નોકરી શોઘી રહેલા 27.2 કરોડ ભારતીયોનો ડેટા થયો લીક : રિપોર્ટ

News18 Gujarati
Updated: May 11, 2019, 8:31 PM IST
નોકરી શોઘી રહેલા 27.2 કરોડ ભારતીયોનો ડેટા થયો લીક  : રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

સિક્યૉરિટી એકસપર્ટ બૉબ ડિયાચેન્કોએ જણાવ્યું હતું કે 1 મે 2019ના રોજ MongoDB ડેટાબેઝ પર 27, 52,65,298 ભારતીયોની જાણકારી ઉપલબ્ધ હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : નોકરીની શોધ કરી રહેલા 27.2 કરોડ ભારતીય યુવાનોની વ્યક્તિગત માહિતી સાર્વજનિક થઈ હોવાનો અહેવાલ આવ્યો છે. સિક્યોરિટી રિસર્ચર ડિસ્કરીના અહેવાલ મુજબ ભારતના 27.2 કરોડા યુવાનોનો ડેટા બે અઠવાડિયા માટે હેક કરી લેવામાં આવ્યો હતો અને તેને લગતી જાણકારીઓ સાર્વજનિક કરાઈ હતી. ખાસ વાત એ છે કે આ જાણકારી MongoDB અને Amazon AWS પર ઉપલબ્ધ હતી જેને સરળતાથી કોઈ પણ વ્યક્તિ મેળવી શકે તેમ હતી.

સિક્યૉરિટી એકસપર્ટ બૉબ ડિયાચેન્કોએ જણાવ્યું હતું કે 1 મે 2019ના રોજ MongoDB ડેટાબેઝ પર 27, 52,65,298 ભારતીયોની જાણકારી ઉપલબ્ધ હતી. આ માહિતી બે અઠવાડિયાથી વધારે સમય સુધી ઉપલબ્ધ હતી. આ માહિતીમાં યૂઝર્સના નામ, ઈમેલ આઈડ, જેન્ડર, શિક્ષણ, મોબાઇલ નંબર, સેલેરી, પ્રોફેશનલ સ્કિલ્સ, જન્મ તારીખ વગેરેનો સમાવેશ થાય છે.

બૉબે જણાવ્યું હતું કે જેવી રીતે મને આ બાબતની જાણકારી મળી તેમણે આ સૂચના CERTની ટીમને આપી હતી. ત્યારબાદ 8મી મે સુધી આ માહિતી ઓપન હતી આ દરમિયાન જ હેકર્સે ડેટાને વાઇપ આઉટ કરી દીધો હતો. આ સાથે હેકર્સે સંદેશો પણ લખ્યો હતો. એકસપર્ટના મતે ડેટા ચોરીના પ્રયાસમાં હેકર્સને MongoDBનો તમામ ડેટા ન પણ મળ્યો હોય તેવી શક્યતા છે.
First published: May 11, 2019, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading