દાતી મહારાજે રેપના આરોપ પર આપ્યો જબાબ, કોણે છે દાતી મહારાજ?

News18 Gujarati
Updated: June 13, 2018, 2:33 PM IST
દાતી મહારાજે રેપના આરોપ પર આપ્યો જબાબ, કોણે છે દાતી મહારાજ?

  • Share this:
જાણીતા જ્યોતિષાચાર્ય અને ધર્મગુરૂ દાતી મહારાજે પોતાના ઉપર લાગેલા રેપના આરોપોનો જવાબ એક વીડિયો દ્વારા આપ્યો છે. તેઓએ જણાવ્યુ કે, પોલીસ જ્યારે ઈચ્છે ત્યારે પુછપરછ કરી શકે છે અને તેઓ પુછપરછમાં સહયોગ કરશે. રેપનો મામલો દાખલ થયા બાદ દાતી મહારાજ ગાયબ થયા છે. એક યુવતીએ દાતીના મહારાજ પર આરોપ લગાવ્યો છે કે, બે વર્ષ પહેલા દાતી મહારાજે પોતાના આશ્રમના મંદિરની અંદર તેની સાથે રેપ કર્યો હતો. ફરિયાદ તેમના પર સકંજો કસાઈ રહ્યો છે, દિલ્હી પોલીસે આ મામલે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી છે. દિલ્હીની ઈન્ટર સ્ટેટ સેલ પણ દાતી મહારાજની શોધ કરી રહી છે.

દાતી મહારાજના વિરોધમાં આઈપીસી કલમ 354, 376 અને 377 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યાંજ યુવતીના પિતાનું કહેવુ છે કે, તેમની દીકરી નીયમીત રૂપે દાતી મહારાજના આશ્રમમાં ઉપદેશ સાંભળવા માટે જતી હતી અને દાતી મહારાજના સહયોગીએ તેને દાતી મહારાજ સાથે સીધી મુલાકાત કરવા અંગે પુછ્યુ હતુ. પીડિતાનો આરોપ છે કે, દાતી મહારાજે આશ્રમમાં તેનું સતત યૌન શોષણ કર્યું, એટલુ જ નહીં માનસિક રૂપે પણ તેનું શોષણ કરવામાં આવ્યું અને કોઈને આ અંગે વાત નહીં કરવા ધમકીઓ પણ આપી હતી.

કોણ છે દાતી મહારાજ ?


  • રાજસ્થાન પાલીના અલાવાસ ગામમાં જન્મ

  • જુલાઈ 1950માં મેઘવાલ પરિવારમાં જન્મ
  • પિતાનું નામ દેવારામ મેઘવાલ

  • દાતી મહારાજનું સાચુ નામ મદન હતુ

  • જન્મના થોડા મહિના બાદ માતાનું અવસાન

  • ઢોલક વગાડી પરિવારનું થતુ ભરણપોષણ

  • ગામના એક વ્યક્તિ સાથે મદન દિલ્હી આવ્યો

  • કેટરિંગનું કામ કરી ગુજરાન ચલાવ્યુ

  • 1996માં રાજસ્થાનના એક જ્યોતિષીના સંપર્કમાં આવ્યા

  • જ્યોતિષી સાથે જન્મપત્રી જોવાનું કામ શીખ્યા

  • કેટરિંગનું કામ છોડી કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલ્યુ

  • મદન નામ બદલીને દાતી મહારાજ રાખ્યુ

  • 2010માં દાતી મહારાજને મહામંડલેશ્વરની ઉપાધી મળી

First published: June 13, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading