Home /News /national-international /DART Mission: હવે પૃથ્વી બચી શકશે, નાસાનું મિશન સફળ રહ્યું; જાણો શું છે ડાર્ક મિશન?

DART Mission: હવે પૃથ્વી બચી શકશે, નાસાનું મિશન સફળ રહ્યું; જાણો શું છે ડાર્ક મિશન?

નાસાએ ધરતીને ઉલ્કાંપિડથી બચાવવા માટે એક સફળ પરીક્ષણ કર્યુ (ફાઈલ તસવીર)

NASA launched DART Mission: નાસાએ ધરતીને ઉલ્કાંપિડથી બચાવવા માટે એક સફળ પરીક્ષણ કર્યુ છે. નાસાએ તેના ડાર્ટ મિશનને પૂર્ણ કર્યુ છે, જેના હેઠળ એક નાસાનું એક અવકાશયાન અંતરિક્ષમાં લગભગ 22500 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉલ્કાપિંડ સાથે ટકરાયું હતું.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ને તેના DART મિશન (DART Mission)માં સફળતા મળી છે. આ મિશનને લગભગ 4 વાગ્યાની આસપાસ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નાસાના સ્પેસક્રાફ્ટની અંતરિક્ષમાં ઉલ્કાપિંડ સાથે જોરદાર ટક્કર (spacecraft collides with asteroid) થઈ છે. ઉલ્કાપિંડ અંતરિક્ષમાં હાજર પૃથ્વી (Earth) માટે સૌથી મોટો ખતરો છે. આ ઉલ્કાપિંડથી પૃથ્વી અને માનવજાતને બચાવવા માટે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ગત વર્ષે ડાર્ટ મિશન લોન્ચ (NASA launched DART Mission) કર્યું હતું. જણાવી દઇએ કે ડાર્ટનો અર્થ ડબલ એસ્ટરોઇડ રિડાયરેક્શન ટેસ્ટ થાય છે. આ પ્રકારનું આ પહેલું મિશન છે. નાસાએ આ વિશે એક વિડીયો (NASA DART Mission Video) પણ જાહેર કર્યો છે, જેમાં તમામ વૈજ્ઞાનિકો મિશનની સફળતાની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં એ પણ જોઇ શકાય છે કે કેવી રીતે અવકાશયાન ઉલ્કાપિંડ સાથે અથડાયું છે.

ઉલ્કાપિંડથી બચાવી શકાશે પૃથ્વીને


ઉલ્કાપિંડ ડાઇમોર્ફોસ પૃથ્વી માટે ખતરો ન હતો. પરંતુ આ ટક્કર દ્વારા તે જાણવાનો પ્રયાસ કર્યો કે તે અવકાશયાન સાથે ટકરાઈને ભવિષ્યમાં પૃથ્વીને ઉલ્કાપિંડની ટક્કરથી બચાવવામાં મદદ કરશે કે નહીં. નાસાના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના ડિરેક્ટર લૌરી ગ્લેઝે જણાવ્યું હતું કે, "અમે માનવજાતના નવા યુગની શરૂઆત કરી રહ્યા છીએ. એક એવો યુગ જેમાં આપણે સંભવિત ખતરનાક ઉલ્કાપિંડ જેવી કોઈપણ વસ્તુથી પોતાને બચાવી શકીશું. કેવી અદ્ભુત વાત છે. આપણી પાસે તે ક્ષમતા પહેલાં ક્યારેય નહોતી.'

અથડામણ સમયે ડિડિમોસ અને ડાઇમોર્ફોસ પૃથ્વીની ખૂબ નજીક હતા, એટલે કે, 6.8 મિલિયન માઇલ (11 મિલિયન કિલોમીટર). ટીમનો અંદાજ છે કે અવકાશયાન અવકાશ ખડકના કેન્દ્રથી લગભગ 55 ફૂટ (17 મીટર) દૂર એક ભાગ પર ઉલ્કાપિંડ સાથે અથડાયું છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશના હિન્દુ ક્રિકેટરે દુર્ગા પૂજાની આપી શુભેચ્છા, કટ્ટરપંથીઓએ ધર્મ બદલાવવાની આપી ધમકી

2 મહિનામાં મળી જશે તમામ જાણકારી


DART મિશન ટીમના સભ્યોનું કહેવું છે કે, વૈજ્ઞાનિકોને એ જાણવામાં લગભગ બે મહિનાનો સમય લાગશે કે આ ટક્કરથી ઉલ્કાપિંડની દિશા બદલાઈ છે કે નહીં. ડાઇમોર્ફોસ એક નાનો ચંદ્ર છે, જે પૃથ્વી નજીક ઉલ્કાપિંડ ડિડિમોસનું ચક્કર લગાવે છે. નાસાના અધિકારીઓનું કહેવું છે કે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઈ ખતરો નથી. પરંતુ પરીક્ષણના મામલે પૃથ્વીથી વ્યાજબી અંતરે હોવાને કારણે તેની પસંદગી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં જો તેની દિશા બદલાય તો ભવિષ્યમાં પૃથ્વી પર સંભવિત ખતરો ગણાતા ઉલ્કાપિંડની દિશા પણ આ જ રીતે બદલી શકાય છે. નાસાનું આ પહેલું એવું મિશન છે, જેણે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણા ગ્રહને બચાવી શકીએ છીએ. મેરીલેન્ડના લોરેલમાં જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીના અવકાશ સંશોધન ક્ષેત્રના ચીફ રોબર્ટ બ્રાઉને જણાવ્યું હતું કે, "આપણે પ્રથમ વખત બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુની દિશા બદલીશું."

નાસાએ અત્યાર સુધીમાં પૃથ્વીની નજીક 8000થી વધુ વસ્તુઓ શોધી કાઢી છે. હાલમાં કોઈ ઉલ્કાપિંડ પૃથ્વી માટે સીધો ખતરો નથી. પરંતુ પૃથ્વીની નજીકના પદાર્થોમાં તમામ કદમાં 27,000થી વધુ ઉલ્કાપિંડ હાજર છે. આ મિશનનો ફાયદો એ થશે કે જો ભવિષ્યમાં પૃથ્વી સાથે ઉલ્કાપિંડ અથડાવાની સંભાવના છે તો સમય જતાં તેની દિશા બદલી શકાય છે. પૃથ્વીની નજીકની વસ્તુઓ ઉલ્કાપિંડ અને ધૂમકેતુઓ છે, જે પૃથ્વીના 30 મિલિયન માઇલ (48.3 મિલિયન કિલોમીટર)ની ત્રિજ્યામાં છે.

નાસા અને વિશ્વની બાકીની અવકાશ એજન્સીઓ પૃથ્વીની નજીકની વસ્તુઓ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પૃથ્વી માટે ખતરો સાબિત થઈ શકે છે. લગભગ 2560 ફૂટ (780 મીટર)નો વ્યાસ ધરાવતો ડિડિમોસ ઉલ્કાપિંડ આની આસપાસ ફરે છે, જે એક નાના ચંદ્ર જેવો પથ્થર છે, જેનું નામ ડાઇમોર્ફોસ છે, અવકાશયાન તેની સાથે ટકરાયું છે. તેનો વ્યાસ 525 ફૂટ (160 મીટર) છે. એટલે કે નાસાએ આ નાના ચંદ્ર જેવા પથ્થરને નિશાન બનાવ્યો છે. જે બાદમાં ડિડિમોસ સાથે ટક્કર થઇ હતી. હવે આ બંનેની ગતિમાં ફેરફારનો અભ્યાસ પૃથ્વી પર હાજર ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવશે.

 આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક દિવસ: ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે જૂથની સુનાવણીનું જીવંત પ્રસારણ થયું 

LICIACube દ્વારા કરવામાં આવ્યું રેકોર્ડિંગ


અવકાશયાનની અથડામણ લાઇટ ઇટાલિયન ક્યુબસેટ ફોર ઇમેજિંગ એસ્ટરોઇડ્સ (LICIACube) દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. તે ઇટાલીની સ્પેસ એજન્સીનો સેટેલાઇટ છે. તેને અવકાશયાનમાંથી તૈનાત કરવામાં આવ્યું હતું. જે અવકાશયાનની પાછળથી ગયું, જેથી તે ત્યાં શું થઈ રહ્યું છે તે રેકોર્ડ કરી શકે. ઓપ્ટિકલ નેવિગેશન ડિમોસ રિકોનિસન્સ અને એસ્ટરોઇડ કેમેરાની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. જે અવકાશયાનને નાના ચંદ્ર પર કેવી રીતે ટક્કર મારવી તે અંગે ગાઇડન્સ આપે છે.

આ ઘટના દરમિયાનની તસવીરો પ્રતિ સેકન્ડના દરે પૃથ્વી પર મોકલવામાં આવી હતી. ડાઇમોર્ફોસ સાથે અથડાતા અવકાશયાનની ઝડપ આશરે 13,421 mph (21,600 kph) હતી. ડાર્ટ સ્પેસક્રાફ્ટ એ પણ પ્રથમ વખત જાહેર કર્યું કે ડાઇમોર્ફોસ કેવો દેખાય છે. ટીમ ઇમ્પેક્ટ ક્રેટર વિશે વધુ જાણવા આતુર છે, જેનું કદ આશરે 33 થી 65 ફૂટ (10 થી 20 મીટર) હોવાનો અંદાજ છે. ક્રેટરમાં અવકાશયાનના ટુકડા પણ હોઈ શકે છે. અહીં ઈમ્પેક્ટ ક્રેટરનો અર્થ છે ઉલ્કા પિંડની કોઇ વસ્તુ સાથે અથડામણ પછી ત્યાં બનેલો ખાડો.

તેની અસરની ત્રણ મિનિટ બાદ ક્યુબસેટે ડાઇમોર્ફોસથી નીકળીને તસવીરો અને વિડીયો લીધા હતા. તેની તસવીરો આગામી દિવસો અથવા અઠવાડિયામાં રિલીઝ કરવામાં આવશે. આ મિશન માટે ડાયમોર્ફોસની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તેનો આકાર ઉલ્કાપિંડ જેવો જ છે, જે પૃથ્વી માટે ખતરો પેદા કરી શકે છે. આ અવકાશયાન ડાઇમોર્ફોસ કરતા લગભગ 100 ગણું નાનું છે, તેથી તેણે ઉલ્કાપિંડને ખમત કરી શક્યું ન હતું. જો ડાર્ટ ડાઇમોર્ફોસને ટક્કર મારવાનું ચૂકી ગયો હોત, તો અવકાશયાનને એવી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હોત જે બે વર્ષ પછી ફરીથી તેની સાથે અથડામણ કરી શકાય.

ટક્કરથી માત્ર બદલી ડાઇમોર્ફોસની ગતિ


આ અથડામણ માત્ર ડાયમોર્ફોસની ગતિને બદલશે કારણ કે તે ડિડીમોસની 1 ટકા પરિક્રમા કરે છે, જે વધારે નથી. પરંતુ તે ચંદ્રના ભ્રમણકક્ષાના સમયગાળાને બદલશે. એટલે કે, પરિભ્રમણનો સમય બદલાશે. ડિમોર્ફોસને ડિડીમોસની આસપાસ ફરવા માટે 11 કલાક 55 મિનિટ લાગે છે. પરંતુ આ ટક્કરની અસર બાદ આ સમય 11 કલાક અને 45 મિનિટમાં બદલાઈ જશે. પરંતુ સમયાંતરે ખરેખર કેટલો બદલાવ આવશે તે તો ભવિષ્યમાં અવલોકન કરવાથી જ ખબર પડશે.

ખગોળશાસ્ત્રીઓ બાઇનરી ઉલ્કાપિંડ સિસ્ટમનું નિરીક્ષણ કરવા માટે પૃથ્વી-આધારિત ટેલિસ્કોપનો ઉપયોગ કરશે અને ડાઇમોર્ફોસના ભ્રમણકક્ષાના સમયગાળામાં કેટલો ફેરફાર થયો છે તે જોશે, જે નક્કી કરશે કે ડાર્ટ મિશન સફળ રહ્યું છે કે નહીં. અવકાશ આધારિત ટેલિસ્કોપ હબલ, વેબ અને નાસાના લ્યુસી મિશને પણ આ ઘટનાનું નિરીક્ષણ કર્યું છે. ડાર્ટ અને હેરામાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટા ઉલ્કાપિંડને સુરક્ષિત કરવામાં મદદ કરશે. ખાસ કરીને એ સમજવામાં કે કયા પ્રકારનું બળ પૃથ્વીની નજીકના પદાર્થોની દિશા બદલી શકે છે, જેની આપણી પૃથ્વી પર ત્રાટકવાની સંભાવના છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Nasa નાસા, Science News, Spacecraft

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन