RSS Meeting: દત્તાત્રેય હોસબોલે બન્યા RSSના નવા સરકાર્યવાહ, ભૈયાજી જોશીનું સ્થાન લેશે

RSS Meeting: દત્તાત્રેય હોસબોલે બન્યા RSSના નવા સરકાર્યવાહ, ભૈયાજી જોશીનું સ્થાન લેશે
ફાઇલ તસવીર.

RSS Meeting: સંઘના ઇતિહાસમાં અત્યારસુધી ક્યારેય પણ વૉટિંગ કરવું પડ્યું નથી. દર વખતે સરકાર્યવાહની પસંદગી નિર્વિરોધ સંપન્ન થાય છે.

  • Share this:
    નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ (RSS)માં મોટા બદલાવ પર મહોર લાગી ગઈ છે. દત્તાત્રેય હોસબોલે (Dattatreya Hosabale) RSSના નવા સરકાર્યવાહ બની ગયા છે. તેઓ ભૈયાજી જોશી (Bhaiyyaji Joshi)નું સ્થાન લેશે. જોશી છેલ્લા 12 મહિનાથી આ પદ પર હતા. દત્તાત્રેયને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (Akhila Bharatiya Pratinidhi Sabha)એ સરકાર્યવાહ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં ઘણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે.

    ચૂંટણીને લઈને આરએસએસના ઇતિહાસમાં ક્યારેય પણ મતદાનની જરૂર નથી પડી. દર વખતે સરકાર્યવાહની ચૂંટણી નિર્વિરોધ થાય છે. આ વખતે પણ આવું જ થયું છે. ઓમના ધ્વની નાદ સાથે દત્તાત્રેય હોસબલેના નામ પર સંઘની અખિત ભારતીય પ્રતિનિધિ સભાએ મહોર મારી દીધી હતી.



    કોણ છે દત્તાત્રેય હોસબોલે?

    દત્તાત્રેય હોસબલે કર્ણાટકના શિમોગાના નિવાસી છે. વર્ષ 1973માં તેઓ આરએસએસના સંપર્કમાં આવ્યા હતા. બેંગલુરુ યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી વિષયમાં અનુષ્નાતકની પદવી મેળવી છે.

    આ પણ વાંચો: કુશળ કર્મચારીઓ પર લાગશે ગૂગલના સર્ટિફિકેટની મહોર: શું ભારતમાં આ પદ્ધતિ કામ કરશે?

    દત્તાત્રેય હોસબલે ABVP કર્ણાટકના પ્રદેશ સંગઠન મંત્રી રહી ચૂક્યા છે. જે બાદમાં તેઓ એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અને સહ સંગઠન મંત્રી પણ રહ્યા હતા. છેલ્લા બે દશકાથી તેઓ ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. 2002-03માં તેમને સંઘના અખિલ ભારતીય સહ બોદ્ધિક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2009ના વર્ષથી તેઓ સહ સરકાર્યવાહની ફરજ નિભાવી રહ્યા છે.

    પ્રતિનિધ સભાની બેઠક

    કોરોના મહામારીને પગલે આ વખતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ખૂબ નાની રાખવામાં આવી હતી. આ વખતની બેઠકમાં ફક્ત 500-550 વરિષ્ઠ સ્વયંમસેવકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પ્રતિનિધિ સભામાં ત્રણ હજારથી વધારે વરિષ્ઠ પદાધીકારીઓ ભાગ લેતા હોય છે. આ વખતે આરએસએસ તરફથી દરેક પ્રાંતમાંથી ફક્ત સાત-આઠ પદાધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:March 20, 2021, 13:08 pm

    ટૉપ ન્યૂઝ