દતિયા : મધ્ય પ્રદેશના (madhya pradesh)દતિયા (datia)જિલ્લામાં 7 વર્ષથી સાથે રહેલા પ્રેમી-પ્રેમિકા (love story)આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. દતિયા SP એ (datia SP) ઓફિસ બહાર પ્રેમી-પ્રેમિકાના લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન પહેલા તેમણે બન્નેના પરિવારજનોને બોલાવ્યા હતા અને સમજાવી લગ્ન માટે રાજી કર્યા હતા. પરિવાર રાજી થતા બન્નેના લગ્ન કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રેમી અશોક અને પ્રેમિકા સંધ્યા ભાંડેર કુતૌલી ગામના રહેવાસી છે. બન્ને લગ્ન માટે દતિયા SP પાસે મદદ માંગવા પહોંચ્યા હતા. સંધ્યાનો પરિવાર આ સંબંધ માટે રાજી ન હતો. SP એ પ્રેમી જોડીની સહમતી લીધી હતી અને બન્નેના પરિવારજનોને દતિયા બોલાવ્યા હતા. યુવકના પરિવારજનો તો દતિયા પહોંચી ગયા અને લગ્ન માટે હા પાડી હતી. જોકે યુવતીના પરિવારજનો દતિયા પહોંચ્યા ન હતા. આ મુદ્દે SP અમન સિંહ રાઠૌરે કહ્યું કે તમે બન્ને વિધિ પુરી કરો. તમને કોઇ પ્રકારની પરેશાની થશે નહીં. લગ્ન માટે સુરક્ષાનું આશ્વાસન મળ્યા પછી પ્રેમી જોડીએ એસપી ઓફિસની બહાર એકબીજાને ફૂલ માળા પહેરાવી હતી અને એક થયા હતા.
પ્રેમી અશોક દૌહરે જણાવ્યું કે તે 7 વર્ષ પહેલા સંધ્યાને મળ્યો હતો. બન્ને વચ્ચે પહેલા મિત્રતા થઇ હતી અને પછી પ્રેમ થયો હતો. સંધ્યાએ મીડિયાને જણાવ્યું કે તે અશોક સાથે રહેવા માંગે છે. જ્યારે તણે પોતાના માતા-પિતાને કહ્યું તો તે આ સંબંધ માટે તૈયાર ન હતા. જેથી SP ની મદદ માટે દતિયા આવ્યા હતા.
સેક્સ રેકેટમાં પકડાયેલી થાઇલેન્ડની યુવતીઓનો ચોંકાવનારો ખુલાસો, પહેલા હતી પુરુષ, આ કામ માટે સ્ત્રી બની
ઇન્દોરમાં (indore)હાલમાં જ પકડાયેલા સેક્સ રેકેટમાં (sex racket)ચોંકાવનારો ખુલાસો થયો છે. થાઇલેન્ડની યુવતીઓમાંથી (thailand girls)4 યુવતીઓ પહેલા પુરુષ હતી. તે લિંગ પરિવર્તન કરાવીને ભારત આવી હતી. તેમના પાસપોર્ટ ઉપર પણ પુરુષ લખેલું છે. આ બધી યુવતીઓ સ્પા સેન્ટરમાં (Spa center)કામના નામે દેહવેપારનું કામ કરતી હતી. પોલીસે સ્પા ના સંચાલક સહિત બધી યુવતીઓને જેલ મોકલી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર