Home /News /national-international /ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં મતદાતાઓના ડેટાની ચોરી, 3 અધિકારી સસ્પેન્ડ, જાણો મામલો

ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં મતદાતાઓના ડેટાની ચોરી, 3 અધિકારી સસ્પેન્ડ, જાણો મામલો

કર્ણાટકમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે.

કર્ણાટકમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસ પક્ષની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ગ્રેટર બેંગ્લોર મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીના ત્રણ ચૂંટણી નોંધણી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. વાસ્તવમાં કોંગ્રેસનો આરોપ છે કે મતદારોના ડેટાની ચોરી કરવામાં આવી છે. ખાનગી સંસ્થાના નામે મતદાર યાદીનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. આ પછી ચૂંટણી પંચે તપાસ કરી. તેમણે ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીમાં મતદારનું નામ સામેલ કરવા અને કાઢી નાખવાના તમામ કેસોની પુનઃ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

વધુ જુઓ ...
  બેંગલુરું: કર્ણાટકમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસ પક્ષની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ગ્રેટર બેંગ્લોર મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીના ત્રણ ચૂંટણી નોંધણી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. વાસ્તવમાં કોંગ્રેસનો આરોપ છે કે મતદારોના ડેટાની ચોરી કરવામાં આવી છે. ખાનગી સંસ્થાના નામે મતદાર યાદીનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. આ પછી ચૂંટણી પંચે તપાસ કરી. તેમણે ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીમાં મતદારનું નામ સામેલ કરવા અને કાઢી નાખવાના તમામ કેસોની પુનઃ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં જ અહીં હંગામો થયો હતો જ્યારે એક NGOએ પોતાને બૂથ લેવલ ઓફિસર કહીને મતદારોની અંગત માહિતી એકત્રિત કરી હતી. એનજીઓએ આ ત્રણ વિધાનસભા ક્ષેત્ર શિવાજીનગર, ચિકપેટ અને મહાદેવપુરામાં કર્યું હતું. ફરિયાદ મળતાની સાથે જ ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું હતું. તેમણે રાજ્યના મુખ્ય સચિવ અને સીઈઓ દ્વારા 100 ટકા તપાસનો આદેશ આપ્યો હતો.

  ચૂંટણી પંચે એફઆઈઆર નોંધાવી

  ચૂંટણી પંચે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે 17 નવેમ્બરે મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી કે એક એનજીઓ બેંગલુરુમાં મતદાર જાગૃતિ અભિયાનના નામે ઘરે-ઘરે મતદારોનો ડેટા એકત્રિત કરી રહી છે. આ ઉપરાંત રાજકીય પક્ષો વતી પણ આવી જ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદો બાદ આ મામલે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

  ત્રણ વિશેષ અધિકારીઓની નિમણૂંક

  વિગતો મુજબ ફરિયાદ નોંધાતાની સાથે જ શિવાજીનગર અને ચિકપેટના ઈન્ચાર્જ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. રંગપ્પા અને મહાદેવપુરાના પ્રભારી કે. શ્રીનિવાસ પર ફાંસો કડક થઈ ગયો. તેમની સામે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટના બાદ ચૂંટણી પંચે ત્રણેય વિધાનસભા ક્ષેત્રો માટે ત્રણ વિશેષ અધિકારીઓની નિમણૂક કરી હતી. આ અધિકારી મતદાર યાદીમાં થતી ભૂલને અટકાવશે અને સુધારશે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Assembly polls, Byelection, Election News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन