હે રામ! છેલ્લા 22 વર્ષમાં 3.28 લાખ ખેડૂતોએ કર્યો આપધાત

News18 Gujarati
Updated: November 24, 2018, 10:45 AM IST
હે રામ! છેલ્લા 22 વર્ષમાં 3.28 લાખ ખેડૂતોએ કર્યો આપધાત
પ્રતિકાત્મક તસવીર

દેશનાં અર્થતંત્રમાં ખેતીનો ફાળો 17.90 ટકા છે. એટલે કે આશરે 26 લાખ કરોડ રૂપિયા થાય છે

 • Share this:
નવી દિલ્હી: એક તરફ દેશભરમાં ખેડૂતોનાં દેવા માફી અને ખેડૂતોને ટેકાનાં ભાવ આપવા માટે સરકાર કામગીરી કરી રહી છે. તો ખેડૂતો માટે પાક વિમાનું આયોજન પણ કરવામાં આવે છે. પણ મુખ્ય વાત એ છે કે સરકારની આ તમામ સહાય કેમ ખેડૂતો સુધી પહોંચતી નથી. અને તેમણે છેલ્લે ન ઉઠાવવાનું પગલું એટલે કે આત્મહત્યા કરવી પડે છે.

હાલમાં ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા દેશભરમાં છેલ્લા 22 વર્ષમાં કેટલાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડો જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે આ રેકોર્ડ મુજબ છેલ્લા 22 વર્ષમાં 3.28 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

દેશમાં અલગ અલગ રાજ્યોમાં ક્યાંક દુષ્કાળ તો કયાંક પૂરની પરિસ્થિતિ રહેતી હોય છે. જેની સીધી અને પહેલી અસર ખેતી પર પડતી હોય છે. અને તેનો ભોગ બને છે ખેડૂતો કારણ કે ચૂંટણી સમયે તો નેતાઓ ખેડૂતોની દયનિય સ્થિતિને જોઇને ઘણાં વાયદા કરી દે છે પણ જ્યારે આ વાયદાઓ પૂરા કરવાની વાત આવે ત્યારે તેઓ પોતે જ ગૂમ થઇ જાય છે. અને અંતે ખેડૂતોને પોતાની તમામ મુશ્કેલીઓ માંથી જ્યારે છુટવાનો રસ્તો ન મળે ત્યારે તે આપધાત કરે છે.

તો હાલમાં જે રીતે દેશનાં વિકાસમાં ઉદ્યોગો ખેતીની જમીન ખરીદી તેનો ઔધોગિકરણ કરી રહ્યાં છે. તેને કારણે પ્રદુષણની અસર અને ખેતીની જમીનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે જેનો ભોગ ગરીબ ખેડૂતો બની રહ્યાં છે.

દેશનાં અર્થતંત્રમાં ખેતીનો ફાળો 17.90 ટકા છે. એટલે કે આશરે 26 લાખ કરોડ રૂપિયા થાય છે. તેને અમેરિકન ડોલર પ્રમાણે સરખાવીયે તો તે આશરે 366.92 બિલિયન અમેરિકન ડોલર થાય છે. જો આ ફાળાને ખેડૂતોનાં મૃત્યુદરની ગણતરી કરવામાં આવે તો ભારતમાં એખ બિલિયન ડોલરની ઉપજ સામે વર્ષ 2012થી વર્ષ 2016 સુધીનાં પાંચ વર્ષમાં સરેરાશ દરરોજનાં 31 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,178

   
 • Total Confirmed

  1,680,527

  +76,875
 • Cured/Discharged

  373,587

   
 • Total DEATHS

  101,762

  +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres