને ઉમરાહ કરવાના ફાયદાની પ્રશંસા કરી હતી.

  આ પણ વાંચો: PHOTOS: બ્લેક બિકિનીમાં આગ લગાવે છે મહિલા ક્રિકેટર! હોટ તસ્વીરો પર ફેન્સ ફીદા, બે રમત માટે જાણીતી

  તે સમયે દાઉદ કિમે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ‘છેવટે મેં મક્કાની મુલાકાત લીધી. હું ખૂબ ખુશ છું, અલ્લાહે મારી પસંદગી કરી છે અને અહીંયા આવવાની તક આપી. મને વિશ્વના પવિત્ર શહેરમાં આવવાની તક મળી છે. હું તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો માટે અલ્લાહને પ્રાર્થના કરું છું કે, અલ્લાહ અમારા પાપો માટે અમને ક્ષમા કરે.’

  આ પણ વાંચો: Babar Azam VIDEO: પાકિસ્તાની ક્રિકેટરના કાંડ, સેક્સ ચેટ પહેલા પણ કંઇ બાકી નથી રાખ્યુ, જોઈ લો

  દાઉદ કિમે પયંગબરની મસ્જિદ મદીનામાં પોતાના ફોટોઝ શેર કર્યા છે. તેમણે યૂટ્યૂબ ચેનલ જેદ્દાહ અને ઈન્સ્ટાગ્રામ પર સ્થાનિક લોકો સાથે રોઝા તોડ્યો હતો અને વિડીયો તથા ફોટોઝ શેર કર્યા હતા. વર્ષ 2013માં તેમણે યૂટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. તેઓ લાઈફસ્ટાઈલના વિડીયો પોસ્ટ કરે છે. તેમણે જણાવ્યું કે, આ તેમના જીવનની સૌથી સારી ઈફ્તાર હતી. એક પરિવાર તરીકે ઉપવાસ તોડવાની પ્રક્રિયા તેમને ખૂબ જ પસંદ આવી હતી. 3.95 મિલિયનથી વધુ લોકોએ દાઉદ કિમની યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 8,34,000થી વધુ ફોલોઅર્સ છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Islam, Muslims

  विज्ञापन
  विज्ञापन